ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

“ભગવંત માન CM છે કે પાયલટ?” ગૃહમંત્રી અમિત શાહે કેમ કહ્યું આવુ?

Text To Speech

કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે રવિવારે (18 જૂન) પંજાબના સીએમ ભગવંત માન પર કટાક્ષ કર્યો હતો. કેન્દ્રમાં મોદી સરકારના 9 વર્ષ પૂર્ણ થવાના અવસર પર ગૃહમંત્રી શાહ પંજાબના ગુરદાસપુરમાં એક જાહેર સભાને સંબોધિત કરી રહ્યા હતા. આ દરમિયાન તેમણે કહ્યું કે ભગવંત માન પાસે અરવિંદ કેજરીવાલ માટે સમય છે, પરંતુ પંજાબના લોકો માટે સમય નથી. ભગવંત માનનું એક જ કામ છે કેજરીવાલને દેશનો પ્રવાસ કરાવવો. ક્યારેક મને સમજાતું નથી કે ભગવંત માન સીએમ છે કે પાયલોટ.

“ભગવંત માન આખો સમય પ્રવાસ પર જાય છે”

શાહે વધુમાં કહ્યું કે પંજાબના લોકો પોતાને અસુરક્ષિત અનુભવી રહ્યા છે. તેમનો (ભગવંત માન) આખો સમય પ્રવાસ પર જાય છે જેના કારણે પંજાબમાં કાયદો અનેવ્યવસ્થાની સ્થિતિ ખરાબ થઈ ગઈ છે. અહીં લોકો સુરક્ષિત નથી, ડ્રગ્સનો ધંધો વધી રહ્યો છે, ખેડૂતોની સમસ્યાઓ વધી રહી છે, પરંતુ મુખ્યમંત્રી પાસે આ માટે સમય નથી. આદમી પાર્ટી જેવી ઠાલા વચનો આપનારી બીજી કોઈ પાર્ટી નથી.

પંજાબ સરકાર ફક્ત જાહેરાતો કરે છે

AAP પર પ્રહારો ચાલુ રાખતા ગૃહમંત્રીએ કહ્યું કે આમ આદમી પાર્ટી મહિલાઓને 1000 રૂપિયા આપવાની હતી, તે વચનનું શું થયું? મહિલાઓ હજુ પણ આની રાહ જોઈ રહી છે, તેમને 1000 રૂપિયા તો દૂર એક હજાર પૈસા પણ મળ્યા નથી. પંજાબ સરકાર પંજાબમાં જાહેરાતો આપે છે તે સમજી શકાય છે, પરંતુ પંજાબ સરકારની ફક્ત જાહેરાતો કેરળ, બંગાળ અને ગુજરાતમાં આવે છે. જેના કારણે પંજાબની જનતાની તિજોરી ખાલી થઈ રહી છે, તેનો હિસાબ જનતા ચોક્કસ લેશે.

અમૃતસરમાં NCBનું કાર્યાલય ખુલશે

તેમણે કહ્યું કે મોદી સરકાર પંજાબમાંથી ડ્રગ્સના વેપારને જડમૂળથી ઉખાડી નાખવાનું કામ કરી રહી છે. ડ્રગ્સ સામેની લડાઈ લડવા માટે એક મહિનાની અંદર અમૃતસરમાં NCB ઓફિસ ખોલવામાં આવશે અને થોડા જ સમયમાં ભાજપના કાર્યકરો દરેક ગામમાં જઈને ડ્રગ્સ વિરુદ્ધ જનજાગૃતિની યાત્રા શરૂ કરશે.

આ પણ વાંચો: કર્ણાટક સરકારે સાવરકરને અભ્યાસમાંથી હટાવ્યા, ગડકરી થયા લાલઘુમ

 

Back to top button