ટ્રાવેલ ડેસ્કઃ ભારતના કેટલાક શહેરોમાં તાપમાનનો પારો 45ને પાર કરી ગયો છે. ત્યારે કેટલીક એવી જગ્યાઓ છે, જ્યાં તમે જેકેટ વિના ફરવા નહીં શકો. તેમાંથી એક લેહ-લદ્દાખ છે. મે-જૂન મહિનો અહીં ફરવા માટે શ્રેષ્ઠ છે અને હવે IRCTC તમને લદ્દાખની મુલાકાત લેવાની તક પણ આપી રહ્યું છે. તો પછી રાહ શેની જોવાની?, જાણો સફર સાથે જોડાયેલી મહત્વની માહિતી અને પેકેજ વિશે…
IRCTC મેગ્નિફિસેન્ટ લેહ લદ્દાખ-બેંગ્લોર પેકેજ 5મી જુલાઈથી શરૂ થઈ રહ્યું છે. જે 11 જુલાઈ, 2022ના રોજ સમાપ્ત થશે. આ યાત્રા બેંગ્લોરથી શરૂ થશે. IRCTCનું આ લેહ-લદ્દાખ પેકેજ 6 દિવસ અને 7 રાતનું હશે.
તમે કયા સ્થળોની મુલાકાત લઈ શકો છો?
IRCTCનું ભવ્ય લેહ-લદ્દાખ એક્સ-બેંગ્લોર પેકેજ લેહ, નુબ્રા વેલી, પેંગોંગ લેક, શામ વેલી અને તર્તુકીને આવરી લેશે.
RCTC ભવ્ય લેહ-લદ્દાખ ટૂર
આ પેકેજમાં ગ્રુપમાં જવું ફાયદાકારક રહેશે. ત્રણ લોકો માટે આ ટ્રિપનું બુકિંગ કરાવવા માટે પ્રતિ વ્યક્તિ 44,760 રૂપિયા ચૂકવવા પડશે. બીજી તરફ બે લોકો માટે 45,370 રૂપિયા ખર્ચવા પડશે. પરંતુ જો તમે એકલા જવાનું વિચારી રહ્યા છો તો તમારે આ માટે 50,310 રૂપિયા ચૂકવવા પડશે.
તમે આ IRCTC પેકેજ લઈને એકદમ ફ્રેશ થઈ શકો છો. કારણ કે તેમાં તમામ જરૂરી સુવિધાઓ શામેલ છે જે સફરને આરામદાયક બનાવે છે. આખી સફર દરમિયાન IRCTC દ્વારા નાસ્તો, લંચ અને ડિનર આપવામાં આવશે. આ ઉપરાંત રહેવાની સંપૂર્ણ વ્યવસ્થા પણ IRCTC તરફથી જ કરવામાં આવશે. આ પ્રવાસમાં જોવાલાયક સ્થળોનો પણ સમાવેશ થાય છે.
મતલબ, આ પેકેજ લીધા પછી, IRCTCની આસપાસ ફરવા અને ખાવા-પીવાની સંપૂર્ણ જવાબદારી રહેશે. તમારે ફક્ત તમારો સામાન પેક કરવાનો છે અને તમામ આનંદ માટે તૈયાર રહેવું પડશે.