ટ્રાવેલટ્રેન્ડિંગ

IRCTC ગુજરાત દર્શન : શિયાળોમાં ફરવા જવાનું વિચારતા હોવ તો આ રહ્યું ”બ્યુટીફુલ સૌરાષ્ટ્ર’ ટૂર પેકેજ

શિયાળો ધીમે ધીમે જામી રહ્યો છે અને શિયાળાને ફરવા માટેની શ્રેષ્ઠ ઋતુ માનવામાં આવે છે અને ગુજરાતના લોકો ફરવાના શોખીન હોય છે. ઉપરાંત પ્રવાસન ક્ષેત્રે ગુજરાત ખૂબ જ સમૃદ્ધ રાજ્ય છે. તે તેની જીવંત સંસ્કૃતિ, કુદરતી ક્ષેત્રો, સમૃદ્ધ વારસો અને સ્વાદિષ્ટ ભોજન માટે પ્રખ્યાત છે. ગુજરાતના પ્રવાસન સ્થળો અને આકર્ષણોને કારણે તેને ‘દંતકથાઓની ભૂમિ’ પણ કહેવામાં આવે છે. આ સિવાય ગુજરાતને એશિયાટીક સિંહોનું ઘર પણ કહેવામાં આવે છે. અહીં કચ્છનું રણ છે, સાતપુરાના પહાડો છે, દરિયાકિનારો છે, પવિત્ર પ્રાચીન મંદિરો છે. આવી સ્થિતિમાં પ્રવાસ પર જવાની યોજના ધરાવતા લોકો આ ડિસેમ્બરમાં અથવા નવા વર્ષમાં ગુજરાતના પ્રખ્યાત પર્યટન સ્થળોની મુલાકાત લઈ શકે છે. જો તમે બજેટમાં ગુજરાતના પ્રાકૃતિક નજારા, પ્રસિદ્ધ સ્થળો, મંદિરો અને સ્વાદિષ્ટ ગુજરાતી ભોજનનો આનંદ માણવા માંગતા હો, તો તમે IRCTC ટુર પેકેજ આપી રહ્યું છે.ચાલો અમે તમને IRCTC ના ગુજરાત પ્રવાસ પેકેજની સંપૂર્ણ વિગતો વિશે જણાવીએ.

આ પણ વાંચો : ‘શિયાળા’માં બહાર ફરવા જવાનું વિચારો છો…..તો આ રહ્યાં ‘બેસ્ટ વિન્ટર ડેસ્ટિનેશન’

ગુજરાત IRCTC ટુર પેકેજ

IRCTC ગુજરાત દર્શન માટે ઘણા ટૂર પેકેજ ઓફર કરી રહી છે. આ ટૂર પેકેજ અલગ-અલગ સમયમર્યાદા અને બજેટ માટે ઉપલબ્ધ છે. તમે તમારી રજાઓ અને બજેટ અનુસાર IRCTC ટુર પેકેજ બુક કરી શકો છો.આ સિવાય તમે અહીં IRCTCના ”બ્યુટીફુલ સૌરાષ્ટ્ર’ ટૂર પેકેજને પણ માણી શકો છો.

કેટલા દિવસનું ટૂર પેકેજ?

રેલવેનું ‘બ્યુટીફુલ સૌરાષ્ટ્ર’ ટૂર પેકેજ સાત રાત અને આઠ દિવસનું ટૂર પેકેજ છે. લગભગ એક અઠવાડિયાના આ ટૂર પેકેજમાં તમને ગુજરાતના સૌથી પ્રસિદ્ધ પર્યટન અને દાર્શનિક સ્થળોની ટૂર પર લઈ જવામાં આવશે.

ગુજરાત દર્શન ક્યારે અને ક્યાંથી શરૂ થશે?

