ગુજરાતટોપ ન્યૂઝમધ્ય ગુજરાત

IPS અધિકારીએ નોકરીના બહાને 10 યુવાનો પાસેથી રુ.50 લાખ પડાવ્યા, ગૃહમંત્રીને થઈ ફરિયાદ

IPS અધિકારી અને તેની પત્નીએ ગોધરાના યુવાનોને સરકારી નોકરી આપવા બાબતે લાખો રુપિયા પડાવી લીધા હોવાની ઘટના સામે આવતા ખળભળાટ મચી જવા પામ્યો છે. આ બાબતે ગોધરાના દસ જેટલા યુવાનોએ ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી સહિત ઉચ્ચ અધિકારીઓને રજૂઆત કરી છે.

IPS અધિકારી અને તેમની પત્ની પર ગંભીર આક્ષેપ

મળતી માહિતી મુજબ IPS મોહિત જાની અને તેમની પત્ની જાગૃતિ જાની સામે નોકરીના બહાને લાખો રૂપિયા પડાવી લેવાની અરજી કરવામા આવી છે. આ બાબતે ગોધરાના દસ જેટલા યુવાનોએ ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી સહિત ઉચ્ચ અધિકારીઓને રજૂઆત કરી છે. જેમાં આઇપીએસ અધિકારી મોહિત જાની અને તેમની પત્ની જાગૃતિબેન દ્વારા સરકારી નોકરી અપાવવાની લાલચ આપીને આ 10 યુવાનો પાસેથી રૂ. 50 લાખ પડાવી લીધા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.

IPSઅધિકારીએ કરી છેતરપીંડી-humdekhengenews

ગૃહ રાજ્યમંત્રી મંત્રી અને ઉચ્ચ અધિકારીઓને કરાઈ રજૂઆત

જાણકારી મુજબ ગોધરા તાલુકાના સરસાવ ગામે રહેતા અને સરકારી નોકરીની લાલચમાં દસ જેટલા યુવાનોએ જેમ તેમ કરીને 50 લાખ જેટલી રકમ એકઠી કરીને વડોદરાના SRP ગૃપ 9ના તત્કાલિન આઇપીએસ કમાન્ડર અધિકારીને આપ્યા હતા. કમાન્ડર મોહિત જાની દ્વારા આ યુવાનોને નોકરી મળી જશે તેમ જણાવવામાં આવ્યું હતું. પરંતુ નોકરી ન મળતા આ યુવાનોએ પત્ર લખી ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી મંત્રી અને ઉચ્ચ અધિકારીઓને રજૂઆત કરી છે.

IPSઅધિકારીએ કરી છેતરપીંડી-humdekhengenews

રસોઈયા મારફતે યુવાનોનો કર્યો સંપર્ક

જશુભાઈ દ્વારા અરજી કરવામાં આવી છે. કે વડોદરાના મકરપુરા ખાતેના SRP ગૃપ 9 માં વર્ષ 2021 માં આઇપીએસ અધીકારી મોહિત.ડી.જાની કમાન્ડર તરીકે ફરજ બજાવતાં હતા. આ દરમિયાન જશવંતભાઇ રાયજીભાઇ બારીયા તેમના બંગલામાં આસિસ્ટન્ટ કૂક તરીકે નોકરી કરતા હતા. જશવંતભાઇ મારફતે IPS અધિકારી અને તેમની પત્નીએ ગોધરા તાલુકાના 10 યુવાનોને સરકારી નોકરી અપાવવાની લાલચ આપીને રૂ.50લાખ લીધા બાદ સરકારી નોકરી નહીં આપીને છેતરપીંડી કરી હોવાની આક્ષેપ થયો કરવામાં આવ્યો છે.એટલુ જ નહી જશવંતભાઇ બારીયાએ આ અરજીમાં જણાવ્યું છે કે વર્ષ 2021 માં SRP ગૃપ-9 ના કમાન્ડર મોહીત જાની તથા તેમની પત્ની જાગૃતિબેન દ્વારા કાયદેસરની વર્ગ-4ની કાયમી ભરતી કરવાનું ટેન્ડર આવેલું છે. જેથી તેઓએ જશવંતભાઇને કોઇ યોગ્ય છોકરાઓ હોય તો અમને જાણકારી આપશો તેમ કહ્યું હતું. જેથી જશવંતભાઇએ 10 યુવાનો નામો અને ડોકયુમેન્ટ આપ્યા હતા.

IPSઅધિકારીએ કરી છેતરપીંડી-humdekhengenews

IPSઅધિકારીએ કરી છેતરપીંડી-humdekhengenews

IPSઅધિકારીએ કરી છેતરપીંડી-humdekhengenews

આ પણ વાંચો : કેએલ રાહુલ, અક્ષર પટેલ બાદ હવે શાર્દુલ ઠાકુર પણ કરશે લગ્ન, જાણો કોણ છે તેમની ભાવિ પત્ની

Back to top button