ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલવિશેષ

શું એ મહિલા શ્રમિકોએ શોધી કાઢ્યો એ ખરેખર કિમતી ખજાનો છે? જાણો

કન્નુર, (કેરળ), 13 જુલાઈ, 2024: કેરળમાં કન્નુરના ચેંગલાયીમાં વરસાદી પાણીના સંગ્રહ માટે ખાડા ખોદવામાં આવી રહ્યા હતા તે વખતે મજૂરોએ સોના અને ચાંદીના ખજાનો જોવા મળ્યો હોવાના અહેવાલ છે. પ્રાચીન સમયની દેખાતી આ કિંમતી ચીજવસ્તુઓ પરિપ્પાઇ પાસેના રબરના બગીચામાંથી મળી આવી હતી. વરસાદી પાણીના સંગ્રહ માટેનો ખાડો ખોદતી વખતે મહિલા કામદારોને જમીનમાં દાટવામાં આવેલા કિંમતી ઝવેરાત અને સિક્કાથી ભરેલો ઘડો જોવા મળ્યો હતો.

જો કે, મહિલા મજૂરોના એ જૂથને ક્યારેય કલ્પના ન હતી કે તેઓ જે જોઈ રહ્યા છે તે એક ‘ખજાનો’ છે. વરસાદી પાણીનો સંગ્રહ કરવા માટે આ મહિલા શ્રમિકોને ખાડા ખોદવાની કામગીરી સોંપવામાં આવી હતી. તે દરમિયાન એક મોટી પેટી જેવું તેમને દેખાયું. પહેલાં તો એ જોઈને તમામ મહિલા શ્રમિકો ગભરાઈ ગઈ હતી કેમ કે જમીનની નીચે એ શું વસ્તુ હશે તેની તેમને કોઈ કલ્પના ન હતી. અલબત્ત, ત્યારપછી એ મહિલા શ્રમિકોએ ખૂબ હિંમત ભેગી કરીને એ પેટી ખોલી ત્યારે તેમના આશ્ચર્યનો પાર નહોતો રહ્યો.

જૂઓ વીડિયોઃ

આકસ્મિક રીતે મળી આવેલા એ ખજાનામાં 17 તેજસ્વી મોતીની માળા, 13 સોનાના લોકેટ, પરંપરાગત કશુમાલા ગળાનો હારનો સંભવિત ભાગ ચાર મેડલિયન, પાંચ જટિલ ડિઝાઇન કરેલી એન્ટિક વીંટી, કાનની ભવ્ય બુટ્ટીઓની જોડી અને અસંખ્ય ચાંદીના સિક્કા સહિત કિંમતી વસ્તુઓની વિશાળ શ્રેણીનો સમાવેશ થાય છે. તેમની નોંધપાત્ર શોધને પગલે, મજૂરોએ તાત્કાલિક સ્થાનિક પંચાયત સત્તાવાળાઓને જાણ કરી અને પેટી સહિત ખજાનો વધુ તપાસ માટે પોલીસને સોંપી દીધો.

અહેવાલ મુજબ ચેલોરા સુલોચનાની આગેવાની હેઠળ ગ્રામીણ જોબ ગેરંટી પ્રોગ્રામ હેઠળ કાર્યરત 18 કામદારોનું જૂથ ચેમગાઈ પંચાયત, કન્નુરમાં પરિપ્પાઈ સરકારી એલપી સ્કૂલ નજીક ખાનગી જમીન પર વરસાદી પાણીના સંગ્રહ માટે ખાડો ખોદી રહ્યું હતું. જોકે, તાજેતરમાં કુન્નુર જિલ્લામાં જ ત્યજી દેવાયેલા કન્ટેનરમાંથી મળી આવેલા વિસ્ફોટક ઉપકરણોના કિસ્સાને પગલે શરૂઆતમાં તેઓને આ કન્ટેનર સંભવિત બોમ્બ હોવાની શંકા હતી. પરંતુ પછી ધ્યાનથી  નિરીક્ષણ કરતાં તેઓએ કિંમતી ઝવેરાત અને સિક્કાઓનો ખજાનો શોધી કાઢ્યો.

પોલીસે શોધાયેલો ખજાનો થાલીપરંબા કોર્ટમાં રજૂ કર્યો હતો અને ત્યારબાદ પુરાતત્વ વિભાગને જાણ કરી હતી. આ ચીજોની ચોક્કસ કિંમત અને પ્રાચીનતા તો પુરાતત્વ વિભાગ દ્વારા વિગતવાર તપાસ પછી નક્કી કરવામાં આવશે.

આ પણ વાંચોઃ ખાલી પેટે વરિયાળીનું પાણી પીવાના કમાલના ફાયદા, વજન પણ ઘટશે

Back to top button