ટ્રેન્ડિંગનેશનલવર્લ્ડસાયન્સ એન્ડ ટેકનોલોજી

શું Gmail કાયમ માટે બંધ થઈ રહ્યું છે? વપરાશકર્તાઓ ટેન્શનમાં, ગૂગલે આપી પ્રતિક્રિયા

  • Gmail બંધ થવાની અફવા વહેતી થયાં બાદ ગૂગલે પોતે કરી સ્પષ્ટતા 
  • ઇલોન મસ્કે Gmail સેવા બંધ થવાની અફવા વચ્ચે તેનો વિકલ્પ Xmail આવી રહ્યું હોવાનું જણાવ્યું 

નવી દિલ્હી, 24 ફેબ્રુઆરી: Google તરફથી Gmail વપરાશકર્તાઓને સંબોધવામાં આવેલા ઇમેલનો કથિત સ્ક્રીનશોટ બહાર આવ્યો છે. જે જણાવે છે કે, કંપની 1 ઓગસ્ટના રોજ Gmail બંધ કરી રહી છે. આ ઈમેલ દાવો કરે છે કે, ઓગસ્ટ પછીથી Gmail હવે ઈમેલ મોકલવા, પ્રાપ્ત કરવા અથવા સ્ટોર કરવાને સપોર્ટ કરશે નહીં.” આ ઈમેલ વાયરલ થયાં બાદ ગૂગલે શુક્રવારે સ્પષ્ટતા કરી છે કે, તે તેની પ્રખ્યાત ઈમેલ સર્વિસ Gmailને બંધ કરી રહ્યું નથી. ખરેખર, આ વર્ષે ઓગસ્ટમાં સોશિયલ મીડિયા પર ગૂગલની Gmail સર્વિસ બંધ થવાની અફવાઓ ઉડી હતી. આ દરમિયાન ગૂગલે પોતે સ્પષ્ટ કર્યું છે કે, તે તેની Gmail સર્વિસ બંધ કરી રહ્યું નથી.” જ્યારે ઇલોન મસ્કે Gmail સેવા બંધ થવાની અફવા વચ્ચે તેના વિકલ્પ એવા Xmail આવી રહ્યું હોવાનું જણાવ્યું હતું.

gmail
@gmail\twitter

 

AI ઇમેજ ટૂલ જેમિનીને કારણે Googleને કરવો પડ્યો બેકલેશનો સામનો

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X(ટ્વિટર) અને TikTok(ટિકટોક) પર હજારો લોકોએ આ સ્ક્રીનશોટ શેર કર્યો છે. આ શેર કરતી વખતે, નિર્માતાઓએ દાવો કર્યો છે કે, Google તેના નવા AI ઇમેજ ટૂલ જેમિનીને કારણે બેકલેશનો સામનો કરી રહ્યું છે. હકીકતમાં, આ ઇમેજ ટૂલ આ અઠવાડિયે વિવાદમાં આવ્યું જ્યારે તેણે “વંશીય-વિવિધતા(racially-diverse)” દર્શાવતી નાઝી સૈનિકોની તસ્વીરો બનાવી.

ઇલોન મસ્ક Gmailના વિકલ્પ એવા Xmailની કરી શકે છે શરૂઆત 

 

જીમેલ બંધ થવાની અફવાએ ટેક ઈન્ડસ્ટ્રીમાં હલચલ મચાવી દીધી હતી, આ વચ્ચે એક્સ પ્લેટફોર્મ (અગાઉ ટ્વિટર)ના માલિક ઈલોન મસ્કે સંકેત આપ્યો હતો કે, સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ગૂગલના જીમેલને ટક્કર આપવા ઈમેલ સર્વિસ શરૂ કરશે. જ્યારે ઈલોન મસ્કને પૂછવામાં આવ્યું કે, “શું તેઓ ઈમેલ સેવાની યોજના બનાવી રહ્યા છે”, તો મસ્કે કહ્યું કે, “સેવા ટૂંક સમયમાં આવી રહી છે.” Xની એન્જીનિયરિંગ અને સુરક્ષા ટીમના સભ્ય નેટ મેકગ્રેડીએ ‘XMail’ના લોન્ચ વિશે પૂછતાં, તેના જવાબમાં મસ્કે એક પોસ્ટ સાથે જવાબ આપ્યો કે, “આવી રહ્યું છે.”

Gmailએ HTML વર્ઝનને કરી રહી છે બંધ

ટેક નિષ્ણાતોએ પણ અફવાઓનો સામનો કરવા માટે સોશિયલ મીડિયાનો ઉપયોગ કર્યો અને કહ્યું કે, કંપની આ વર્ષે જીમેલના HTML વર્ઝનને બંધ કરી રહી છે અને સમગ્ર ઈમેલ સર્વિસને નહીં. ટેક્નોલોજી ટીચર માર્શા કોલિયરે જણાવ્યું હતું કે, “Gmailએ જાન્યુઆરી 2024માં તેની સેવાના HTML-ઓન્લી વર્ઝનને બંધ કરી દીધું છે. જો કે, Gmail બરાબર કામ કરી રહ્યું છે.” Gmailનું HTML વર્ઝન વપરાશકર્તાઓને ઓછા-નેટવર્ક ધરાવતા વિસ્તારોમાં તેમના ઇમેલને ઍક્સેસ કરવાની મંજૂરી આપતું હતું.

આ પણ જુઓ: કિંગ કોહલી અને અનુષ્કાના પુત્ર અકાયના AI જનરેટેડ ફોટા વાયરલ થયા

Back to top button