ટોપ ન્યૂઝટ્રેન્ડિંગવર્લ્ડ

ઈરાની પ્રમુખનું હેલિકોપ્ટર ક્રેશ: દુર્ઘટનામાં ઇબ્રાહિમ રઇસીનું નીપજ્યું મૃત્યુ

Text To Speech
  • રવિવારે ઈરાનના પ્રમુખના હેલિકોપ્ટર સાથે અધિકારીઓનો સંપર્ક તૂટી ગયો અને પ્રમુખ ગુમ થઈ ગયા હતા
  • વિદેશ મંત્રી જરાત હુસૈન અમીર અબ્દુલ્લાહિયનનું દુર્ઘટનામાં નીપજ્યું મૃત્યુ, 17 કલાક બાદ મળ્યો કાટમાળ

HD ન્યૂઝ ડેસ્ક, 20 મે: ઈરાનના પ્રમુખ ઈબ્રાહિમ રઇસી અંગેના મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ઈરાનના અધિકારીઓએ માહિતી આપી છે કે, પ્રમુખ ઈબ્રાહિમ રઇસીનું ક્રેશ થયેલું હેલિકોપ્ટર મળી આવ્યું છે. મળતી માહિતી મુજબ, આ દુર્ઘટનામાં પ્રમુખ ઇબ્રાહિમ રઇસી અને વિદેશ મંત્રી જરાત હુસૈન અમીર અબ્દુલ્લાહિયનનું મૃત્યુ થયું છે. 17 કલાક બાદ આ હેલિકોપ્ટરનો કાટમાળ મળી આવ્યો છે.   ઈરાનના સ્થાનિક મીડિયાના અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે, બચાવકર્મીઓને સોમવારે ઈરાનના રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ રઇસીનું હેલિકોપ્ટર મળી આવ્યું છે. જોકે, અકસ્માત સ્થળે જીવનના કોઈ ચિહ્નો મળ્યા ન હતા. અહેવાલો અનુસાર, હેલિકોપ્ટર દુર્ઘટના બાદ પ્રમુખ રઇસીના બચવાની આશા ઓછી હતી. મહત્ત્વપૂર્ણ છે કે, રવિવારે ઈરાનના રાષ્ટ્રપતિના હેલિકોપ્ટર સાથે અધિકારીઓનો સંપર્ક તૂટી ગયો હતો, ત્યારબાદ રાષ્ટ્રપતિ રાયસી ગુમ થઈ ગયા હતા.

કેવી રીતે થયો આ અકસ્માત?

ઈરાનની રાજધાની તેહરાનથી ઉત્તર-પશ્ચિમમાં લગભગ 600 કિલોમીટર (375 માઈલ) દૂર પૂર્વ અઝરબાઈજાન પ્રાંતમાં પ્રવાસ કરતી વખતે ઈરાનના પ્રમુખનું હેલિકોપ્ટર રવિવારે ગાયબ થઈ ગયું હતું. ઈબ્રાહિમ રઈસી, ઈરાનના વિદેશ મંત્રી હુસૈન અમીર અબ્દુલ્લાહિયન, ઈરાનના પૂર્વ અઝરબાઈજાન પ્રાંતના ગવર્નર અને અન્ય અધિકારીઓ તેમજ અંગરક્ષકો સાથે પણ મુસાફરી કરી રહ્યા હતા.

અકસ્માત સ્થળની ઓળખ થઈ 

પ્રમુખ ઈબ્રાહિમ રઇસીના કાફલામાં ત્રણ હેલિકોપ્ટર સામેલ હતા, જેમાંથી બે સુરક્ષિત રીતે તેમના ગંતવ્ય સ્થાને પહોંચ્યા હતા. પ્રમુખના હેલિકોપ્ટર સાથે સંપર્ક તૂટી જતાં તેમની શોધ માટે મોટી સંખ્યામાં બચાવ ટીમો મોકલવામાં આવી હતી. જો કે, આ વિસ્તારમાં ખરાબ હવામાન અને ગાઢ ધુમ્મસના કારણે રેસ્ક્યુ ટીમ માટે ક્રેશ સાઇટ પર પહોંચવું મુશ્કેલ બન્યું હતું. સ્થાનિક મીડિયા અનુસાર, તુર્કીના ડ્રોને ક્રેશ સ્થળ શોધી કાઢ્યું છે.

આ પણ જુઓ: વડોદરામાં ભયંકર ગરમી જીવલેણ બની, ગભરામણ બાદ વધુ 2 લોકોના મૃત્યુ

Back to top button