ઇરેડા ચાલુ નાણાંકીય વર્ષમાં QIP દ્વારા 2,500થી 3000 કરોડ એકત્રિત કરશે

મુંબઇ, 22 જુલાઇ, 2025: જાહેર ક્ષેત્રની ભારતીય રિન્યુએબલ એનર્જી ડેવલપમેન્ટ એજન્સી લિમિટેડ (IREDA) ચાલુ નાણાકીય વર્ષમાં ક્વોલિફાઇડ ઇન્સ્ટિટ્યૂશનલ પ્લેસમેન્ટ દ્વારા રૂ. 2,500-3,000 કરોડ એકત્ર કરવાની યોજના બનાવી રહી છે. કંપનીના એક ટોચના અધિકારીએ સોમવારે આ માહિતી આપી હતી.
IREDAના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર પ્રદીપ કુમાર દાસે પત્રકારોને જણાવ્યું હતું કે ડિસેમ્બર 2023માં પ્રારંભિક જાહેર ઓફર પછી, સરકારનો હિસ્સો 3.76 ટકા ઘટાડવાની યોજના છે.
IREDAએ ગયા મહિને ક્વોલિફાઇડ ઇન્સ્ટિટ્યૂશનલ પ્લેસમેન્ટ (QIP) દ્વારા રૂ. 2,005 કરોડ એકત્ર કર્યા હતા. તે સમયે સરકારે IREDAમાં 3.24 ટકા હિસ્સો વેચી દીધો હતો.
દાસે કહ્યું, ‘અમે ચાલુ નાણાકીય વર્ષમાં બીજા તબક્કામાં રૂ. 2,500-3,000 કરોડ એકત્ર કરવાની યોજના બનાવી રહ્યા છીએ.’આ પગલાંથી કંપનીની ઋણ ક્ષમતામાં રૂ. 30,000 કરોડનો વધારો થશે.
IREDAએ એમ પણ કહ્યું કે કટોકટીગ્રસ્ત ગેન્સોલ એન્જિનિયરિંગમાં તેનું રૂ. 700 કરોડનું રોકાણ હતું, જેમાંથી રૂ. 100 કરોડથી વધુની રકમ બેંક ગેરંટી રોકડ કરવા અને FD રકમ ઉપાડવા જેવા વિવિધ માધ્યમો દ્વારા વસૂલ કરવામાં આવી છે.
આ પણ વાંચોઃ આવકની વ્યાખ્યા બદલાશે! હવે ક્રિપ્ટો કરન્સીના મૂલ્યને ગણતરીમાં લેવાશે











