શું ફોન કવર પર ત્રિરંગો છાપવો ગેરકાનૂની છે? જાણો શું છે નિયમો
સ્વતંત્રતા દિવસ નિમિત્તે લોકોએ પોતપોતાની રીતે તૈયારીઓ કરી છે. જો કે, ઘણી વખત ઉત્સાહમાં લોકો એવા કાર્યો કરે છે જેના કારણે ધ્વજનું અપમાન થાય છે. ત્યારે અમે તમને જણાવીશું કે તમે ફોનના કવર પર ધ્વજનો ઉપયોગ કરી શકો છો? તમે કરો છો, તો શું તે ધ્વજનું અપમાન હશે અને આ માટે તમને કેટલી સજા થઈ શકે છે ?
જાણો ત્રિરંગાને લઈને શું છે કાયદો
રાષ્ટ્રીય ધ્વજ ભારતના લોકોની આશાઓ અને આકાંક્ષાઓનું પ્રતિક છે. આ આપણા રાષ્ટ્રીય ગૌરવનું પ્રતિક છે. ત્યારે લોકોનામાર્ગદર્શન અને હિત માટે ભારતીય ધ્વજ સંહિતા – 2002 લાગુ કરવામા આવ્યો છે. ભારતની ધ્વજ સંહિતા 26 જાન્યુઆરી 2002ના રોજ અમલમાં આવી હતી. ભારતીય ધ્વજ સંહિતા 2002 મુજબ, તમે ઈરાદાપૂર્વક જમીન પરના ધ્વજને ક્યારેય સ્પર્શ કરી શકતા નથી. પણ તમે તેને ફેંકી શકતા નથી. કલ્પના કરો કે જો તમે તમારા ફોન પર ધ્વજની તસવીરનો ઉપયોગ કરો છો, તો જ્યારે પણ તમે ફોનને જમીન પર રાખશો, ત્યારે ધ્વજ પણ જમીનને સ્પર્શશે. ઉપરાંત, જ્યારે તમારું કવર ખરાબ થઈ જશે અથવા ગંદુ થઈ જશે, તો તમે તેને વિચાર્યા વિના ફેંકી દેશો. આ ધ્વજનો ઉપયોગ પણ થશે. તેથી, જો તમે તમારા ફોન કવર પર ધ્વજનો ઉપયોગ કરો છો, તો તે ધ્વજના અપમાન તરીકે ગણવામાં આવશે અને તેના માટે તમને સજા થઈ શકે છે. ભારતીય ધ્વજ સંહિતાના નિયમો અનુસાર જો કોઈ વ્યક્તિ ભારતીય ધ્વજનું અપમાન કરે છે તો તેને ત્રણ વર્ષની સજા અથવા દંડ ભરવો પડી શકે છે. અથવા તમને આ બંન્ને સજા થઈ શકે છે.
જાણો શું છે ફ્લેગ કોડ ઓફ ઈન્ડિયા 2002
રાષ્ટ્રધ્વજ ફરકાવવો એ સામાન્ય ધ્વજ ફરકાવવા જેવું નથી. તેમાં ફ્લેગ કોડ છે. દરેક નાગરિકે આ અંગે જાગૃત રહેવું જોઈએ, જેથી કોઈ પણ રીતે ધ્વજનું અપમાન ન થાય. રાષ્ટ્રધ્વજના ઉપયોગ અને ફરકાવવા અંગે કેટલીક સૂચનાઓ છે, જેના આધારે ધ્વજ ફરકાવવાનો નિયમ નક્કી કરવામાં આવે છે. તેને ‘ભારતનો ફ્લેગ કોડ 2002’ કહેવામાં આવે છે. આ કોડ રાષ્ટ્રધ્વજ સંબંધિત તમામ કાયદાઓ, પરંપરાઓ, પ્રથાઓ અને સૂચનાઓને એકસાથે લાવે છે.
આ પણ વાંચો : 15 ઓગસ્ટે ચાર દેશોએ ચાખ્યો આઝાદીનો સ્વાદ; આઝાદીની લડાઈની અજાણી વાતો
ફ્લેગ કોડ ઓફ ઈન્ડિયા 2002 મુજબ રાષ્ટ્રધ્વજ માટે કેટલાક નિયમો
-ત્રિરંગો ફરકાવતી વખતે કેસરી રંગની પટ્ટી ઉપર હોવી જોઈએ.
-રાષ્ટ્રધ્વજનો આકાર લંબચોરસ હોવો જોઈએ.
-ધ્વજની લંબાઈ અને પહોળાઈનો ગુણોત્તર 3:2 હોવો જોઈએ.
-ધ્વજ ફરકાવવા માટે તેના ટુકડા ન કરવા જોઈએ.
-કોઈપણ સંજોગોમાં ધ્વજ જમીનને સ્પર્શવો ન જોઈએ તેનું ધ્યાન રાખવું જોઈએ.
-રાષ્ટ્રધ્વજની ઉપર અન્ય કોઈ ધ્વજ ન મૂકવો જોઈએ.
-રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ, વડાપ્રધાન, કેબિનેટ મંત્રી, રાજ્યપાલ, નાયબ રાજ્યપાલ, હાઈકોર્ટના જસ્ટિસ, સુપ્રીમ કોર્ટના જસ્ટિસ જેવા કેટલાક ખાસ લોકોને જ વાહન પર તિરંગો ફરકાવવાની મંજૂરી છે.
-ધ્વજ પર કંઈપણ લખવું ગેરકાયદેસર છે.
-ત્રિરંગા રાષ્ટ્રધ્વજને આદર સાથે વાળીને રાખવો જોઈએ.
આ પણ વાંચો : Independence day 2023 : સ્વતંત્રતા દિવસ પર PM મોદીએ પહેર્યો ખાસ પોશાક, આપ્યો અનોખો સંદેશ