T-20 વર્લ્ડ કપT20 વર્લ્ડકપવિશેષસ્પોર્ટસ

‘અમારી પાસે પ્લાન તૈયાર છે’ – આજની મેચ અગાઉ આયરલેન્ડના કોચની ટીમ ઈન્ડિયાને ચેતવણી

Text To Speech

5 જૂન, ન્યૂયોર્ક: આજે ન્યૂયોર્કના નાસાઉ કાઉન્ટી ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં ટીમ ઇન્ડિયા આ વખતના T20 W6rld Cupની પોતાની પ્રથમ મેચ રમવા જઈ રહ્યું છે. આ મેચ અંગે સમગ્ર ટીમ અને ટીમના સમર્થકો ઉત્સાહમાં છે, પરંતુ મેચ અગાઉ આયરલેન્ડના કોચની ટીમ ઈન્ડિયાને ચેતવણી સામે આવી છે.

આયરલેન્ડ પણ આજે જ પોતાના વર્લ્ડ કપના શ્રીગણેશ કરવાનું છે. મેચ અગાઉની પ્રેસ કોન્ફરન્સમાં આયરલેન્ડના કોચ ગેરી વિલ્સને કહ્યું હતું કે, ‘અમારી પાસે ટીમ ઇન્ડિયાના દરેક ખેલાડી વિશે યોજના તૈયાર છે. વિલ્સને બાદમાં ઉમેર્યું હતું કે અમે બહુ ધ્યાનપૂર્વક તેમજ ચીવટથી ભારતીય ટીમના દરેક ખેલાડીઓની નબળાઈઓ અંગે વિશ્લેષણ કર્યું છે અને ત્યારબાદ અમે તે યોજના બનાવી છે.’

‘હા, આ એક એવી ટીમ છે (ટીમ ઇન્ડિયા) જેના વિશે અમને ઘણુંબધું જ્ઞાન છે. અમારી પાસે તેમાં વિશે ઘણો બધો ડેટા છે. તેઓ વિશ્વના ખૂણેખૂણે જઈને ક્રિકેટ રમ્યા છે. તેઓ સારા ખેલાડીઓ છે, બસ એટલુંજ. પરંતુ અમારી પાસે પણ ઘણા ટેલેન્ટેડ ખેલાડીઓ છે અને મને લાગે છે કે આ મેચમાં જે કોઇપણ ટીમ સારું ક્રિકેટ રમશે તે જીતશે.’

ગેરી વિલ્સન આગળ કહે છે કે, ‘અમારી પાસે દરેક ખેલાડી માટે અલગ અલગ યોજનાઓ છે, અને અમારી યોજના અત્યંત ચીવટભરી છે. જેમ મેં અગાઉ કહ્યું તેમ અમારી પાસે ભારતીયો કેવી રીતે રમે છે તેનો ખૂબ મોટો ડેટા ઉપલબ્ધ છે.’

આયરલેન્ડના કોચની ટીમ ઈન્ડિયાને ચેતવણી એવા સમયે આવી છે જ્યારે આ જ મેદાન પર શ્રીલંકા અને સાઉથ આફ્રિકા વચ્ચેની મેચ લો-સ્કોરિંગ રહી હતી. આ મેદાન પરની પીચ અને આઉટફિલ્ડ અંગે ઘણી ટીકાઓ પણ થઇ ચૂકી છે. પીચ પણ બે પ્રકારના બાઉન્સ જોવા મળે છે જ્યારે આઉટફિલ્ડ અત્યંત ધીમી છે.

આથી શ્રીલંકા અને સાઉથ આફ્રિકા બંને ટીમના બેટ્સમેનોને રન્સ બનાવવામાં ખૂબ તકલીફ પડી હતી. ભૂતપૂર્વ ક્રિકેટરો આ પીચ અને આઉટફિલ્ડની કડક શબ્દોમાં ટીકા કરી ચૂક્યા છે. આવામાં આયરલેન્ડની ટીમ પાસે આ એડવાન્ટેજ રહી શકે છે કે ટીમ ઇન્ડિયા આ પ્રકારની પીચો ઉપર રમવાથી ટેવાયેલી નથી.

અત્રે એ પણ નોંધનીય છે કે આ જ મેદાન અને આ જ પીચ પર ભારત અને પાકિસ્તાન વચ્ચે 9મી જૂને આ વર્લ્ડ કપનો મહામુકાબલો થવા જઈ રહ્યો છે જેથી પીચનું મહત્વ અનેકગણું વધી જાય છે.

Back to top button