આંતરરાષ્ટ્રીયટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

નોબેલ શાંતિ પુરસ્કાર માટે ઈરાનની નર્ગીસ મોહમ્મદીની પસંદગી

Text To Speech

આ વર્ષના નોબેલ શાંતિ પુરસ્કારની જાહેરાત થઈ ગઈ છે. નોબેલ સમિતિએ આ વર્ષનો શાંતિ પુરસ્કાર ઈરાનની મહિલા અધિકાર કાર્યકર્તા નર્ગીસ મોહમ્મદીને એનાયત કરવાની જાહેરાત કરી છે.

નર્ગીસ મોહમ્મદી ઈરાનમાં મહિલાઓના અધિકાર માટે તેમજ તમામ નાગરિકોની સ્વતંત્રતા માટે લડત આપી રહ્યા છે. તેઓ ડીફેન્ડર્સ ઑફ હ્યુમન રાઈટ્સ સેન્ટર સંસ્થાના ઉપપ્રમુખ છે. ઈરાનમાં માનવ અધિકાર ચળવળ માટે સંસ્થાની સ્થાપના કરવા બદલ તેમજ મૃત્યુદંડની સજાની નાબૂદી માટે લડત ચલાવવા બદલ ઈરાનની સરકારે તેમને 16 વર્ષની કેદની સજા કરેલી છે અને તેના ભાગરૂપે નર્ગીસ હાલ જેલમાં જ છે.

નર્ગીસ મોહમ્મદીએ 2019માં એક સભામાં તેમણે હાજરી આપ્યા બાદ હિંસક તોફાનો ફાટી નીકળતાં ઈરાનના સત્તાવાળાઓએ હિંસા માટે તેમને જવાબદાર ઠેરવ્યા હતા અને તેમની ધરપકડ કરી હતી.

51 વર્ષના નર્ગીસ મોહમ્મદી ફિઝિક્સમાં સ્નાતક થયાં હતાં અને વ્યવસાયી એન્જિનિયર તરીકે કામગીરી કરતાં હતાં. કારકિર્દી દરમિયાન તેમણે અખબારોમાં મહિલાઓના અધિકારો તેમજ માનવ અધિકારો વિશે લેખો લખવાનું ચાલુ રાખ્યું હતું અને પછીથી ઈરાનમાં ખાસ કરીને મહિલાઓના અધિકાર માટેની લડાઈમાં સક્રિય થયાં હતાં.

Back to top button