ગુજરાતની સ્થાપના થઈ ત્યારથી રાજ્યમાં દારૂ પર પ્રતિબંધ છે, પરંતુ આનાથી ગુજરાતીઓ દારૂ પીવાનું બંધ કરી દીધું છે એવું જરાય નથી. વાસ્તવમાં, ગુજરાતમાં દારૂના વપરાશનું ઉચ્ચ સ્તર એટલી હદે છે કે રાજ્યમાં કેટલાય બુટલેગરો દારૂનું અલગ અલગ રીતે વેચાણ આસાનીથી કરી રહ્યા છે. ફૂડ ડિલિવરી નેટવર્કની જેમ, તેઓ તમારી પસંદગીનો દારૂ તમારા ઘરના આંગણા સુધી પહોંચાડે છે. હમણાં વિધાનસભાના બજેટસત્ર દરમિયાન કરોડો રૂપિયાથી વધુનો દારૂ ઝડપાયો હોવાનું બહાર આવ્યું હતું. છેલ્લા ઘણા વર્ષોથી ગુજરાતમાંથી અલગ અલગ જગ્યાએથી દારૂનું વેચાણ થતું હોવાનું સામે આવ્યું છે અને વેચાણ કરનાર સામે કેસ પણ દાખલ કરવામાં આવ્યા છે. એક સર્વે મુજબ વર્ષ 1999 થી 2009 ની વચ્ચે, દારૂના કેસમાં દોષિત ઠેરવવાનો દર માત્ર 9 ટકા હતો.ગુજરાતની વાસ્તવિકતા કઈક એવી છે કે રાજ્યમાં દારૂના સપ્લાયમાં કેટલાક ભ્રષ્ટ અધિકારીઓ અને બુટલેગરોની મિલીભગતથી મોટાપાયે દારૂનો વેપલો કારોડોમાં થઈ રહ્યો છે. ગયા વર્ષે જુલાઈમાં, ગેરકાયદેસર દારૂએ બરોડામાં 125, અમદાવાદમાં 150 અને બોટાદમાં 42 લોકોનો ભોગ લીધો હતો. એટલે ગુજરાતમાં દારૂબંધી માત્ર કાગળ પર જ છે. દારૂનું સેવન કરનારા દારૂ માટે અલગ અલગ નુસખા અપનાવી લે છે. જેમકે હેલ્થ પરમિટના નામે ગુજરાતમાં પરમિટ ધારકો 65% વેટ વાળો દારૂ ખરીદી રહ્યા છે. આ પરમિટ ધારકો પણ કેટલીય મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. ગુજરાતમાં ડિસેમ્બર 2022 સુધીમાં પરમિટ ધારકોની સંખ્યા અંદાજે 40000 જેટલી છે. આ પરમિટ કેવી રીતે મળે છે તે સૌ કોઈ જઅને જ છે.2005-2006માં સમગ્ર ભારતમાં નેશનલ ફેમિલી હેલ્થ સર્વે થયો હતો આ સર્વે મુજબ બિહારમાં 51 ટકા પુરુષોએ તેમની પત્નીઓને મારવાનું વાજબી ઠેરવ્યું હતું. આ એ સમયની વાત છે જ્યારે બિહારમાં દારૂબંધી નહોતી. ગુજરાતમાં જ્યાં દારૂબંધી લાગુ હતી ત્યાં આવા પુરુષોનો હિસ્સો 74 ટકા હતો. એટલે કેટલાક આવા તથ્યોને આધારે એવું કહી શકાય કે દારૂથી નુકસાન જ વેઠવું પડે તે યોગ્ય ન કહી શકાય.
આ પણ વાંચો : NHRC એ ગુજરાત સરકારને સફાઈ કામદારોના મોત મામલે નોટિસ ફટકારી
અલબત્ત એકવાત અહી સ્પષ્ટ છે કે દારૂ પીવાવાળા લોકો હમેંશા પોતાનો માર્ગ શોધી જ લેતા હોય છે તેમા કઈ નવું નથી, પણ કેટલાક નિષ્ણાતોના મત મુજબ ગુજરાત હાલ પર્યટન ક્ષેત્રે અને વૈશ્વિક બિઝનેસ હબ બનવા તરફ આગળ વધી રહ્યું છે ત્યારે દારૂબંધીને હટાવી ચોક્કસ કાયદા સાથે તેનો અમલ કરવો જોઈએ. વધુમાં નિષ્ણાતોનું માનવું છે કે દારૂબંધીને હટાવ્યા બાદ ગુજરાતમ સરકારને તેમાંથી ટેકસરૂપી 15 લાખ કરોડથી 20 લાખ કરોડ સુધી આવક થઈ શકે તેમ છે.