હવે પ્રાથમિક શાળાઓમાં નહી ચાલે શિક્ષકોની અનિયમિતતા, શિક્ષણ વિભાગે આપ્યો મોટો આદેશ
નવું શૈક્ષણિક વર્ષ શરુ થતા પહેલા જ શિક્ષણ વિભાગમાં મોટા ફેરફાર કરવામાં આવી રહ્યા છે. તેમજ વિદ્યાર્થીઓના શિક્ષણને ધ્યાને રાખીને મોટા આદેશ આપવામા આવી રહ્યા છે. ત્યારે હવે પ્રાથમિક શાળાઓમાં મોડા આવતા શિક્ષકો પર પણ એક્શન લેવામાં આવશે. ગાંધીનગર પ્રાથમિક શિક્ષણના નિયામકે રાજ્યની તમામ શાળાઓને આદેશ આપ્યો છે. પ્રાથમિક શાળામાં શિક્ષકોની અનિયમિતતા હવે નહી ચલાવી લેવાય. પ્રાથમિક શિક્ષણના નિયામકે શાળાઓમાં અનિયમિતતા, ગેરવર્તન કરનારા શિક્ષકોની માહિતી મંગાવી છે. તેમજ અનિયમિત રહેનારા શિક્ષકોને આપેલ નોટીસ અંગે ખુલાસો આપ્યો છે કે નહી તે અંગે પણ માહિતી માંગી છે.
હવે પ્રાથમિક શાળાઓમાં શિક્ષકોની અનિયમિતતા નહી ચાલે
પ્રાથમિક શાળામાં અનિયમિત રહેનારા શિક્ષકો પર પ્રાથમિક શિક્ષણના નિયામકે લાંલ આંખ કરી છે.અને અમિયમિત રહેવા અંગે શાળા તરફથી આપેલ નોટીસ અંગે પણ ખુલાસો આપ્યો છે કે નહી તે અંગે પણ માહીતી માંગવામા આવી છે. રાજ્યભરની સરકારી અને ગ્રાન્ટેડ પ્રાથમિક શાળાઓ પાસેથી અનિયમિતતા, ગેરવર્તન કરનારા શિક્ષકોની માહિતી મંગાવામાં આવી છે.
આવતી કાલ સુધીમાં આચાર્યોને આપવી પડશે માહીતી
રાજ્યની તમામ પ્રાથમિક શાળાના આચાર્યોને આવતા કાલે બપોરે 1 વાગ્યા સુધીમાં તેમની શાળામાં અનિયમિતતા, ગેરવર્તન કરનારા શિક્ષકો અંગે માહીતી આપવાની રહેશે. અને આ માહીતીને આધારે શાળામાં અનિયમિત, ગેરવર્તન કે બેદરકારી દાખવનાર શિક્ષકો સામે એક્શન લેવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે અગાઉ અનેક વખત સરકારી શાળાઓમાં શિક્ષકોની અનિયમિતા, ગેરવર્તન કે બેદરકારીની ઘટનાઓ સામે આવી છે. જેના કારણે વિદ્યાર્થીઓના અભ્યાસ પર માંઠી અસર પણ પડતી હોય છે. ત્યારે હવે પ્રાથમિક શાળાઓમાં શિક્ષકોની અનિયમિત, ગેરવર્તન બાબતે પ્રાથમિક શિક્ષણના નિયામકે લાંલ આંખ કરી છે.
આ પણ વાંચો : લોકસાહિત્યકાર દેવાયત ખવડને જામીન આપવા અંગે લેવાશે નિર્ણય, આજે કોર્ટમાં સુનાવણી