મનોરંજન

આમિર ખાનની દિકરી ઈરાએ તેના બોયફ્રેન્ડ સાથે કરી સગાઈ, જાણો કોણ છે નૂપુર શિક્રે?

Text To Speech

બોલિવૂડના ‘મિસ્ટર પરફેક્શનિસ્ટ’ આમિર ખાનની દીકરી ઈરા ખાન હવે સિંગલ નથી રહી. તે ડબલ થવાની તૈયારી કરી રહી છે. ઈરા ખાને બોયફ્રેન્ડ નૂપુર શિકરે સાથે તેની લવ લાઈફને નેક્સ્ટ લેવલ પર લઈ જવાનું નક્કી કર્યું છે. ઈરાએ નૂપુર સાથે સગાઈ કરી લીધી છે. તમને જણાવી દઈએ તો આમિર ખાનની દિકરી ઈરાને તેના બોયફ્રેન્ડ નુપુર શિક્રેએ પ્રપોઝ કર્યુ છે એ પણ ખૂબ જ રોમાંચક ફિલ્મી અંદાજમાં. જે પ્રપોઝલનો વીડિયો પણ સ્ટારકિડે ઈન્સ્ટા પર શેર કર્યો છે. આમિર ખાનની દીકરી ઈરા ખાને હજુ બોલિવૂડમાં પગ મૂક્યો નથી પરંતુ તે પોતાના બોલ્ડ ફોટોઝને કારણે હેડલાઈન્સમાં રહે છે. આ દિવસોમાં ઈરા ખાન તેના ફિટનેસ ટ્રેનર સાથેના સંબંધોને લઈને ચર્ચામાં આવી હતી તેમજ સબંને છેલ્લા કેટલાક સમયથી ડેટ કરી રહ્યા હોવાની પણ માહિતી મળી હતી.

આમિરની લાડલીએ કરી સગાઈ

પ્રખ્યાત આયર્ન મેન ઇટાલીના શો દરમિયાન નૂપુર શિક્રેએ તેની પ્રેમિકા ઈરા ખાનને પ્રપોઝ કર્યું હતું. વીડિયોમાં તમે નૂપુર શિક્રેને રેસના કોસ્ચ્યુમમાં તેની ગર્લફ્રેન્ડ આયરાની સાથે આવતા જોઈ શકો છો., પછી નૂપુર, ફિલ્મી શૈલીમાં ઘૂંટણ પર બેસીને, બોક્સમાંથી વીંટી કાઢે છે અને લેડીલવ ઈરા ખાનને પહેરાવે છે. ઈરા નૂપુરના આ ફિલ્મ પ્રપોઝલ જોઈને સોક્ડ થઈ જાય છે પણ અટકતી નથી, તે તરત જ તેના પ્રસ્તાવને સ્વીકારી લે છે અને નૂપુર તેને વીંટી પહેરાવી છે.

nupur - hum dekhenge
નુપુર શિક્રે એક ફિટનેસ ટ્રેનર છે

કોણ છે નૂપુર શિક્રે?

તમને જણાવી દઈએ કે નુપુર શિક્રે એક ફિટનેસ ટ્રેનર છે, તે છેલ્લા કેટલાક સમયથી ઈરા ખાનને ટ્રેનિંગ આપી રહ્યો છે. અગાઉ એક પોસ્ટમાં ઈરાએ જણાવ્યું હતું કે તે નૂપુર સાથે જીવનની સૌથી સુંદર ક્ષણો તે જીવી રહી છે. એવું પણ કહેવાય છે કે નૂપુર ઈરાના પિતા અને આમિર ખાનના પણ ફિટનેસ ટ્રેનર છે. ઇરા અને નૂપુરે લોકડાઉન દરમિયાન ડેટિંગ કરવાનું શરૂ કર્યું, ફિલ્મોમાં ડેબ્યુ કરતા પહેલા, સ્ટારકિડે નૂપુરને તેની ફિટનેસની કાળજી લેવા માટે ટ્રેનર તરીકે હાયર કર્યો હતો.

સેલેબ્સે આયરાને અભિનંદન આપ્યાં 

ઈરા અને નૂપુરના મીઠા પ્રસ્તાવને જોઈને ત્યાં હાજર લોકોએ તાળીઓ પાડી. ઈરા અને નૂપુરની સગાઈનો આ વીડિયો ચાહકોમાં વાયરલ થઈ રહ્યો છે.દરેક લોકો કપલને અભિનંદન આપી રહ્યા છે.

આ પણ વાંચો: ઈન્સ્ટાગ્રામ થયુ ડાઉન, ફીડ પણ રિફ્રેશ ન થતા લાખો યુઝર્સ થયા પરેશાન

Back to top button