ટોપ ન્યૂઝટ્રેન્ડિંગવર્લ્ડ

ઈરાન : નોબેલ શાંતિ પુરસ્કાર વિજેતા નરગિસ મોહમ્મદી દ્વારા જેલમાં ભૂખ હડતાળ

  • આ વર્ષે નોબેલ શાંતિ પુરસ્કાર મેળવનાર નરગિસ મોહમ્મદી ઈરાનની જેલમાં બંધ
  • ફરજિયાત હિજાબ પહેરવાની અને જેલની આકરી શરતો વિરુદ્ધ મોહમ્મદીએ શરૂ કર્યા ઉપવાસ
  • મહિલાઓના અધિકારો માટે લડવા બદલ મોહમ્મદીને નોબેલ શાંતિ પુરસ્કાર કરાયો છે એનાયત

ઈરાન : નોબેલ શાંતિ પુરસ્કાર વિજેતા નરગીસ મોહમ્મદીએ ઈરાનની જેલમાં ભૂખ હડતાળ શરૂ કરી છે. વાસ્તવમાં, નરગીસ મોહમ્મદીની તબિયત ખરાબ છે અને ઈરાનના જેલ પ્રશાસને નરગીસને હિજાબ વગર હોસ્પિટલમાં લઈ જવાની ના પાડી દીધી છે. તેના વિરોધમાં નરગીસે ​​જેલમાં જ ભૂખ હડતાલ શરૂ કરી દીધી છે. નરગીસ મોહમ્મદી વિવિધ આરોપોમાં 12 વર્ષની ઇરાનમાં જેલની સજા ભોગવી રહી છે. ઉલ્લેખનીય છે કે, નરગીસ મોહમ્મદીને ઈરાનમાં મહિલાઓના અધિકારો માટે લડવા બદલ આ વર્ષે નોબેલ શાંતિ પુરસ્કાર આપવામાં આવ્યો હતો.

 

ક્યાં કારણોને લીધે નરગીસ મોહમ્મદીએ શરૂ કરી ભૂખ હડતાળ

મળતી માહિતી મુજબ, એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, “નોબેલ શાંતિ પુરસ્કાર વિજેતા નરગીસ મોહમ્મદીએ ​​જેલમાં ભૂખ હડતાળ શરૂ કરી છે. તે બે બાબતો સામે વિરોધ કરી રહી છે. પ્રથમ ઈરાની સરકાર દ્વારા બીમાર કેદીઓને સારવારની સુવિધા ન આપવા સામે અને બીજું ઈરાની મહિલાઓ દ્વારા ફરજિયાત હિજાબ પહેરવા સામે.” નોબેલ પુરસ્કાર વિજેતા નરગીસ મોહમ્મદીના પરિવારે જણાવ્યું છે કે, “તેણીને ત્રણ નસોમાં બ્લોકેજ છે અને તેના ફેફસામાં પણ સમસ્યા છે પરંતુ જેલ સત્તાવાળાઓએ તેને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવાનો ઇનકાર કર્યો છે કારણ કે તેણીએ હિજાબ પહેર્યો ન હતો. પરિવારે વધુમાં જણાવ્યું કે, “નરગીસ મોહમ્મદી માત્ર પાણી, ખાંડ અને મીઠું જ લે છે અને તેણે દવાઓ લેવાનું પણ બંધ કરી દીધું છે.”

 

આ વર્ષે નોબેલ શાંતિ પુરસ્કાર મેળવનાર નરગીસ મોહમ્મદી જેલમાં છે બંધ

નોબેલ કમિટીએ ઈરાન સરકારને નરગીસ મોહમ્મદીને જરૂરી તબીબી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવાની પણ અપીલ કરી છે. મહિલા કેદીઓને હોસ્પિટલમાં દાખલ કરવા માટે હિજાબને ફરજિયાત બનાવવો એ માત્ર અમાનવીય જ નથી પણ નૈતિક રીતે પણ અસ્વીકાર્ય છે. ઉલ્લેખનીય છે કે, “ઈરાનમાં મહિલાઓ માટે જાહેર સ્થળોએ હિજાબ પહેરવું ફરજિયાત છે.” નરગીસ મોહમ્મદીને મહિલાઓના અધિકારો માટે લડવા બદલ 2023નો નોબેલ શાંતિ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો. નરગીસ મોહમ્મદી વિવિધ આરોપોમાં 12 વર્ષની જેલની સજા ભોગવી રહી છે. નરગીસ મોહમ્મદી પર ઈરાનની સરકાર વિરુદ્ધ ભ્રામક પ્રચાર કરવાનો પણ આરોપ છે.

આ પણ જાણો :નોબેલ શાંતિ પુરસ્કાર માટે ઈરાનની નર્ગીસ મોહમ્મદીની પસંદગી

Back to top button