આ ટૂર પેકેજ 14 ડિસેમ્બર 2022થી શરૂ થઈ રહ્યું છે. આ પછી દર બુધવારે ગુજરાત દર્શન માટેની યાત્રા શરૂ થશે. જો કે, ગુજરાતની મુલાકાત લેવા માંગતા પ્રવાસીઓ માટે હૈદરાબાદના સિકંદરાબાદ રેલ્વે સ્ટેશનથી મુસાફરી શરૂ થશે. આ ટૂર પૅકેજમાં વડોદરા, અમદાવાદ, રાજકોટ, દ્વારકા, સોમનાથ વગેરે શહેરોના ફરવાના પ્રવાસો લેવામાં આવશે.

ગુજરાતમાં પ્રવાસન સ્થળો

આ ટ્રેન બુધવારે બપોરે 3 વાગ્યે હૈદરાબાદથી વડોદરા માટે રવાના થશે અને બીજા દિવસે સવારે 11 વાગ્યે તેના ગંતવ્ય સ્થાને પહોંચશે. અહીંથી, કેબ દ્વારા હોટેલ પહોંચ્યા પછી, સાંજે સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લેવા માટે લઈ જવામાં આવશે. ત્રીજા દિવસે વડોદરાના લક્ષ્મી વિલાસ પેલેસ અને ગાંધીનગરના અક્ષરધામ મંદિરની મુલાકાત લીધા બાદ અમદાવાદમાં રાત્રી રોકાણ કરવામાં આવશે. ચોથા દિવસે, અમદાવાદમાં સાબરમતી આશ્રમની મુલાકાત લીધા પછી, રાજકોટમાં તમે વોટસન મ્યુઝિયમ, ગાંધી મ્યુઝિયમ, સ્વામી નારાયણ મંદિર જોઈ રાત્રી રોકાણ રાજકોટ ખાતે કરવામાં આવશે.

ત્યારબાદ પાંચમા દિવસે દ્વારકાની મુલાકાત દરમ્યાન જગતમંદિર દ્ધારકાધિશ મંદિર, નાગેશ્વર જ્યોર્તિલિંગ, બેટ દ્ધારકા અને શિવરાજપુર બીચ જેવા સ્થળોની મુલાકાત લઈ છઠ્ઠા દિવસે  સોમનાથ જ્યોતિર્લિંગ મંદિરના દર્શન કર્યા બાદ પોરબંદર રેલ્વે સ્ટેશનથી રાત્રે હૈદરાબાદ જવા માટે ટ્રેન રવાના થશે.

IRCTC - Hum Dekhenge News
IRCTC Special Train Booking

ગુજરાત પ્રવાસ પેકેજ ખર્ચ

આ ટૂર પૅકેજમાં ટ્રેનનું ભાડું, સાઇટ વિઝિટ માટે કૅબ, નાસ્તો અને રાત્રિભોજન અને હોટેલમાં રહેવાની સગવડનો સમાવેશ થાય છે. 8 દિવસના આ ટૂર પેકેજમાં થર્ડ એસીમાં ત્રણ લોકો માટે 22850 રૂપિયા પ્રતિ વ્યક્તિ ખર્ચ થશે. જો સ્લીપર ક્લાસમાં મુસાફરી કરો તો ત્રણ લોકો માટે 20055 રૂપિયા પ્રતિ વ્યક્તિનું ટૂર પેકેજ છે. બીજી તરફ ત્રણથી વધુ લોકો ગુજરાત દર્શન માટે જઈ રહ્યા છે તો ટિકિટનું ભાડું 17455 રૂપિયા પ્રતિ વ્યક્તિ રહેશે.

બે દિવસીય ટૂર પેકેજ પણ ઉપલબ્ધ

જો તમારી પાસે ઓછો સમય અને બજેટ હોય તો ગુજરાત પ્રવાસ માટે વધુ બે દિવસીય ટૂર પેકેજ છે, જેની કિંમત પાંચથી છ હજાર રૂપિયા છે. આમાં તમે બે-ત્રણ દિવસમાં ગુજરાતના હેરિટેજ કે મંદિરોની મુલાકાત લઈ શકો છો. જેની વધુ વિગતો માટે IRCTCની સત્તાવાર વેબસાઇટની મુલાકાત લો.

Election Result Update Hum Dekhenge News

Back to top button