મોબાઈલ ચોરીની ફરિયાદ નોંધાવવાનું ભારે પડ્યું? જાણો રમૂજ અને આઘાતની ઘટના વિશે
- ફરિયાદી પોલીસ સ્ટેશનમાં ફોન ચોરાયાની ફરિયાદ આપવા ગયો, બહાર આવ્યો તો બાઈક પણ થઈ ગઈ ગાયબ
ઉત્તર પ્રદેશ, 10 મે: રાજગઢ જિલ્લાના પાચોરમાં ચોરોએ પોલીસને આકરો પડકાર આપ્યો છે. કાયદાનો ડર ન હોવાથી બદમાશોએ પહેલા એક વ્યક્તિનો મોબાઈલ ફોન ચોરી લીધો અને જ્યારે ફરિયાદી પોલીસ સ્ટેશનમાં ફોન ચોરાયાની ફરિયાદ કરવા ગયો ત્યારે પોલીસ સ્ટેશનની બહાર પાર્ક કરેલી તેની બાઇક પણ ચોરો ઉઠાવી ગયા હતા. હવે પોલીસ આ મામલે તપાસ કરવાની વાત કરી રહી છે.
ચોરોએ જ સુનીલને ફરિયાદ કરવાની સલાહ આપી?
જિલ્લાના પાચોર શહેરમાં બનેલી આ ઘટના દર્શાવે છે કે ચોરોની હિંમત કેટલી વધી ગઈ છે. ફરિયાદી સુનીલ જેડી માર્કેટ સ્થિત દારૂના ઠેકાની સામેથી પસાર થઈ રહ્યો હતો અને આ સમયે કોઈએ સુનીલ તોમર નામના વ્યક્તિનો મોબાઈલ ફોન ખિસ્સામાંથી કાઢી લીધો હતો. ત્યાર બાદ ત્યાં હાજ કેટલાક લોકોએ ફરિયાદીને મોબાઇલ ચોરી અંગે પોલીસ સ્ટેશનમાં જાણ કરવા જણાવ્યું હતું.
ફોનની ફરિયાદ લખાવતા બાઈક પણ ખોયું
આ દરમિયાન ઘટનાસ્થળેથી જ ફરિયાદી સુનીલ તોમર પોતાની બાઇક પર અજાણ્યા વ્યક્તિ સાથે પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો. પોલીસ સ્ટેશનની બહાર બાઇક પાર્ક કરીને ફરિયાદી પોલીસ સ્ટેશનની અંદર પહોંચ્યો અને ત્યાં હાજર પોલીસ અધિકારીને મોબાઈલ ચોરી અંગે અરજી લખીને આપી. ત્યાર બાદ ફરિયાદી સુનીલ ફોન ચોરાયાની અરજી આપીને પોલીસ સ્ટેશનની બહાર આવ્યો ત્યારે તેનું બાઇક અને તેની સાથે આવેલો અજાણ્યો શખ્સ બંને ગાયબ થઈ ગયા હતા.
પોલીસને ચોરાયેલા બાઈક કે ફોનને શોધવામાં કોઈ રસ નથી: ફરિયાદી સુનિલ
પરેશાન ફરીયાદી સુનીલ ફરી પોલીસ સ્ટેશનમાં ગયો અને ફરી પોતાના મોબાઈલ સહિત બાઈકની ચોરીની અરજી આપી. આ ઘટના ગત મહિનાની આસપાસ બની હોવાનું કહેવાય છે. ફરિયાદી સુનિલનો આક્ષેપ છે કે, પોલીસે હજુ સુધી મોબાઈલ કે બાઇક ચોરીનો રિપોર્ટ દાખલ કરવા સહિતની શોધમાં કોઈ ગંભીરતા દાખવી નથી.
ચોરાયેલી બાઈક અને મોબાઈલની શોધ ચાલી રહી છે: પોલીસ
બીજી તરફ પાચોર પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ આકાંક્ષા શર્માએ જણાવ્યું કે આ મામલાની તપાસ ચાલી રહી છે અને ચોરાયેલી બાઈક અને મોબાઈલની શોધ ચાલી રહી છે.
આ પણ વાંચો: મતદારોને આકર્ષવા લકી ડ્રોમાં અપાયેલી ડાયમંડની વિંટી નકલી નીકળી!