ટ્રેન્ડિંગવર્લ્ડ

ઈરાને ગ્રેમી એવોર્ડ વિજેતા સિંગરને ફટકારી 3 વર્ષની સજા, જાણો કેમ?

તેહરાન (ઈરાન), 02 માર્ચ: ઈરાનમાં ગ્રેમી એવોર્ડ જીતનાર ગાયકને 3 વર્ષની જેલની સજા ફટકારવામાં આવી છે. સિંગર શર્વિન હાજીપુરે સપ્ટેમ્બર 2022માં પોલીસ કસ્ટડીમાં મૃત્યુ પામેલી મહસા અમીની અને હિજાબ વિરોધી પ્રદર્શનના સમર્થનમાં ગીત લખ્યું હતું. કોર્ટે હાજીપુરને “સિસ્ટમ વિરુદ્ધ દુષ્પ્રચાર” અને “લોકોને વિરોધ કરવા ઉશ્કેરવાના” આરોપ લગાવ્યો છે. આ ઉપરાંત, ગાયક શર્વિન હાજીપુર પર 2 વર્ષ માટે પ્રવાસ પર પ્રતિબંધ લાદ્યો છે.

 

View this post on Instagram

 

A post shared by Shervin Hajipour (@shervinine)

શર્વિન હાજીપુરને અમેરિકાની ફર્સ્ટ લેડી જીલ બાઈડન દ્વારા તેના ગીત “માટે” માટે ગ્રેમી એવોર્ડ એનાયત કરાયો હતો. શેર્વિને ઈન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ દ્વારા સજાની જાણકારી આપી હતી. લખ્યું- હું ન્યાયનું સંચાલન કરનારા ન્યાયાધીશનું નામ નહીં લઉં, કારણ કે તેનાથી તેમને ડરાવીને ધમકાવવામાં આવી શકે છે. માનવતાનો ધર્મ શરમ અને ધમકાવવો નથી. એક દિવસ આપણે એકબીજાને સમજીશું. કોર્ટે કહ્યું કે ગાયકે ગીત પ્રસારિત કરવા બદલ યોગ્ય પસ્તાવો વ્યક્ત કર્યો ન હતો, તેથી તેને સજા ફટકારવામાં આવી હતી.

સોન્ગ લૉન્ચ કર્યાના બીજા દિવસે શેર્વિનની કરાઈ હતી ધરપકડ

શર્વિન હાજીપુરે 28 સપ્ટેમ્બર 2022ના રોજ સોશિયલ મીડિયા પર મહસા અમીની અને હિજાબ વિરોધી પ્રદર્શન સામે ‘બરાએ’ નામનું ગીત શેર કર્યું હતું. અંગ્રેજીમાં ‘બરાએ’ નો અર્થ ‘માટે’ (કોઈ માટે) થાય છે. સોન્ગ લૉન્ચ થયાના બીજા જ દિવસે તેની ધરપકડ કરાઈ હતી. ગીતના બોલ દ્વારા શર્વિનએ સમજાવ્યું કે ઈરાનના લોકો શા માટે સરકારની વિરુદ્ધ છે. તેણે લોકોના ટ્વીટમાંથી ગીતના લિરિક્સ બનાવ્યા છે. તેમાં મહિલાઓ, બાળકો, ગરીબી, ભ્રષ્ટાચારનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. આ ગીતને બે દિવસમાં 4 કરોડ લોકોએ નિહાળ્યું હતું.

અમેરિકન સંસ્થાએ સજાની નિંદા કરી છે

અમેરિકન માનવાધિકાર સંગઠન ‘પેન અમેરિકા’એ ગાયકને આપવામાં આવેલી સજાની નિંદા કરી છે. આ સંસ્થાના પ્રોજેક્ટ – પાન આર્ટિસ્ટ્સ એટ રિસ્ક કનેક્શનના ડાયરેક્ટર જુલી ટ્રિબૉલ્ટે કહ્યું, શેર્વિન હાજીપુરની સજા એ એક નિરાશાજનક પગલું છે. આઝાદી માટે અવાજને દબાવવાના પ્રયત્નો કરાઈ રહ્યા છે. તેમણે કહ્યું- ઈરાનની સરકાર સંગીતની શક્તિથી ડરે છે. સરકારને લાગે છે કે સંગીત નાગરિકોને આશા આપશે અને તેમને ખોટા વિરુદ્ધ અવાજ ઉઠાવવા માટે પ્રેરણા આપશે.

આ પણ વાંચો: ઈરાનની પાકિસ્તાનમાં સર્જિકલ સ્ટ્રાઈક, જૈશ-અલ-અદલના નેતાને ઠાર માર્યો!

Back to top button