ટ્રેન્ડિંગસ્પોર્ટસ

આખરે ઇરફાન પઠાણને તેની પત્નીનો ચહેરો દુનિયાને બતાવ્યો, સુંદરતામાં બોલિવૂડની અભિનેત્રીઓને પણ આપે છે ટક્કર

Text To Speech

અમદાવાદ, 04 ફેબ્રુઆરી: ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર અને વર્તમાન કોમેન્ટેટર ઈરફાન પઠાણે 8મી લગ્નની વર્ષગાંઠ પર ચાહકોને તેની પત્નીનો ચહેરો બતાવ્યો છે. પઠાણના લગ્ન 2016માં થયા હતા, તે પહેલા પણ ઘણી વખત તેની પત્ની સાથેની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી ચૂક્યો છે, પરંતુ ચાહકોને તેનો ચહેરો જોવા મળ્યો નથી. ક્યારેક તે બુરખામાં જોવા મળતી હતી તો ક્યારેક મોં પર હાથ રાખીને. પરંતુ આ વખતે ચાહકોને તેની સુંદરતા જોવા મળી. ઈરફાન પઠાણની પત્નીનું નામ સફા બેગ છે અને તેમને બે પુત્રો છે, ઈમરાન અને સુલેમાન.

ભારતીય ટીમના ભૂતપૂર્વ ઓલરાઉન્ડર ઈરફાન પઠાણની 3જી ફેબ્રુઆરીએ તેની આઠમી લગ્નની વર્ષગાંઠ હતી. આ અવસર પર પઠાણે પહેલીવાર સોશિયલ મીડિયા પર તેની પત્ની સફા બેગનો ચહેરો જાહેર કર્યો. પોસ્ટમાં તેણે અભિનંદન આપવાની સાથે, સફા બેગની સુંદરતાના વખાણ પણ કર્યા છે. પઠાણની પત્નીની સુંદરતાના ચાહકો દિવાના થઈ ગયા છે. ઉલ્લેખનીય છે કે સફા બેગ વ્યવસાયે મોડલ હતી, પરંતુ તેણે ઈરફાન પઠાણ સાથે લગ્ન કર્યા બાદ મોડલિંગ છોડી દીધું હતું.

પત્ની માટે લખ્યો ખાસ સંદેશ

પઠાણે લખ્યું, એક જ આત્મા દ્વારા અનંત ભૂમિકાઓ ભજવવામાં આવે છે – મૂડ બૂસ્ટર, કોમેડિયન, ટ્રબલ-શૂટર અને મારા બાળકોના સતત સાથી, મિત્ર અને માતા. આ સુંદર પ્રવાસમાં, હું તમને મારી પત્ની તરીકે વહાલ કરું છું. હેપી 8 મી વર્ષગાંઠ માય લવ. સાથે લવ ઇમોજી શેર કર્યું.

ભારતીય ક્રિકેટમાં મહત્વનું યોગદાન આપ્યું છે

ટીમ ઈન્ડિયા માટે શાનદાર કારકિર્દી બાદ ઈરફાન પઠાણ(Irfan pathan) ક્રિકેટ કોમેન્ટ્રીમાં મહત્વની ભૂમિકા ભજવી રહ્યો છે. પાકિસ્તાન સામે 2007 T20 વર્લ્ડ કપ ફાઇનલમાં તેના શાનદાર પ્રદર્શન માટે ઓલરાઉન્ડરને પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ આપવામાં આવ્યો હતો.

આ પણ વાંચોઃ વડોદરાની એમ. એસ. યુનિવર્સિટીનો ૭૨મો પદવિદાન સમારંભ યોજાયો

Back to top button