ટ્રેન્ડિંગબિઝનેસયુટિલીટી

IQOO Z9 Lite 5G હશે બ્રાન્ડનો સૌથી સસ્તો ફોન, ફરી નહિ મળે આવી તક

Text To Speech

HD ન્યૂઝ ડેસ્ક, 13 જુલાઇમોબાઈલ ફોન આજના સમયમાં દરેક વ્યક્તિ માટે જરૂરી બની ગયો છે. જો તમારે ફોન ખરીદવો છે પરંતુ બજેટ નથી તો આ સમાચાર તમારા માટે જ છે કારણ કે Vivoની સબ-બ્રાન્ડ iQOO ટૂંક સમયમાં ભારતમાં તેનો નવો ફોન લૉન્ચ કરવા જઈ રહી છે. આ ફોન 10 હજાર રૂપિયાથી ઓછી કિંમતમાં લોન્ચ થશે, જેમાં તમને આકર્ષક ફીચર્સ મળશે.

iQOO આવતા સપ્તાહની શરૂઆતમાં નવો સ્માર્ટફોન iQOO Z9 Lite લોન્ચ કરવા જઈ રહ્યું છે. કંપની આ ફોનને 15 જુલાઈના રોજ લોન્ચ કરશે, જે શક્તિશાળી ફીચર્સ સાથે આકર્ષક કિંમતે આવશે. આ બ્રાન્ડની Z9 સિરીઝનો સૌથી સસ્તો ફોન હશે, જે Amazon પર વેચાણ માટે ઉપલબ્ધ હશે. કંપનીએ તેના ફીચર્સની પુષ્ટિ કરી છે. આ સ્માર્ટફોન 50MP + 2MP ડ્યુઅલ રીઅર કેમેરા સેટઅપ સાથે આવશે. તેની એક માઈક્રોસાઈટ પણ ઈ-કોમર્સ પ્લેટફોર્મ પર લાઈવ થઈ ગઈ છે. ફોન વિશેની તમામ વિગતો તેના પર ઉપલબ્ધ છે. કંપનીએ તેની કિંમત પણ ટીઝ કરી છે. બ્રાન્ડ આ ફોનને 10 હજાર રૂપિયાથી ઓછી કિંમતમાં લોન્ચ કરશે.

જાણો ફીચર્સ વિશે

આ સ્માર્ટફોન બે રંગ વિકલ્પોમાં આવશે – મોચા બ્રાઉન અને એક્વા ફ્લો. iQOO Z9 Lite 5G માં અમને એક લંબચોરસ કેમેરા મોડ્યુલ મળશે, જે ગોળાકાર ખૂણાઓ સાથે આવશે. તેમાં ડ્યુઅલ રિયર કેમેરા અને LED ફ્લેશ લાઈટ હશે. પાવર બટન અને વોલ્યુમ રોકર જમણી બાજુએ મળશે. iQOO Z9 Lite 5Gમાં 6.56-ઇંચની LCD પેનલ હશે, જે 90Hz રિફ્રેશ રેટ સપોર્ટ સાથે આવશે. તેમાં વોટર ડ્રોપ સ્ટાઈલ નોચ હશે. સ્ક્રીન 840 Nits ની પીક બ્રાઈટનેસ સાથે આવશે. આ સ્માર્ટફોન MediaTek Dimensity 6300 પ્રોસેસર સાથે લોન્ચ થશે.

iQOO Z9 Lite ની કિંમત કેટલી હશે?

કંપનીએ આ ફોનની કિંમતની પુષ્ટિ કરી નથી, પરંતુ આ બ્રાન્ડનો અત્યાર સુધીનો સૌથી સસ્તો ફોન હશે. iQOO આ સ્માર્ટફોનને 10 હજાર રૂપિયાથી ઓછી કિંમતમાં લોન્ચ કરશે. કંપનીએ ખુદ એક ટીઝર જાહેર કરીને આ જાણકારી આપી છે. કંપની iQOO Z9 Lite 5Gને 6GB રેમ અને 128GB સ્ટોરેજ સાથે લોન્ચ કરી શકે છે.

આ પણ વાંચો..વીમા પૉલિસીને લઇને છો કન્ફ્યુઝ? તો જાણો કયો વીમો કઈ ઉંમરે માટે છે સારો

Back to top button