ટોપ ન્યૂઝટ્રેન્ડિંગવર્લ્ડ

ઈરાનની પાકિસ્તાનમાં સર્જિકલ સ્ટ્રાઈક, જૈશ-અલ-અદલના નેતાને ઠાર માર્યો!

  • ઈરાને મહિના પહેલા પણ પાકિસ્તાનમાં ઘૂસીને જૈશ અલ-અદલના ઠેકાણાઓ પર કર્યા હતા હવાઈ હુમલા

નવી દિલ્હી, 24 ફેબ્રુઆરી: ઈરાન ફરી એકવાર પાકિસ્તાનની સરહદમાં ઘૂસ્યું હતું. ઈરાની સૈન્ય દળોએ પાકિસ્તાની વિસ્તારમાં સર્જિકલ સ્ટ્રાઈક કરીને આતંકવાદી જૂથ જૈશ અલ-અદલના કમાન્ડર ઈસ્માઈલ શાહ બક્ષ અને તેના કેટલાક સહયોગીઓને મારી નાખવાનો દાવો કર્યો છે. ન્યૂઝ ચેનલ ઈરાન ઈન્ટરનેશનલ ઈંગ્લિશએ શનિવારે સવારે દેશના સરકારી મીડિયાને ટાંકીને આ અંગેની માહિતી આપી હતી. ઉલ્લેખનીય છે કે, એક મહિના પહેલા પણ ઈરાને પાકિસ્તાની ક્ષેત્રમાં ઘૂસીને જૈશ અલ-અદલના ઠેકાણાઓ પર હવાઈ હુમલા કર્યા હતા. જેના જવાબમાં પાકિસ્તાને પણ ઈરાનના વિસ્તારમાં હવાઈ હુમલો કર્યો હતો.

અલ અરેબિયાના અહેવાલ મુજબ, જૈશ અલ-અદલ આતંકવાદી જૂથની રચના 2012માં થઈ હતી. આ સંગઠન ઈરાનના દક્ષિણ-પૂર્વ પ્રાંત સિસ્તાન-બલુચિસ્તાનથી કાર્યરત છે. છેલ્લા કેટલાક વર્ષોમાં જૈશ અલ-અદલે ઈરાની સુરક્ષા દળો પર અનેક હુમલા કર્યા છે. છેલ્લા કેટલાક વર્ષોમાં જૈશ અલ-અદલે ઈરાની સુરક્ષા દળો પર અનેક હુમલા કર્યા છે. ગયા ડિસેમ્બરમાં, જૈશ અલ-અદલે સિસ્તાન-બલુચેસ્તાનમાં એક પોલીસ સ્ટેશન પર હુમલાની જવાબદારી લીધી હતી, જેમાં ઓછામાં ઓછા 11 પોલીસ કર્મચારીઓના જીવ ગયા હતા.

ઈરાન-પાકિસ્તાનના સંબંધોમાં તણાવ

ધ ન્યૂઝ ઈન્ટરનેશનલના એક અહેવાલ મુજબ, પાકિસ્તાન અને ઈરાન ગયા મહિને એકબીજાના પ્રદેશોમાં ‘આતંકવાદી સંગઠનો’ વિરુદ્ધ મિસાઈલ હુમલા કર્યા પછી સુરક્ષા સહયોગને વિસ્તૃત કરવા પરસ્પર સંમત થયા હતા. પાકિસ્તાનની કેયરટેકર સરકારના તત્કાલીન વિદેશ પ્રધાન જલીલ અબ્બાસ જિલાની અને તેમના ઈરાની સમકક્ષ હોસૈન અમીર-અબ્દુલ્લાહિયાને પાકિસ્તાન વિદેશ કાર્યાલય ખાતે સંયુક્ત પત્રકાર પરિષદ દરમિયાન બંને દેશો વચ્ચેના કરારની જાહેરાત કરી હતી.

ઉલ્લેખનીય છે કે, ઈરાન અને પાકિસ્તાને ‘આતંકવાદી સંગઠનો’ને નિશાન બનાવીને એકબીજા પર મિસાઈલ હુમલા કર્યા બાદ બંને દેશો વચ્ચે તણાવ વધી ગયો હતો. જિલાનીએ કહ્યું હતું કે, ‘ઈરાન અને પાકિસ્તાને ગેરસમજ ખૂબ જ ઝડપથી ઉકેલી લીધી. બંને દેશો પોતપોતાના ક્ષેત્રમાં આતંકવાદ સામે લડવા અને એકબીજાની ચિંતાઓને દૂર કરવા પણ સંમત થયા હતા. જો કે, ઈરાની સેનાની તાજેતરની કાર્યવાહી જિલાનીના દાવાઓથી વિપરીત છે.

ઈરાને પાકિસ્તાની સરહદ પર કર્યો હવાઈ હુમલો

ઉલ્લેખનીય છે કે, આ વર્ષે 16 જાન્યુઆરીની મોડી રાત્રે ઈરાને જૈશ અલ-અદલના બે ઠેકાણાઓને નષ્ટ કરવા માટે પાકિસ્તાની સરહદ પર મિસાઈલ અને ડ્રોન હુમલો કર્યો હતો. ઈસ્લામાબાદે આરોપ લગાવ્યો હતો કે ઈરાની હુમલામાં બે બાળકો માર્યા ગયા અને ત્રણ છોકરીઓ ઘાયલ થઈ હતી. પાકિસ્તાને 17 જાન્યુઆરીના રોજ ઈરાનથી પોતાના રાજદૂતને પરત બોલાવી લીધા હતા અને જાહેરાત કરી હતી કે તે ઈરાની રાજદૂતને તેની સાર્વભૌમત્વના ‘ઘોર ઉલ્લંઘન’ના વિરોધમાં દેશમાં પરત ફરવા દેશે નહીં.

પાકિસ્તાને ઈરાન સરહદ પર જવાબી કાર્યવાહી કરી હતી

બીજા દિવસે, 18 જાન્યુઆરીએ, પાકિસ્તાને પણ ઈરાન સાથેની સરહદ પર હવાઈ હુમલા કરીને જવાબી કાર્યવાહી કરી હતી. ઈસ્લામાબાદથી કહેવામાં આવ્યું હતું કે, તેમણે બલૂચિસ્તાન લિબરેશન આર્મી (BLA) અને બલૂચિસ્તાન લિબરેશન ફ્રન્ટ (BLF)ના સ્થાનોને નિશાન બનાવ્યા છે. જો કે, બંને દેશો પાછળથી રાજદૂતોના પરત ફરવા પર સંમત થયા હતા અને તણાવને ‘ડિ-એસ્કેલેટ’ કરવા માટે પરસ્પર કામ કરવાનું પણ નક્કી કર્યું હતું.

આ પણ જુઓ: આસામમાં મુસ્લિમ નિકાહ અને તલાકનો કાયદો રદ્દ: UCC તરફ રાજ્ય સરકારનું એક કદમ

Back to top button