અબ્દુ રોજિકની થઈ ગઈ સગાઈ? તસવીરો સોશિયલ મીડિયા પર કરી શેર
- તસવીરોમાં છોટે ભાઈજાન તેની દુલ્હન સાથે જોવા મળ્યો
મુંબઈ, 11 મે: બિગ બોસ 16 સ્ટાર અબ્દુ રોજિક અમીરા નામની અમીરાતી યુવતી સાથે લગ્ન કરવા જઈ રહ્યો છે. તેણે પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ પર એક વીડિયો દ્વારા પોતાના લગ્નની ખુશખબર શેર કરી છે. આ જાહેરાત બાદ તેમના લગ્નના સમાચાર જાણીને ચાહકો આશ્ચર્યમાં મુકાઇ ગયા હતા. દરમિયાન, અબ્દુએ આ વર્ષે 24 એપ્રિલના રોજ યોજાયેલી અમીરા સાથેની તેની સગાઈની સેરેમનીની તસવીરો શેર કરી છે. અબ્દુ રોજિકે 10 મેના રોજ તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર અમીરા સાથેની તેની સગાઈના ફોટા શેર કર્યા હતા. આ કપલ જુલાઈમાં લગ્ન કરવા જઈ રહ્યું છે. તસવીરોમાં અબ્દુ તેની ભાવિ દુલ્હનને હૃદયના આકારની હીરાની વીંટી બતાવતો જોવા મળે છે. જ્યારે બીજી તસવીરમાં તેમની સગાઈની ઝલક જોવા મળે છે. તસવીરો શેર કરતી વખતે તેણે કેપ્શનમાં તેની સગાઈની તારીખ 24મી એપ્રિલ તરીકે દર્શાવી હતી.
View this post on Instagram
અબ્દુ રોજિક કરી રહ્યો છે લગ્ન
અબ્દુ રોજિકે 8 મેના રોજ તેના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર તેના લગ્નની જાહેરાત કરીને તેના ચાહકોને આશ્ચર્યમાં મૂકી દીધા હતા. તેણે પોતાના લગ્નના સમાચાર હૃદય સ્પર્શી વીડિયો દ્વારા શેર કર્યા હતા. બ્લેક ટુ-પીસ સૂટ પહેરીને, તેણે હૃદયના આકારની હીરાની વીંટી પણ બતાવી હતી. અબ્દુએ કેપ્શનમાં લખ્યું હતું કે, “મેં મારા જીવનમાં ક્યારેય વિચાર્યું ન હતું કે હું એટલો ભાગ્યશાળી હોઈશ કે મને એવો પ્રેમ મળશે જે મને માન આપે અને મારા જીવનમાં અવરોધોનો બોજ દૂર કરે. 7મી જુલાઈની તારીખ સેવ કરી લેજો!! હું તમને શબ્દોમાં કહી શકતો નથી કે હું કેટલો ખુશ છું.”
View this post on Instagram
ક્લિપમાં તેને કહેતા સાંભળવામાં આવ્યો હતો, “હાય મિત્રો, હું અબ્દુ રોઝિક છું અને જેમ તમે જાણો છો, હું 20 વર્ષનો છું. મારુ એક સ્વપ્ન હતું કે હું કોઈના પ્રેમમાં પડુ. કોઈ મને પ્રેમ કરે. મારું આ સપનું સાકાર થવા જઈ રહ્યું છે અને મને એક છોકરી મળી ગઈ છે જે મને માન આપે છે, મને ઘણો પ્રેમ આપે છે અને…હું ખૂબ ખુશ છું. “ગાય્સ, મારી પાસે તમારા માટે એક સરપ્રાઈઝ છે.”
આ પણ જુઓ: શ્રીકાંતનો બોક્સ ઓફિસ પર જાદુ: ઓપનિંગ ડે પર કરી આટલી કમાણી