IPL 2025ટોપ ન્યૂઝટ્રેન્ડિંગસ્પોર્ટસ

ઈરફાન પઠાણ પર લાગ્યો ગંભીર આરોપ, IPL કમેન્ટ્રી પેનલમાંથી બહાર થયા, જાણો શું છે તેની પાછળનાં કારણો

નવી દિલ્હી, 22 માર્ચ 2025: ક્રિકેટમાં ખેલાડીઓ સાથે સાથે કમેંટેટર્સ પણ પોતાની કમેંટ્રી દ્વારા મેચનો રોમાંચ વધારી દેતા હોય છે. આઈપીએલ 2025 માટે પણ એક મોટી કમેંટ્રી પેનલની જાહેરાત કરવામાં આવી છે. પણ આ વખતે પૂર્વ ઓલરાઉન્ડર ઈરફાન પઠાણ કમેંટ્રી પેનલમાં નથી. તે છેલ્લા કેટલાય વર્ષોથી કમેંટેટર તરીકે દરેક મોટી ક્રિકેટ ઈવેન્ટમાં દેખાય છે. પણ આ વખતે લિસ્ટમાં તેમનું નામ ન દેખાતા સૌ કોઈ ચોંકી ગયા હતા. તમામના મનમાં એક જ સવાલ છે કે આ વખતે ઈરફાન પાઠણ આઈપીએલમાં કમેન્ટ્રી કેમ નથી કરવાનો? તેના પર હવે એક ચોંકાવનારી ખબર સામે આવી છે.

કમેટ્રી પેનલનો ભાગ કેમ ન બન્યો ઈરફાન પઠાણ?

મીડિયા રિપોર્ટ્સમાં જણાવ્યા અનુસાર, અમુક ભારતીય ખેલાડીઓ વિરુદ્ધ બોલવાના કારણે ઈરફાન પઠાણને કમેન્ટ્રી પેનલમાંથી બહાર રાખવામાં આવ્યા છે. અમુક ખેલાડીઓએ પઠાણીની કમેન્ટ્રીને લઈને ફરિયાદ કરી હતી. આ ખેલાડીઓએ આરોપ લગાવ્યો હતો કે, ઈરફાન તેમના પર વ્યક્તિગત ટિપ્પણી કરી રહ્યો છે. માનવામાં આવે છે કે બોર્ડર ગાવસ્કર ટ્રોફી દરમ્યાન ઈરફાન પઠાણે અમુક ખેલાડીઓને લઈને જે વાત કરી હતી, તેનાથી આ બધું થયું છે. તો વળી એવો પણ દાવો છે કે, બોર્ડર ગાવસ્કર ટ્રોફીમાં તેની કોમેન્ટ્રી બાદ એ ખેલાડીએ તેમને ફોન પર બ્લોક પર કરી દીધો હતો.

ઈરફાન પઠાણ અમુક ખેલાડીઓ વિરુદ્ધ વ્યક્તિગત એજન્ડા અંતર્ગત બોલી રહ્યા હતા. જે સિસ્ટમને જરાં પણ પસંદ નથી પડ્યું. આ ઉપરાંત તેમને એટિટ્યૂડ પણ એક મોટું કારણ માનવામાં આવી રહ્યું છે. આ જ કારણે બીસીસીઆઈ તેમનાથી નારાજ છે. અહીં ઉલ્લેખનિય છે કે, આ પહેલી વાર નથી, આ અગાઉ સંજય માંજરેકરને પણ ખેલાડીઓની ફરિયાદ બાદ કમેન્ટ્રી પેનલમાંથી હટાવી દેવામાં આવ્યા હતા. તેઓ થોડા વર્ષો સુધી કમેન્ટ્રી પેનલમાંથી બહાર રહ્યા હતા. જો કે બાદમાં તેમની વાપસી થઈ ગઈ હતી.

IPL 2025 માટે કોમેન્ટેટર્સની યાદી

નેશનલ ફીડ કોમેન્ટેટર્સ- આકાશ ચોપરા, સંજય માંજરેકર, માઈકલ ક્લાર્ક, સુનીલ ગાવસ્કર, નવજોત સિંહ સિદ્ધુ, મેથ્યુ હેડન, માર્ક બાઉચર, શિખર ધવન, હરભજન સિંહ, અનિલ કુંબલે, સુરેશ રૈના, આરપી સિંહ, શેન વોટસન, સંજય બાંગર, વરુણ એરોન, પ્રજ્ઞાન ઓઝા, અજય જાડેજા, વીરેન્દ્ર સેહવાગ, કેન વિલિયમસન, એબી ડી વિલિયર્સ, એરોન ફિન્ચ, રોબિન ઉથપ્પા, અંબાતી રાયડુ, મોહમ્મદ કૈફ, પીયૂષ ચાવલા.

વર્લ્ડ ફીડ કોમેન્ટેટર્સ- ઇયોન મોર્ગન, શેન વોટસન, માઇકલ ક્લાર્ક, ગ્રીમ સ્મિથ, હર્ષ ભોગલે, નિક નાઈટ, ડેની મોરિસન, ઇયાન બિશપ, એલન વિલ્કિન્સ, ડેરેન ગંગા, નતાલી જર્મનોસ, રવિ શાસ્ત્રી, સુનીલ ગાવસ્કર, મેથ્યુ હેડન, દીપ દાસગુપ્તા, એરોન ફિન્ચ, વરુણ એરોન, સિમોન ડૌલ, પોમી મ્બાંગવા, અંજુમ ચોપરા, કેટી માર્ટિન, ડબલ્યુવી રમન અને મુરલી કાર્તિક.

આ પણ વાંચો: IPL 2025: આઈપીએલની પ્રથમ મેચમાં કેવું રહેશે કોલકાતાનું હવામાન? ગઈ કાલે જ પડ્યો હતો વરસાદ

Back to top button