ટ્રેન્ડિંગધર્મ
ઘરમાં ફિશ એક્વેરિયમ રાખવું શુભ કે અશુભ? જાણો શું કહે છે વાસ્તુ
- ફિશ એક્વેરિયમ ઘરની સુંદરતા વધારવાની સાથે સાથે જીવનમાં સુખ-સમૃદ્ધિ અને ખુશહાલી લાવે છે, પરંતુ ઘરમાં ફિશ એક્વેરિયમ રાખતી વખતે વાસ્તુ સાથે જોડાયેલી કેટલીક ખાસ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ.
વાસ્તુ અનુસાર ફિશ એક્વેરિયમ ઘરની સુંદરતા વધારવાની સાથે સાથે જીવનમાં સુખ-સમૃદ્ધિ અને ખુશહાલી લાવે છે, પરંતુ ઘરમાં ફિશ એક્વેરિયમ રાખતી વખતે વાસ્તુ સાથે જોડાયેલી કેટલીક ખાસ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ. ઘરમાં ફિશ એક્વેરિયમ રાખવા માટે યોગ્ય દિશા, માછલીઓની સંખ્યા સહિત વાસ્તુના નિયમોનું પાલન જરૂર કરવું જોઈએ. એવી માન્યતા છે કે ફિશ એક્વેરિયમના કારણે ઘરમાં ખુશીઓનો માહોલ રહે છે. પરિવારના સભ્યોની વચ્ચે પ્રેમ-સદ્ભાવ વધે છે અને જીવનના દરેક ક્ષેત્રમાં સફળતાની રાહ આસાન થાય છે. સાથે ધનના આગમનના નવા માર્ગો ખૂલે છે. જાણો ફિશ એક્વેરિયમ રાખવાની વાસ્તુ ટિપ્સ
ઘરમાં આ રીતે રાખો ફિશ એક્વેરિયમ
- વાસ્તુ અનુસાર ઘર કે ઓફિસમાં ઉત્તર, પૂર્વ કે ઈશાન ખૂણામાં ફિશ એક્વેરિયમ રાખી શકાય છે.
- એવી માન્યતા છે કે ઉત્તર દિશામાં ફિશ એક્વેરિયમ રાખવાથી કરિયરમાં સફળતાના માર્ગ ખુલે છે.
- ઘરની પૂર્વ દિશામાં ફિશ એક્વેરિયમ રાખવાથી જીવનમાં ખુશહાલી આવે છે.
- વાસ્તુ મુજબ બેડરૂમમાં ફિશ એક્વેરિયમ ન રાખવું જોઈએ.
- વાસ્તુ અનુસાર 8-9 માછલીઓ એક્વેરિયમાં રાખવી શુભ માનવામાં આવે છે.
- કિચનમાં ફિશ એક્વેરિયમ ન રાખવું જોઈએ, તેનાથી ઘરમાં નેગેટિવીટી વધે છે.
- ફિશ એક્વેરિયમનું પાણી સમયે સમયે બદલતા રહેવું જોઈએ.
- વાસ્તુ અનુસાર ફિશ એક્વેરિયમમાં ગોલ્ડન ફિશ, ફ્લાવર હોર્ન અને એન્જલ ફિશ રાખવી શુભ માનવામાં આવે છે.
- આ ઉપરાંત ફિશ એક્વેરિયમની રોજ સફાઈ કરવી જોઈએ.
- ઘરની દક્ષિણ દિશામાં ફિશ એક્વેરિયમ રાખવું શુભ માનવામાં આવતું નથી.
- વાસ્તુ મુજબ 8 ગોલ્ડન ફિશની સાથે એક કાળી માછલી રાખવી શુભતાનું પ્રતીક માનવામાં આવે છે.
આ પણ વાંચોઃ મહિલાઓએ કેમ ખાવા જોઈએ ચિયા સીડ્સ, જાણો ગજબના ફાયદા