ટ્રાવેલયુટિલીટી

ગુજરાતના શ્રેષ્ઠ સ્થાનોની IRCTC કરાવશે ડિલક્સ મુસાફરી, કેવી રીતે કરશો બુકિંગ ?

Text To Speech

ભારતીય રેલવે દ્વારા ભારત ગૌરવ ડિલક્સ એસી ટુરિસ્ટ ટ્રેન શરૂ કરવાની યોજના બનાવી છે. જેમાં ગુજરાતના વિવિધ સ્થળો પર યાત્રા માટે 28 ફેબ્રુઆરીએ દિલ્હી સફદરજંગ સ્ટેશનથી શરૂ થશે. આ ટ્રેન પ્રવાસ સરકારની એક ભારત શ્રેષ્ઠ ભારત યોજના હેઠળ તૈયાર કરવામાં આવ્યો છે.

સરદાર વલ્લભભાઈ પટેલના જીવન પર આધારિત ભારત સરકારની IRCTC દ્વારા ‘એક ભારત શ્રેષ્ઠ ભારત’ યોજના હેઠળ ભારતના વાઇબ્રન્ટ ગુજરાતના વારસાને પ્રદર્શિત કરવા માટે બનાવવામાં આવેલ છે. ફર્સ્ટ એસી અને સેકન્ડ એસી ક્લાસ સાથેની અત્યાધુનિક ભારત ગૌરવી ડીલક્સ એસી ટૂરીસ્ટ ટ્રેન 8 દિવસ માટે તમામ પ્રવાસ માટે ચલાવવામાં આવશે અને 3500 કિલોમીટરનું અંતર કાપશે.

ડીલક્સ AC ટૂરિસ્ટ ટ્રેન

રેલ યાત્રાના આ પેકેજનું પ્રથમ સ્ટોપેજ કેવડિયા ખાતે રાખવામાં આવ્યું છે, જ્યાં સ્ટેચ્યુ ઓફ યુનિટી આકર્ષણનું કેન્દ્ર બનશે. પ્રવાસી ટ્રેનમાં 4 ફર્સ્ટ એસી કોચ, 2 સેકન્ડ એસી કોચ, એક સુસજ્જ પેન્ટ્રી કાર અને બે રેલ રેસ્ટોરન્ટનો સમાવેશ થાય છે. જેમાં એક સાથે 156 પ્રવાસીઓ માટે બેઠક વ્યવસ્થા કરવામાં આવી છે. ગુજરાતના મુખ્ય યાત્રાધામો અને હેરિટેજ સ્થળો એટલે કે સ્ટેચ્યુ ઓફ યુનિટી, ચાંપાનેર, સોમનાથ, દ્વારકા, નાગેશ્વર, બેટ દ્વારકા, અમદાવાદ, મોઢેરા અને પાટણ પ્રવાસના મુખ્ય આકર્ષણો હશે.

આ પણ વાંચો : ભારતનું સૌથી મોટું સ્મારક અને મ્યુઝિયમ સ્મૃતિવન: 4 મહિનામાં આવ્યા આટલા લાખ મુલાકાતીઓ

પહેલા ભારત દર્શનના નામથી ચાલતી હતી ટ્રેન

અગાઉ આવી જ ટ્રેન ભારત દર્શન ટ્રેનના નામથી ચાલતી હતી. તેનું ભાડું સ્લીપર ક્લાસમાં પેસેન્જર માટે 900 રૂપિયા પ્રતિ દિવસ અને થર્ડ-એસીમાં 1500 રૂપિયા પ્રતિ દિવસ હતું. પરંતુ આ ટ્રેન એપ્રિલ 2022માં બંધ કરી દેવામાં આવી હતી. આ ટ્રેને જાન્યુઆરીથી માર્ચ 2022 સુધીમાં 16 ટ્રીપ પૂરી કરી હતી અને લગભગ 13.15 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. વધુ વિગતો માટે તમે IRCTC વેબસાઇટની મુલાકાત લઈ શકો છો: https://www.irctctourism.com અને વેબ પોર્ટલ પર બુકિંગ પહેલા આવો પહેલા સેવાના ધોરણે ઑનલાઇન ઉપલબ્ધ છે.

આ પણ વાંચો : જંત્રી એટલે શું અને કેવી રીતે તેના ભાવ નક્કી થાય છે ? જાણો સમગ્ર પ્રક્રિયા

Back to top button