ભારતમાં iQOO 13 5Gની એન્ટ્રી, Samsung-OnePlusનું વધ્યું ટેન્શન
- Vivoની સબ-બ્રાન્ડનું આ ફ્લેગશિપ ગયા વર્ષે લૉન્ચ કરાયેલ iQOO 12નું અપગ્રેડ વર્ઝન હશે
નવી દિલ્હી, 3 ડિસેમ્બર: iQOO 13 5Gને ભારતમાં લોન્ચ કરવામાં આવ્યો છે. Vivoની સબ-બ્રાન્ડનું આ ફ્લેગશિપ ગયા વર્ષે લૉન્ચ કરાયેલ iQOO 12નું અપગ્રેડ હશે. Qualcomm Snapdragon 8 Elite પ્રોસેસર સાથે ભારતમાં લૉન્ચ કરાયેલા આ ફોનમાં ઘણા દમદાર ફીચર્સ છે. ગયા વર્ષે લૉન્ચ થયેલા iQOO 12ના આ અપગ્રેડ મૉડલમાં 16GB રેમ, 512GB સ્ટોરેજ અને 6000mAh બેટરી જેવા શક્તિશાળી ફીચર્સ છે. આ ફોન OnePlus, Samsung, Realme, Xiaomi જેવી બ્રાન્ડના ફ્લેગશિપ ફોનને સીધી ટક્કર આપશે.
🎮 Elevate your game streaming experience with the #iQOO13! 🚀With USB 3.2 for seamless livestream, say goodbye to image quality loss and lag during ultra-high load gaming sessions. Enjoy seamless streaming with crystal-clear visuals, reduced motion blur, and zero… pic.twitter.com/BlcZmw3ztA
— iQOO India (@IqooInd) December 3, 2024
iQOO 13 5G શું છે કિંમત?
iQOOનો આ ફ્લેગશિપ સ્માર્ટફોન બે સ્ટોરેજ વેરિઅન્ટમાં લોન્ચ કરવામાં આવ્યો છે: 12GB RAM + 256GB અને 16GB RAM + 512GB. ફોનની શરૂઆતી કિંમત 54,999 રૂપિયા છે. તે જ સમયે, તેનું ટોપ વેરિઅન્ટ 59,999 રૂપિયામાં આવે છે. આ ફોનને બે કલરમાં ખરીદી શકાય છે – Legend અને Nardo Grey.
iQOOનો આ ફોન 999 રૂપિયામાં પ્રી-બુક કરી શકાય છે. ફોનનું પ્રથમ વેચાણ 12 ડિસેમ્બરે ઈ-કોમર્સ વેબસાઈટ Amazon પર આયોજિત કરવામાં આવશે. આ ફોન પર ઉપલબ્ધ ઑફર્સ વિશે વાત કરવામાં આવે તો, તમને 3,000 રૂપિયા સુધીનું ઇન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ અને 2,000 રૂપિયાનું લોયલ્ટી બોનસ મળશે.
iQOO 13માં શું છે ખાસ ફીચર્સ?
iQOO 13 5Gમાં 6.82 ઇંચની LTPO AMOLED ડિસ્પ્લે છે, જેનું રિઝોલ્યુશન 3168 x 1440 પિક્સેલ્સ છે. ફોનની ડિસ્પ્લે 120Hz હાઇ રિફ્રેશ રેટ ફીચરને સપોર્ટ કરે છે અને તેમાં ઇન-ડિસ્પ્લે ફિંગરપ્રિન્ટ સેન્સર હશે. આ ફોન IP69 રેટેડ છે, જેના કારણે તમે તેને પાણીમાં બોળીને પણ તેનો ઉપયોગ કરી શકો છો.
આ ફ્લેગશિપ સ્માર્ટફોન Qualcomm Snapdragon 8 Elite પ્રોસેસર પર કામ કરે છે. તેમાં 16GB LPDDR5X રેમ અને 512GB UFS 4.0 સ્ટોરેજનો સપોર્ટ છે. ફોનમાં 6,000mAhની પાવરફુલ બેટરી છે, જેની સાથે 120W USB Type C સપોર્ટ કરે છે. Android 15 પર આધારિત આ ફોન Funtouch OS 15 પર કામ કરે છે. ફોનના પાછળના ભાગમાં ટ્રિપલ કેમેરા સેટઅપ ઉપલબ્ધ છે. તેમાં 50mp મુખ્ય કેમેરા છે. આ સાથે, 50MP અલ્ટ્રા વાઇડ અને 50MP ટેલિફોટો કેમેરા મળશે. ફોનમાં સેલ્ફી અને વીડિયો કોલિંગ માટે 32MP કેમેરા છે.
આ પણ જૂઓ: KTM 250 Dukeની કિંમતમાં થયો ભારે ઘટાડો, આટલી ઓછી કિંમતમાં મળશે શાનદાર ફીચર્સ