મનોરંજનયુટિલીટી

મૂવીની ટિકિટ ઓનલાઇન ખરીદવાથી સસ્તી મળે કે પછી કાઉન્ટર પરથી?

  • શું તમે પણ મૂવી જોવા માટે ઓનલાઈન ટિકિટ બુક કરો છો? જો હા તો આજે અમે તમને જણાવીશું કે કેવી રીતે ટિકિટ ખરીદવી ફાયદાકારક બની શકે છે

HD ન્યૂઝ ડેસ્ક, 21 મે: દરેક વ્યક્તિને ફિલ્મો જોવાનો શોખ હોય જ છે. ઘણીવાર આપણે થિયેટરમાં મૂવી જોવા જઈએ છીએ. મૂવી ટિકિટ ખરીદતી વખતે, આપણે કેટલીકવાર તેમની કિંમતોમાં ઘટાડો અથવા વધારો જોયે છે. તેનું કારણ ટિકિટ પર લાગતો ટેક્સ હોવાનું કહેવાય છે. ઘણી વખત એવું બને છે કે રાજ્ય સરકાર દ્વારા કેટલીક ફિલ્મોને ટેક્સ ફ્રી કરવામાં આવે છે, જેના કારણે ટિકિટના ભાવ ઘટે છે. પરંતુ શું તમે જાણો છો કે મૂવી ટિકિટ ખરીદવા માટે તમારે ક્યાંથી વધુ પૈસા ચૂકવવા પડશે અને તમે તમારી ટિકિટ કેવી રીતે ઓછી કિંમતે ખરીદી શકો છો. ટિકિટ ઓનલાઇન ખરીદવી કે ઓફલાઈન ખરીદવી આ સવાલ દરેકના મનમાં થતો જ હોય છે અને એક શંકા એ પણ છે કે તમને મૂવી ટિકિટ ખરીદવા પર ટેક્સમાં રાહત ક્યાંથી મળશે. આજે અમે તમને આ બધા વિશે જણાવવા જઈ રહ્યા છીએ.

મૂવી ટિકિટની કિંમત ઑનલાઇન વધુ જોવા મળે છે

શું તમે પણ મૂવી જોવા માટે ઓનલાઈન ટિકિટ બુક કરો છો? જો તમે કરો છો, તો જાણી લો કે તે ઓફલાઈન ટિકિટ કરતાં વધુ ખર્ચાળ છે. મૂવી ટિકિટના ઓનલાઈન બુકિંગ દ્વારા, તમારી પાસેથી સુવિધા ફી અને ઈન્ટરનેટ હેન્ડલિંગ ચાર્જિસના નામે વધુ પૈસા વસૂલવામાં આવે છે, પછી ભલે તમે તે થર્ડ પાર્ટી એપ દ્વારા કરો કે સિનેમા હોલની વેબસાઈટ દ્વારા. Paytm, PhonePe, BookMyShow જેવી એપ્સ પર ઓનલાઈન મૂવી ટિકિટનું વેચાણ સતત ચાલુ રહે છે. આવી સ્થિતિમાં, તેમની પાસે ટિકિટ માટે પણ બે થી ત્રણ કિંમતની રેન્જ હોય છે. તેઓ આ કિંમત શ્રેણીઓ દ્વારા તેમની સુવિધા ફી એકત્રિત કરે છે. આવી સ્થિતિમાં, તમારે સામાન્ય ટિકિટની રકમ કરતાં 70 થી 80 રૂપિયા વધુ ચૂકવવા પડી શકે છે. જો તમે પણ આ બધા બિનજરૂરી શુલ્કમાંથી રાહત મેળવવા માંગતા હોવ તો તમારે ફિલ્મની ટિકિટ ઑફલાઇન ખરીદવી જોઈએ.

RTI કરવામાં આવી છે દાખલ

2019 માં હૈદરાબાદ સ્થિત ભ્રષ્ટાચાર વિરુદ્ધ એક ફોરમે RBI ને પૂછ્યું હતું કે શું Bookmyshow જેવી વેબસાઇટ્સને કોઈપણ પ્રકારની ઇન્ટરનેટ સુવિધા ફી વસૂલવાનો અધિકાર છે. આના પર આરબીઆઈએ જવાબ આપ્યો હતો કે આવી ઓનલાઈન બુકિંગ એપ અથવા વેબસાઈટને સુવિધા ફી લેવાનો કોઈ અધિકાર નથી. આરબીઆઈ તરફથી જવાબ મળ્યા બાદ ફોરમ અગેઈન્સ્ટ કરપ્શને પણ બુકમીશો અને પીવીઆર સામે કોર્ટમાં અરજી દાખલ કરી હતી.

આ પણ વાંચો: કારમાં 360 ડિગ્રી કેમેરા રાખવાના જાણો ફાયદા: આવા ફીચર્સ જોઈને ખરીદવાનું થશે મન

Back to top button