ટ્રાવેલ

IRCTC નજીવી કિંમતે વૈષ્ણોદેવીની યાત્રા કરાવશે

Text To Speech

જો તમે પણ વૈષ્ણવદેવીના દર્શનની યોજના બનાવી રહ્યા છો તો આઈઆરટીસી લાવ્યું છે તમારા માટે જબરદસ્ત ટુર પેકેજ. હવે તમારે ટીકીટ, હોટલમાં રહેવાની કે ખાવાની ચિંતા કરવાની જરુર નથી. આ બધી વ્યવસ્થા તમને આઈઆરટીસી કરી આપશે. સૌથી ખાસ વાત એ છે કે આ ટુર પેકેજની કિંમત ખુબ ઓછી છે. કોઈપણ ચિંતા વગર વૈષ્ણો દેવીના દર્શન આઈઆરટીસી તમને માત્ર 2845 રૂપિયામાં કરાવી રહ્યું છે. આ પેકેજ તમે ઘરે બેઠા મોબાઈલ કે લેપટોપથી બુક કરી શકો છો.

કેવી રીતે ટુર પેકેજ બુક થશે ?

આ ટુર પેકેજ તમે www.irtctourism.com પર જઈ બુક કરાવી શકો છો. જો તમે એક રૃમમાં એકલા રહેવા માંગતા હોવ તો તેના માટે તમારે 5330 રૂપિયા ચુકવવા પડશે. જો તમે ડબલ શેરિંગ રૂમ પસંદ કરો છો તો તમે 3240 રૂપિયામાં આ પેકેજ બુક કરાવી શકો છો. ટ્રિપલ શેરિંગ રૂમવાળા પેકેજની કિંમત 2845 રૂપિયા છે. 5 થી 11 વર્ષની વયના બાળકો માટે બેડ દીઠ 1835 રૂપિયા ચૂકવવા પડશે.

કેવી રીતે પ્રવાસ કરી શકાશે ?

જો તમે આઈઆરટીસીનો વૈષ્ણવ દેવી ટુર પેકેજ પસંદ કરો છો તો તમારી ટ્રેનની ટીકીટ, રોકાવવા અને ખાવાની બધી વ્યવસ્થા આઈઆરટીસી કરશે. તમને ઉત્તર સંપર્ક ક્રાંતિ ટ્રેનની નોન એસી સ્લીપર ક્લાસની ટીકીટ આપવામાં આવશે. તમારી સફર દિલ્લી રેલ્વે સ્ટેશનથી રાતના 8.30 વાગ્યે શરુ થશે. બીજા દિવસે સવારે તમને ટ્રેન જમ્મૂના કટરા સ્ટેશન પર પહોંચાડી દેશે. અહીંથી ચઢાણ પૂર્ણ કરી તમે વૈષ્ણોદેવીના દર્શન કરવા જશો અને પછી બીજા દિવસે સાંજે 6 વાગ્યે તમારી પરત ટ્રેન હશે. આ દરમિયાન તમે આઈઆરટીસીના ગેસ્ટ હાઉસમાં રોકાઈ પણ શકો છો. અહી તમારા નાસ્તા અને ખાવાની વ્યવસ્થા કરવામાં આવશે. સ્ટેશનથી ગેસ્ટ હાઉસ સુધી લઈ જવા અને પાછા લાવવા માટે એક શેરિંગ ગાડી પણ આપવામાં આવશે.

ટુર LTC માન્ય રહેશે

જો તમે સરકારી કર્મચારી છો તો આ બધો ખર્ચ તમે રીફંડ કરાવી શકો છો. લીવ ટ્રાવેલ કમ્પેન્સેશન (એલટીસી) હેઠળ, તમે તમારી ઓફિસમાં આ પ્રવાસ સંબંધિત તમામ બિલો જમા કરીને પૈસા ક્લેમ કરી શકો છો. જો ખાનગી કર્મચારીના એગ્રીમેન્ટમાં આવી કોઈ સુવિધા હોય તો તે પણ તેનો લાભ લઈ શકે છે.

Back to top button