T-20 વર્લ્ડ કપસ્પોર્ટસ

આજે T20 વર્લ્ડ કપના ચોથા દિવસે આયર્લેન્ડે સ્કોટલેન્ડને 6 વિકેટે હરાવ્યું, જ્યારે વર્લ્ડ કપમાં વેસ્ટ ઈન્ડિઝની પ્રથમ જીત

Text To Speech

T20 વર્લ્ડ કપ ક્વોલિફાયર રાઉન્ડ ચાલુ છે, જેમાં આજે પ્રથમ મેચમાં આયર્લેન્ડે સ્કોટલેન્ડને 6 વિકેટે હરાવ્યું હતું. આયર્લેન્ડનાં કર્ટિસ કેમ્પર અને જ્યોર્જ ડોકરેલ વચ્ચેની અણનમ 99 રનની મહત્વની ભાગીદારી થઈ હતી. આ જીત સાથે આયર્લેન્ડે સુપર-12માં પ્રવેશવાની આશા જીવંત રાખી છે. ટીમને 21 ઓક્ટોબરે વેસ્ટ ઈન્ડિઝ સામે મેચ રમવાની છે. બંનેએ એક-એક મેચ ગુમાવી છે. જેથી હવે ક્વોલિફાયર રાઉન્ડની સ્થિતિ વધુ રોમાંચક બનવાની છે.

આ પણ વાંચો : વરસાદના કારણે ભારત- ન્યૂઝીલેન્ડની વોર્મ-અપ મેચ રદ્દ : હવે પાકિસ્તાન સામેની મેચમાં વરસાદનો ખતરો

World Cup Day 4 - Hum Dekhenge News

આયર્લેન્ડે સ્કોટલેન્ડને 6 વિકેટે હરાવ્યું

આજે હોબાર્ટમાં, સ્કોટલેન્ડે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરી અને 5 વિકેટનાં નુકશાને 174 રનનો લક્ષ આપ્યો હતો. તેના માટે માઈકલ જોન્સે 6 ચોગ્ગા અને 4 છગ્ગા સાથે અડધી સદીની ઇનિંગ રમી હતી. તેણે 156.36ની સ્ટ્રાઈક રેટથી 86 રન બનાવ્યા. કેપ્ટન રિચી બેરિંગ્ટનના બેટમાંથી 37 રન આવ્યા હતા. જ્યારે મેથ્યુ ક્રોસે 28 રન ઉમેર્યા હતા. કર્ટિસ કેમ્પરે બે વિકેટ લીધી હતી. માર્ક એડેર અને જોશુઆ લિટલને એક-એક વિકેટ મળી હતી. આયર્લેન્ડે 177 રનનો ટાર્ગેટ 6 બોલમાં ચાર વિકેટે મેળવી લીધો હતો. તેના માટે કર્ટિસ કેમ્પરે 72 અને જ્યોર્જ ડોકરેલે 39 રન બનાવ્યા હતા. સ્કોટલેન્ડ તરફથી વોટ, વ્હીલ અને શરીફે 1-1 વિકેટ લીધી હતી.

T20 ઈતિહાસના 60000 રન પૂરા થયા

આજે T20 ઈતિહાસના 60 હજાર રન પૂરા થયાં હતા. જ્યારે આયરિશે ઈનિંગ્સની 5મી ઓવરના પહેલા બોલ પર ચોગ્ગો ફટકાર્યો હતો,ત્યારે  T20 ઈતિહાસના 60 હજાર રન પૂરા થઈ ગયા. 60000મો રન ટકરના બેટમાંથી આવ્યો હતો.

World Cup Day 4 - Hum Dekhenge News

વર્લ્ડ કપમાં વેસ્ટ ઈન્ડિઝની પ્રથમ જીતઃ ઝિમ્બાબ્વેને 31 રનથી હરાવ્યું

સ્કોટલેન્ડ સામે પ્રથમ મેચ હાર્યા બાદ વેસ્ટ ઈન્ડિઝની ટીમે જોરદાર વાપસી કરી છે. વર્લ્ડ કપની 8મી મેચમાં વેસ્ટ ઈન્ડિઝે ઝિમ્બાબ્વેને 31 રને હરાવ્યું છે. આ મેચમાં વેસ્ટ ઈન્ડિઝે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા ઝિમ્બાબ્વે સામે 154 રનનો ટાર્ગેટ આપ્યો હતો. વેસ્ટ ઈન્ડિઝ તરફથી જોનસન ચાર્લ્સે 45, રોવમેન પોવેલે 28 અને અકીલ હોસેને 23 રન બનાવ્યા હતા. ઝિમ્બાબ્વે તરફથી સિકંદર રઝાએ 3 વિકેટ ઝડપી હતી. આ સાથે જ બ્લેસિંગ મુજરબાનીને 2 અને સીન વિલિયમ્સને 1 વિકેટ મળી હતી. જવાબમાં ઝિમ્બાબ્વેની ટીમ 18.2 ઓવરમાં 122 રન બનાવીને ઓલઆઉટ થઈ ગઈ હતી. વેસ્ટ ઈન્ડિઝ તરફથી અલઝારી જોસેફે 16 રનમાં 4 વિકેટ લીધી હતી.

વેસ્ટ ઈન્ડિઝ હારશે તો ટુર્નામેન્ટમાંથી બહાર થઈ જશે

છેલ્લી મેચમાં વેસ્ટ ઈન્ડિઝને સ્કોટલેન્ડ સામે હારનો સામનો કરવો પડ્યો હતો. વેસ્ટ ઈન્ડિઝે તેની છેલ્લી લીગ મેચ 21 ઓક્ટોબરે આયર્લેન્ડ સામે રમવાની છે. બંનેએ એક-એક મેચ ગુમાવી છે. વેસ્ટ ઈન્ડિઝ માટે ગ્રુપ બીની છેલ્લી મેચ જીતવી જરૂરી છે. જો તે મેચ હારી જશે તો તે આ ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ જશે.

Back to top button