વિટામીન બી 12ની કમીથી આવે છે ચિડિયાપણુઃ જાણો બીજા પણ લક્ષણો
વિટામીન બી12 આપણા શરીર માટે ખુબ જ જરૂરી છે. તેનાથી ડીએનએનું નિર્માણ થાય છે અને ઉર્જા મળે છે. આ ઉપરાંત તે શરીરના કેટલાય જરૂરી ફંકશન રેગ્યુલેટ કરે છે. આપણા શરીરમાં આ વિટામીન બની શકતુ નથી. તેની જરૂરિયાત આપણે ખાવા પીવાથી જ પુરી કરી શકીએ છીએ. શરીરમાં વિટામીન બી12ની કમીના લક્ષણોની જાણ થઇ શકતી નથી. વધતી ઉંમરની સાથે હંમેશા વિટામીન ઘટવા લાગે છે. તેથી સમયે સમયે તેનો ટેસ્ટ થવો જરૂરી છે. હવે એક સંશોધનમાં સામે આવ્યુ છે કે વિટામીન બી 12ની કમીથી ચિડિયાપણુ અને ડિપ્રેશન થઇ શકે છે. જાણો શું છે તેના લક્ષણો
યુવાનોમાં દેખાય છે આ લક્ષણો
અમેરિકાની ઇન્સ્ટીટ્યુટ ઓફ બિહેવિયરલ ન્યુરોસાયન્સના વૈજ્ઞાનિકોએ વિટામીન બી12ની કમી પર સંશોધન કર્યુ. સંશોધકોએ કહ્યુ કે 18થી 25 વર્ષની ઉંમરમાં દેખાતુ ડિપ્રેશન, ચિડિયાપણુ એ બધુ વિટામીન બી12ની કમીના લક્ષણો છે. બી12 નર્વસ સિસ્ટમ પર પણ અસર કરે છે.
શેમાંથી મળશે વિટામીન બી12
વિટામીન બી12 પાણીમાં ઓગળી જતુ વિટામીન છે. મુખ્ય રીતે તે મીટ પ્રોડક્ટ્સમાંથી મળે છે. આ કારણે શાકાહારી વ્યક્તિને મળવુ મુશ્કેલ હોય છે. તેની કમીથી થાક, કમજોરી, સંતુલન સંબંધિત સમસ્યાઓ, હાથ-પગમાં સોજો, ડિપ્રેશન, ભુલવાના લક્ષણો જોવા મળે છે. તે માછલી, મીટ, ઇંડા અને ડેરી ઉત્પાદનો સહિત પશુ ઉત્પાદનોમાંથી મળી આવે છે. વિટામીન બી12ના વેજિટેરિયન સોર્સ ઓછા છે. યોગર્ટ, લો ફેટ મિલ્ક, ચીઝ વગેરેમાંથી આ વિટામીન મળે છે.
આ પણ વાંચોઃ જો તમારે પણ છે એકનું એક બાળક, તો ઉછેર માટે ખાસ ધ્યાન રાખો આ બાબતો