કાર છે કે રિક્ષા? થ્રી-વ્હીલર ગાડીનો આગળથી કાર અને પાછળથી રિક્ષાનો દેખાવ, જૂઓ વીડિયો


- લોકો આ ગાડીને જોઈને દંગ રહી ગયા અને કહ્યું: મિસ્ટર બીનની કાર
HD ન્યૂઝ ડેસ્ક, 24 નવેમ્બર: ઇન્ટરનેટ પર અવારનવાર અજીબોગરીબ વીડિયો જોવા મળે છે. લોકો વાહનો સાથે વિવિધ પ્રકારના પ્રયોગો પણ કરે છે અને આ જુગાડ વાહનોના વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થાય છે. ક્યારેક કોઈ સાઈકલની ઉપર સાઈકલ મૂકે છે તો કોઈ સાઈકલને ઊંધી કરીને લેટેસ્ટ મોડલ બનાવે છે. હવે તાજેતરના એક વીડિયોમાં થ્રી-વ્હીલર કાર જોવા મળી રહી છે, જેને જોઈને લોકો પોતાની આંખો પર વિશ્વાસ કરી શકતા નથી.
જૂઓ અહીં વીડિયો
View this post on Instagram
કાર છે કે ઓટો…
આ વીડિયોને rahulkatshev38 નામના ઈન્સ્ટાગ્રામ યુઝરે શેર કર્યો છે. વીડિયોમાં થ્રી-વ્હીલર ગાડી દેખાય છે. આ વાહન આગળથી કાર અને પાછળથી રિક્ષા જેવું લાગે છે. આ વાહનને ઝેબ્રા જેવો કાળો અને સફેદ રંગ આપવામાં આવ્યો છે. સામે બે સીટ લાગેલી દેખાય રહી છે. આ સિવાય સ્ટીયરીંગ પણ લગાવેલું છે. આશ્ચર્યજનક વાત એ છે કે, ઓટો રિક્ષાથી વિપરીત, આ વાહનના આગળના ભાગમાં બે પૈડા છે અને પાછળના ભાગમાં એક પૈડું છે.
લોકોએ કહ્યું સત્ય
લોકો વીડિયો પર ઘણી લાઈક્સ વરસાવી રહ્યા છે અને રસપ્રદ કોમેન્ટ્સ પણ કરી રહ્યા છે. વીડિયો પર કોમેન્ટ કરતાં એક યુઝરે લખ્યું કે, ‘તે રિક્ષા નથી, આ એક 2 સીટર કાર છે જેનું ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યું છે, જે તમને એરપોર્ટ પર જલ્દી જ જોવા મળશે. હું તેને ચલાવું છું. તેની પુણેમાં કંપની છે.‘ જ્યારે બીજાએ લખ્યું કે, ‘બાઈકના એન્જિન સાથે ફેન્ટાસ્ટિક 2 અથવા 3 સીટર કેબિન, જે ગરમી-વરસાદ અને ધૂળથી બચાવે છે. ભારતે નાની કારોને સ્વીકારવી જોઈએ, જે ઓછું ઈંધણ વાપરે છે અને વ્યવહારુ છે.‘ બીજાએ લખ્યું, ‘મિસ્ટર બીનની કાર.‘
આ પણ જૂઓ: ગંદા હૈ, પર ધંધા હૈ!? સિગારેટોના ઠૂંઠામાંથી બને છે બાળકો માટેની આ વસ્તુઓ!