Indian Railway Catering and Tourism Services એટલે કે IRCTC આ રજાઓના દિવસોમાં મુસાફરોને ફરવા માટે ઘણા સારા ટૂર પેકેજો લઈને આવી રહ્યું છે. આ વખતે IRCTC મુસાફરો માટે આંતરરાષ્ટ્રીય ટૂર પેકેજ લઈને આવ્યું છે. આ પેકેજ અંતર્ગત પ્રવાસીઓને થાઈલેન્ડ જવાનો મોકો મળી રહ્યો છે.
આ પણ વાંચો : યુરોપના તે સુંદર દેશો જ્યાં તમે માત્ર 1 લાખ રૂપિયામાં મુલાકાત લઈ શકો છો
થાઈલેન્ડ ખૂબ જ સુંદર દેશ છે. અહીં બેંગકોક અને પટ્ટાયા જેવી ઘણી સુંદર જગ્યાઓ પણ છે. આ કારણોસર, દર વર્ષે વિશ્વભરમાંથી લાખો પ્રવાસીઓ અહીં મુલાકાત લેવા આવે છે. જો તમે પણ થાઈલેન્ડ જવાની યોજના બનાવી રહ્યા છો. આવી સ્થિતિમાં, તમારે IRCTCના આ ટૂર પેકેજને અવગણવુ ન જોઈએ. દેશભરમાં ઘણા લોકો IRCTCના આ થાઈલેન્ડ ટૂર પેકેજનું બુકિંગ કરી રહ્યા છે. આ IRCTCનું ફ્લાઇટ ટૂર પેકેજ છે. જેથી આ પેકેજમાં મુસાફરોને ફ્લાઈટમાં મુસાફરી કરવાનો મોકો મળી રહ્યો છે.
White sandy beaches, bays, revitalizng Thai massage & so much more to explore & experience delightful Thailand. with #IRCTC Air tour package of ₹47,775/- pp* for 6D/5N. For details, visit https://t.co/PuqqJDZ2Qw @AmritMahotsav
— IRCTC (@IRCTCofficial) June 9, 2022
પેકેજમાં કઈ કઈ સુવિધાઓ મળશે ?
IRCTCનું આ ટૂર પેકેજ કુલ 5 રાત્રિ અને 6 દિવસનું છે. આ પેકેજ 9 નવેમ્બર, 2022ના રોજ કોલકાતા ઈન્ટરનેશનલ એરપોર્ટથી શરૂ થઈ રહ્યું છે. ત્યારબાદ આ પેકેજ હેઠળ ડાયરેક્ટ ફ્લાઈટ દ્વારા પણ બેંગકોક લઈ જવામાં આવશે. થાઈલેન્ડ પહોચ્યાં બાદ પ્રવાસીઓને બેંગકોક અને પટાયા જેવા મુખ્ય સ્થળો પર લઈ જવામાં આવશે. આ ટૂર પેકેજ હેઠળ, મુસાફરોને પ્રવાસ દરમિયાન ખાવા-પીવાની ચિંતા કરવાની જરૂર નથી. ખાવા-પીવાથી લઈને રોકાણ સુધીની સંપૂર્ણ વ્યવસ્થાઓ IRCTC દ્વારા જ કરવામાં આવશે. આ સિવાય, મુસાફરોને અન્ય સ્થળોએ ફરવા માટે કેબની સુવિધા પણ મળી રહી છે. ઉપરાંત થાઈલેન્ડની આ ટ્રીપમાં ઈન્શ્યોરન્સની સુવિધા પણ મળશે. ટૂર પેકેજમાં પટ્ટાયા ખાતે કોરલ આઇલેન્ડ ટૂર અને અલ્કાઝર શો, બેંગકોક ખાતે મરીન પાર્ક સાથે સફારી વર્લ્ડ, ગોલ્ડન બુદ્ધ અને માર્બલ બુદ્ધ જેવી લોકપ્રિય સાઇટ્સ સહિત બેંગકોક સિટી ટૂરનો સમાવેશ કરવામાં આવશે. IRCTC દ્વારા સ્થાનિક ટુર ગાઈડ અને પ્રવાસ માર્ગદર્શિકાઓ પણ પ્રદાન કરવામાં આવશે.
કેટલો રહેશે પેકેજનો ખર્ચ ?
આ પેકેજનાં ખર્ચની વાત કરીએ તો જો તમે એકલા મુસાફરી કરવાના છો તો આ કિસ્સામાં, તમારે 49,500 રૂપિયા ખર્ચવા પડશે. ડબલ શેરિંગ ધોરણે વ્યક્તિ દીઠ પેકેજ રૂ. 47,775 થી શરૂ થાય છે. બાળકોનાં પેકેજની કિંમત 41,000-46,000 રૂપિયાની વચ્ચે છે. બીજી તરફ, જો તમે ત્રણ લોકો સાથે મુસાફરી કરો છો, તો તમારે પ્રતિ વ્યક્તિ 42,000 રૂપિયા ચૂકવવા પડશે.
અહિ કરાવો બુકિંગ
બુકિંગ ટુર પેકેજ IRCTC ની અધિકૃત વેબસાઇટ-www.irctctourism.com દ્વારા બુકિંગ માટે ખુલ્લું છે. આ સિવાય IRCTC ટુરિસ્ટ ફેસિલિટેશન સેન્ટર, ઝોનલ ઓફિસ અને રિજનલ ઓફિસ દ્વારા પણ બુકિંગ કરાવી શકાય છે.
ફરી વેગ પકડી રહ્યું છે પ્રવાસન
થાઈલેન્ડ ભારતીયો માટે પસંદગીના પ્રવાસન સ્થળોમાંનું એક છે. 2019 માં, કોરોના પહેલાં ભારતમાંથી 2 મિલિયનથી વધુ પ્રવાસીઓએ થાઇલેન્ડની મુલાકાત લીધી અને જેનાથી થાઇલેન્ડ દેશને $2.5 બિલિયનની આવક થઈ હતી. જેમ જેમ આંતરરાષ્ટ્રીય મુસાફરી ધીમે ધીમે વેગ પકડી રહી છે, તેમ પર્યટન ક્ષેત્ર પણ રોગચાળાને કારણે થતા વિક્ષેપો પછી સામાન્ય સ્થિતિમાં પાછું આવી રહ્યું છે. જે લોકો બજેટ કિંમતે થાઈલેન્ડની મુલાકાત લેવા ઈચ્છે છે, તેઓ માટે IRCTC ટુર પેકેજ એક સારી પસંદગી હોઈ શકે છે.