ઈરફાન પઠાણે શાહબાઝ શરીફના ટ્વીટનો આપ્યો જબરદસ્ત જવાબ
T20 વર્લ્ડ કપની સેમીફાઈનલમાં ભારતીય ટીમને ઈંગ્લેન્ડ સામે 10 વિકેટથી હારનો સામનો કરવો પડ્યો હતો. આ મેચમાં પ્રથમ બેટિંગ કરતા ટીમ ઈન્ડિયાએ ઈંગ્લેન્ડને 169 રનનો ટાર્ગેટ આપ્યો હતો. રનનો પીછો કરવા ઉતરેલી ઈંગ્લેન્ડે 16 ઓવરમાં 170 રન બનાવીને મેચ જીતી લીધી હતી. આ મેચમાં ભારતીય ટીમની હાર બાદ પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફે ભારતીય ટીમની મજાક ઉડાવતા એક ટ્વિટ કર્યું હતું.
So, this Sunday, it’s:
152/0 vs 170/0
???????? ???????? #T20WorldCup
— Shehbaz Sharif (@CMShehbaz) November 10, 2022
ભારતીય ટીમની હાર બાદ શાહબાઝ શરીફે ટ્વિટ કર્યું, “રવિવારે 152/0 vs 170/0 મેચ.” આ ટ્વિટ બાદ શાહબાઝ શરીફ ચર્ચામાં આવ્યા હતા. તેમણે ભારતીય ટીમને યાદ અપાવ્યું કે તે બે વખત 10 વિકેટથી હારી ચૂકી છે. આમાં ઈંગ્લેન્ડ ઉપરાંત પાકિસ્તાન પણ સામેલ છે.
ઈરફાન પઠાણે જડબાતોડ જવાબ આપ્યો
પૂર્વ ભારતીય ક્રિકેટર ઈરફાન પઠાણે શાહબાઝ શરીફના આ ટ્વિટનો જવાબ આપતા લખ્યું કે, તમારા અને અમારામાં આ જ ફરક છે. અમે તમારી ખુશીથી ખુશ છીએ અને તમે બીજાની મુશ્કેલીઓથી. તેથી તમારા પોતાના દેશને સુધારવા પર ધ્યાન કેન્દ્રિત કરો. ઈરફાન પઠાણનું આ ટ્વિટ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થયું હતું. લોકોને ઈરફાનનો આ જવાબ ઘણો પસંદ આવ્યો. ભારતીય ચાહકો ઈરફાનના આ ટ્વિટના વખાણ કરી રહ્યા છે.
પાકિસ્તાનના વડાપ્રધાનના આ ટ્વિટ અંગે બાબર આઝમને પણ સવાલ કરવામાં આવ્યા હતા. તેના જવાબમાં બાબરે કહ્યું કે મને આ વિશે કંઈ ખબર નથી કારણ કે મેં આવી કોઈ ટ્વીટ જોઈ નથી. બાબરનું ધ્યાન અત્યારે ફાઈનલ પર છે.
તમને જણાવી દઈએ કે T20 વર્લ્ડ કપની ફાઈનલ મેચ ઈંગ્લેન્ડ અને પાકિસ્તાન વચ્ચે 13 નવેમ્બર, રવિવારે મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ પર રમાશે. આ ફાઈનલ મેચ માટે પહેલા પાકિસ્તાને સેમીફાઈનલમાં ન્યુઝીલેન્ડને હરાવ્યું હતું, ત્યારબાદ ઈંગ્લેન્ડે ભારતીય ટીમને હરાવ્યું હતું.