ઘી અને તેલ એક સાથે મિક્સ કરીને કુકિંગ કરવુ યોગ્ય છે કે નહીં?


- ઘણા વીડિયો અને બ્લોગ્સમાં દાવો કરાયો છે કે આમ કરવાથી ભોજન સ્વાદિષ્ટ બને છે
- દેશી ઘી અને તેલમાં જે ફેટ નીકળે છે, તે શરીર માટે ખૂબ જ આવશ્યક છે
- જોકે તેને મિક્સ કરીને ખાવાના બદલે અલગ અલગ ખાવા જોઇએ
આજકાલ જમવાનું બનાવવામાં એક નવો ટ્રેન્ડ ઉમેરાયો છે. જેમાં જમવાનું બનાવતી વખતે દેશી ઘી અને તેલનો પણ ઉપયોગ કરવામાં આવે છે. ઘણા વીડિયો અને બ્લોગ્સમાં દાવો કરાયો છે કે આમ કરવાથી ભોજન સ્વાદિષ્ટ બને છે અને એક અલગ ટેસ્ટ આવે છે. શું તમે જાણો છો કે ઘી અને તેલ એક સાથે મિક્સ કરવાથી તમારી હેલ્થ પર નેગેટિવ અસર પડી શકે છે. જાણો એક્સપર્ટ્સ આ વિશે શું કહે છે.
નિષ્ણાતોનું કહેવુ છે કે દેશી ઘી અને ઓઇલમાં જે ફેટ નીકળે છે, તે શરીર માટે ખૂબ જ આવશ્યક છે. તેને નિયમિત પણે ભોજનમાં સામેલ કરવાનો પ્રયાસ કરવો જોઇએ. ડાયટમાં ઓઇલ અને ઘીને સામેલ કરવાની આદર્શ રીત છે તેને મિક્સ કરીને ઉપયોગ કરવો કેમકે એક જ પ્રકારની ચરબી શરીરી જરૂરિયાતોને પુર્ણ કરી શકતી નથી. ઉદાહરણ તરીકે નાસ્તો તલના તેલમાં બનાવો, બપોરનું શાક સરસવના તેલમાં અને દાળ માટે ઘીનો ઉપયોગ કરી શકાય છે.
તેલની તુલનામાં ઘી હેલ્ધી
એક્સ્પર્ટ્સ કહે છે કે ઘી અને તેલમાં સારી ફેટ હોય છે. ઘીમાં તેલની તુલનામાં વધુ પોષકતત્વો મળી આવે છે. તેથી ઘીને તેલની તુલનામાં સારુ માનવામાં આવે છે. વિવિધ જમવાનું પકવતા તેલમાં ઓલિવ ઓઇલ, એવોકાડો ઓઇલ અને સનફ્લાવર ઓઇલ જેવા ઓઇલ હાર્ટ માટે હેલ્ધી છે.
શું તેલ અને ઘી મિક્સ કરવા જોઇએ?
નિષ્ણાતો કહે છે કે ઘી અને ઓઇલને એક સાથે મિક્સ કરીને કોઇ વાનગી ન બનાવવી જોઇએ. ઘી અને તેલનો હિટિંગ પોઇન્ટ અલગ અલગ હોય છે. જ્યારે ઘી અને તેલને સ્મોકિંગ પોઇન્ટથી વધુ ગરમ કરવામાં આવે છે તો તે તુટી જાય છે, તેના કારણે હાનિકારક ઘટક ઉત્પન્ન થાય છે, જે આરોગ્યને પ્રભાવિત કરે છે.
આ પણ વાંચોઃ એરપોર્ટ પર ઝઘડી પડી ઉર્ફી જાવેદ, અભિનેત્રીએ કહ્યું ‘તારા બાપનું કઈ ….