‘કૌન બનેગા કરોડપતિ’ થશે બંધ ? 14મી સિઝનનાં અંતે ભાવુક થયા બીગ બી !
સોની ચેનલ પર પ્રસારિત ક્વિઝ આધારિત રિયાલિટી શો ‘કૌન બનેગા કરોડપતિ’ સૌથી વધુ પસંદ કરાયેલા શોમાંથી એક છે. આજે આ શો એટલા માટે પણ લોકપ્રિય છે કારણ કે તેને હિન્દી સિનેમાના મેગાસ્ટાર અમિતાભ બચ્ચન હોસ્ટ કરે છે. આ શોની 14મી સિઝન ચાલી રહી છે અને ફક્ત ત્રીજી સિઝન (હોસ્ટ તરીકે શાહરૂખ ખાન) સિવાય, બિગ બીએ બાકીની તમામ સિઝનમાં હોટસીટ સંભાળી હતી.
આ પણ વાંચો : ભૂમિ પેડનેકર પોતાના ગ્લેમરસ લૂકથી લગાવી આગ : After Party ની તસવીરો કરી શેર
શું ખરેખર બંધ થઈ રહ્યું છે KBC ?
KBCની 13 સફળ સિઝન પછી, તેની 14મી સિઝન 7 ઓગસ્ટ 2022ના રોજ શરૂ થઈ, જે હંમેશની જેમ સફળ રહી. હવે આ સિઝન પણ સમાપ્ત થવાના આરે છે. હા, તેની 14મી સિઝન ટૂંક સમયમાં પૂરી થવાની છે. અમિતાભ બચ્ચને તેમના બ્લોગ (અમિતાભ બચ્ચન બ્લોગ)માં આની જાહેરાત કરી છે, જેમાં તેઓ ઈમોશનલ થઈ ગયા હતા. દર વખતેે KBCની સિઝન પૂરી થતા બીગ બી ક્યારેય આટલા ઈમોશનલ નથી થતા, પરંતુ આ વખતે પોતાની આટલી લાગણીઓ કહેતા, એવી અટકળો સામે આવી છે કે KBC શો હંમેશા માટે બંધ થઈ રહ્યો છે. જો કે એસોસિએશન તરફથી આ અંગે કોઈ સત્તાવાર જાહેરાત થઈ નથી, પરંતુ બ્લોગ વાંચ્યા બાદ ચોક્કસ એ અનુમાન લગાવી શકાય કે શો હંમેશા માટે બંધ થવા જઈ રહ્યો છે.
KBCની આ સિઝન બીગ બી માટે ઘણી સ્પેશિયલ રહી હતી, કારણ કે આ સિઝનમાં બીગ બી એ તેમનો 80મો જન્મ દિવસ તેમના પરિવાર સાથે KBCના સેટ પર ઉજવ્યો હતો. તે દરમ્યાન અભિષેક અને જયા બચ્ચન હાજર રહ્યા હતા. તે દરમ્યાન પણ બીગ બી ભાવુક થયા હતા.
અમિતાભ બચ્ચને KBC પર લખ્યો બ્લોગ
અમિતાભ બચ્ચને તેમના બ્લોગમાં લખ્યું છે કે, “KBCના દિવસો પૂરા થઈ રહ્યા છે અને ક્રૂ તેમજ કાસ્ટ પરત ફરી રહ્યાં છે. ગુડબાયની કહેતા દુ:ખની લાગણીઓ અનુભવાય રહી છે, પરંતુ આશા છે કે, અમે ટૂંક સમયમાં ફરીથી સાથે થઈશું. અંતે ખુશી છે કે દરેક એપિસોડ્સ દરેક વ્યક્તિત્વ સુધી પહોંચ્યો છે, જેઓ સમાજ અને દેશમાં મોટા પાયે આકર્ષક અને કમાન્ડિંગ યોગદાન આપે છે. તેમની સાથે વાતચીત કરવી અને તેમનો શૈક્ષણિક અભિગમ શીખવો એ સન્માનની વાત છે.”
અમિતાભ બચ્ચને આગળ લખ્યું, “કામ પ્રત્યેનું તેમનું સમર્પણ, તેમની શિસ્ત અને તેમને સોંપવામાં આવેલા કામમાં તેમનો અતૂટ વિશ્વાસ અને વિશ્વાસ. આ શો મારા સહિત બધા માટે એક પાઠ છે. અમે એવા પ્રભાવો સાથે પાછા ફરીએ છીએ જે અમારા કાર્ય અને પ્રતિબદ્ધતાઓને વધુ સારી બનાવે છે. આ શો અમારા માટે એક આનંદ, એક પાઠ છે. અમે જાણીએ છીએ કે તેને રિપ્લેસમેન્ટની જરૂર છે. તેનાથી છુટકારો મેળવવો એ પહેલેથી જ ખાલીપણાની લાગણી આપે છે અને હવે ગુડબાય કહેવું થોડું અઘરું લાગે છે.”