- ગેરરીતિ ન થાય તે માટે રાજ્ય સરકાર પ્રયત્નશીલ છે
- એક હોસ્પિટલને બ્લેક લિસ્ટ કરવામાં આવી છે
- આ ટોલ ફ્રી નંબર 1800 233 1022 પર ફરિયાદ થશે
ગુજરાતમાં સરકારની સ્વાસ્થ્ય સંબંધિત યોજનામાં ગેરરીતિ થઇ રહી છે. જેમાં અમદાવાદની 832 હોસ્પિટલોની તપાસ થઇ છે. તેમજ 9 સસ્પેન્ડ, એક બ્લેકલિસ્ટ કરવામાં આવી છે. આયુષ્યમાનમાં ગેરરીતિ ન થાય તે માટે સરકાર સક્રિય છે. તેમજ એન્ટી ફ્રોડ યુનિટની હોસ્પિટલોની તપાસ કરવામાં આવી છે.
આ પણ વાંચો: ગુજરાતમાં પ્રદૂષણ વધ્યું, મોટા ભાગની નદીઓ-તળાવોનું પાણી ખરાબ
એક હોસ્પિટલને બ્લેક લિસ્ટ કરવામાં આવી
આયુષ્યમાન ભારત-પીએમજેએવાય – મા યોજનામાં સારવાર મળી રહે અને ગેરરીતિ ન થાય તે માટે રાજ્ય સરકાર પ્રયત્નશીલ છે, સ્ટેટ એન્ટી ફ્રોડ યુનિટ દ્વારા પોલિસી વર્ષ 7 અને 8 દરમિયાન 832 હોસ્પિટલોની તપાસ કરવામાં આવી હતી, આ તપાસ દરમિયાન 9 હોસ્પિટલોને સસ્પેન્ડ, એક હોસ્પિટલને ડિ-એમ્પેનલ અને એક હોસ્પિટલને બ્લેક લિસ્ટ કરવામાં આવી છે, અંદાજિત બે કરોડથી વધુનો દંડ કરાયો છે.
આ પણ વાંચો: અમદાવાદ શહેરી વિકાસ સત્તામંડળની નવી 22 માળની ઓફિસ આ વિસ્તારમાં બનશે
ફરિયાદ કરવી હોય તો તેઓ ટોલ ફ્રી નંબર 1800 233 1022 પર સંપર્ક કરી શકે છે
પીએમજેએવાયના અધિકારીએ જણાવ્યું છે કે, આ યોજનામાં 10 લાખનું વિના મૂલ્યે આરોગ્ય કવચ પૂરું પડાય છે. દરેક સભ્યને વ્યક્તિગત આયુષ્યમાન કાર્ડ અપાય છે, જેની મદદથી ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ, હૃદયની સારવાર, કેન્સર જેવી બીમારીઓમાં પસંદગીની ખાનગી તેમજ સરકારી હોસ્પિટલમાં વિના મૂલ્યે સારવાર મળી શકે છે. હાલમાં 1711 સરકારી, 789 ખાનગી, 18 કેન્દ્રની એમ કુલ 2518 હોસ્પિટલ સંલગ્ન છે. જેમાં અંદાજે રોજ 4039 પ્રિ-ઓથ કેસ સારવાર માટે મૂકવામાં આવે છે. આ યોજનાની અમલવારીમાં ગેરરીતિ ન થાય તે માટે સ્ટેટ એન્ટી ફ્રોડ યુનિટની રચના કરાઈ છે, આ યુનિટ હોસ્પિટલોનું સતત મોનિટરિંગ કરે છે. લાભાર્થીઓને આ યોજના અંગે કોઈ માહિતી મેળવવી હોય કે ફરિયાદ કરવી હોય તો તેઓ ટોલ ફ્રી નંબર 1800 233 1022 પર સંપર્ક કરી શકે છે.