ટોપ ન્યૂઝનેશનલ

શું AIMS સોફ્ટવેર ભારતમાં નકલી સોશિયલ મીડિયા અભિયાન ચલાવી રહ્યું છે ? જાણો વિગત

ઇઝરાયેલના કોન્ટ્રાક્ટરોની એક ટીમ ભારત સહિત અનેક દેશોમાં નકલી સોશિયલ મીડિયા અભિયાન ચલાવવા માટે સોફ્ટવેરનો ઉપયોગ કરી રહી છે. ઇઝરાયેલની આ ટીમે વિશ્વભરની 30થી વધુ ચૂંટણીઓમાં હસ્તક્ષેપ કર્યો હોવાનું સામે આવ્યું છે. યુકેના “ધ ગાર્ડિયન” અખબાર સહિત પત્રકારોના સંગઠન દ્વારા આંતરરાષ્ટ્રીય તપાસમાં ચર્ચિત “ટીમ જ્યોર્જ” વિશે મોટા ઘટસ્ફોટ થયા છે. અહેવાલમાં જણાવાયું છે કે “ટીમ જ્યોર્જ” એ તેના મોટા ગ્રાહકોને એડવાન્સ્ડ ઇમ્પેક્ટ મીડિયા સોલ્યુશન્સ (AIMS) નામનું સોફ્ટવેર ઓફર કરે છે. એવું કહેવાય છે કે આ યુનિટ તાલ હનાન દ્વારા ચલાવવામાં આવે છે, જે 50 વર્ષીય ભૂતપૂર્વ ઇઝરાયેલી સ્પેશિયલ ફોર્સ ઓપરેટિવ છે. આ વ્યક્તિ તેના નકલી નામ “જ્યોર્જ” નો ઉપયોગ કરે છે. ટીમ જ્યોર્જ પર હેકિંગ, તોડફોડ અને નકલી સમાચાર ઓનલાઈન ફેલાવવાનો આરોપ છે.

આ પણ વાંચો : ‘વડાપ્રધાન મોદીએ ચૂંટણી જીતવા માટે ઇઝરાયલની મદદ લીધી’, કોંગ્રેસનો ચોંકાવનારો દાવો

ગૌરી - Humdekhengenews
તાલ હનાન

રિપોર્ટમાં જણાવાયું છે કે ઇઝરાયેલી ફર્મનો પ્રોજેક્ટ પ્રચાર ઉદ્યોગમાં વ્યાપક તપાસનો એક ભાગ છે, જેની તપાસ ફોરબિડન સ્ટોરીઝ દ્વારા કરવામાં આવી છે. ફોરબિડન સ્ટોરીઝ એ ફ્રાંસની બિન-લાભકારી સંસ્થા છે. તેમનો ધ્યેય માર્યા ગયેલા, ધાકધમકી પામેલા અથવા જેલમાં બંધ પત્રકારોના કામને આગળ વધારવાનું છે. ફોરબિડન સ્ટોરીઝ 55 વર્ષીય પત્રકાર ગૌરી લંકેશના કામથી પ્રેરિત હતી, જેમને 2017માં તેમના બેંગલુરુમાં ઘરની બહાર ગોળી મારી દેવામાં આવી હતી. ‘ધ ગાર્ડિયન’ ના અહેવાલમાં જાણવા મળ્યું છે કે ગૌરી લંકેશ હત્યાના થોડા કલાકો પહેલા તેના લેખ “ઈન ધ એજ ઓફ ફોલ્સ ન્યૂઝ” ને આખરી ઓપ આપી રહી હતી. લેખમાં લખવામાં આવ્યું હતું કે કેવી રીતે ઓનલાઈન જૂઠ્ઠાણાઓ ભારતમાં ખોટી માહિતી ફેલાવી રહ્યા છે.

લેખની છેલ્લી પંક્તિઓ તેમના મૃત્યુ પછી પ્રકાશિત કરવામાં આવી હતી. તેમાં લંકેશે લખ્યું હતું કે “હું એ તમામ લોકોને સલામ કરવા માંગુ છું જેઓ ફેક ન્યૂઝનો પર્દાફાશ કરે છે, કાશ હું તેમણે મળી શકી હોત. ટીમ જ્યોર્જની તાજેતરની તપાસના અન્ડરકવર ફૂટેજ ત્રણ પત્રકારો દ્વારા ફિલ્માવવામાં આવ્યા હતા જેમણે સંભવિત ગ્રાહકો તરીકે યુનિટનો સંપર્ક કર્યો હતો. છ કલાકથી વધુની ગુપ્ત રીતે રેકોર્ડ કરેલી મીટિંગ્સમાં, હનાન અને તેની ટીમે જણાવ્યું હતું કે કેવી રીતે તેઓ હરીફોની ગુપ્ત માહિતી એકત્રિત કરી શકે છે તે અંગે ચર્ચા કરી હતી. આમાં જીમેલ અને ટેલિગ્રામ એકાઉન્ટને એક્સેસ કરવા માટે હેકિંગ ટેક્નિકનો ઉપયોગ કરવામાં આવે છે. હનાન દાવો કરે છે કે તેઓ કથિત રીતે સુરક્ષિત ટેલિગ્રામ એકાઉન્ટ્સ, હજારો નકલી સોશિયલ મીડિયા પ્રોફાઇલ્સ અને સમાચાર વાર્તાઓ બનાવવામાં નિષ્ણાત છે.

ગૌરી - Humdekhengenews
ગૌરી લંકેશ

આ પણ વાંચો : પેપર લીક કરનાર સામે રાજ્ય સરકારનો કડક કાયદો તૈયાર, આ પ્રકારની થશે સજા
ધ ગાર્ડિયને અહેવાલ આપ્યો કે જ્યારે તેની પૂછપરછ કરવામાં આવી, ત્યારે હનાને તપાસ ટીમને કહ્યું કે તેઓ કોઈપણ ખોટું કામ ન કરતાં હોવાનો દાવો કર્યો હતો. અખબારે બુધવારે અહેવાલ આપ્યો હતો કે ગયા વર્ષે ઘણા મહિનાઓમાં, તેણે તેના રિપોર્ટિંગ ભાગીદારો સાથે, ઇન્ટરનેટ પર એમ્સ સોફ્ટવેર સાથે જોડાયેલ બોટ પ્રવૃત્તિનું નિરીક્ષણ કર્યું હતું અને જાણવા મળ્યું હતું કે તે નકલી સોશિયલ મીડિયા ઝુંબેશો ચલાવે છે જે મોટે ભાગે વ્યાપારી વિવાદો સાથે સામેલ છે. તેનું લક્ષ્ય યુકે, યુએસ, કેનેડા, જર્મની, સ્વિટ્ઝર્લેન્ડ, મેક્સિકો, સેનેગલ, ભારત અને યુએઈ સહિત લગભગ 20 દેશો હતા.

Back to top button