એજ્યુકેશનટ્રેન્ડિંગનેશનલવિશેષ

IPS મનોજ શર્માને તેમની શાળા તરફથી મળ્યું અભૂતપૂર્વ સન્માન, જૂઓ અહીં

Text To Speech
  • IPS મનોજ શર્માએ તાજેતરમાં તેમના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એક પોસ્ટ શેર કરી માહિતી આપી, પોસ્ટમાં જણાવ્યું છે કે કેવી રીતે તેમની શાળાએ તેમનું સન્માન કર્યું, આ સાથે તેમણે દિલની લાગણીઓ પણ શેર કરી

મુંબઈ, 28 ફેબ્રુઆરી: દરેક વ્યક્તિ પોતાના જીવનમાં સફળ થવા માંગે છે. આ સાથે માણસ ઈચ્છે છે કે તે સફળ થાય ત્યારે તેણે એકવાર તેની શાળાની મુલાકાત લેવી જોઈએ. જીવનમાં સફળ થયા પછી શાળાએ જવું એ લગભગ દરેક વિદ્યાર્થીનું સ્વપ્ન હોય છે. કારણ કે તેમની સફળતા શાળાથી જ શરૂ થાય છે. અને એકવાર વ્યક્તિ સફળ થઈ જાય પછી શાળા તેને સન્માન પણ આપે છે જેની કોઈ બરોબરી કરી શકતું નથી. આવું જ કંઈક 12મામાં નાપાસ થઈને IPS ઓફિસર બનેલા મનોજ શર્મા સાથે થયું છે. તેમની શાળાએ તેમનું એવું સન્માન આપ્યું છે જે તેઓ જીવનભર ભૂલી શકશે નહીં. IPS મનોજ શર્માએ પણ તેના ફોટો સોશિયલ મીડિયા પર શેર કર્યા છે.

IPS મનોજ શર્માએ શેર કરેલા ફોટોમાં શું જોવા મળ્યું?

IPS મનોજ શર્માએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર બે ફોટા શેર કર્યા છે. એક ફોટોમાં તેની શાળાનો દરવાજો દેખાય છે. જ્યારે બીજા ફોટોમાં શાળાની બહારની દિવાલ જોવા મળે છે, જેના પર તેમના સન્માનમાં કેટલુક લખાણ જોવા મળે છે. IPS મનોજ શર્માના સન્માનમાં સ્કૂલની દિવાલ પર લખવામાં આવ્યું છે કે, ‘તમે દરેક માટે રોલ મોડલ છો. તમે અમને પ્રેરણા આપો છો કે સખત પરિશ્રમ અને સમર્પણથી સૌથી મોટા લક્ષ્યો પણ પ્રાપ્ત કરી શકાય છે.’

અહીં જુઓ IPS મનોજ શર્માએ શેર કરેલા ફોટો:

આ તસવીર સાથે IPS મનોજ શર્માએ લખ્યું, ‘તમારું નામ દુનિયાના કોઈપણ ખૂણે લખી શકાય છે, પરંતુ સૌથી મોટી ખુશી ત્યારે જ મળે છે જ્યારે તમારા ગામની શાળાની દિવાલ પર તમારા માટે કંઈક સારું લખવામાં આવે.’ સમાચાર લખાય છે ત્યાં સુધી આ પોસ્ટને 2 લાખ 30 હજાર લોકો જોઈ ચૂક્યા છે. પોસ્ટ જોયા બાદ એક યુઝરે લખ્યું, ‘તમે આના લાયક છો.’ અન્ય યુઝરે લખ્યું, ‘આ ગૌરવ બહુ મોટું છે ભાઈ.’ અન્ય યુઝરે લખ્યું, ‘સર, તમે દરેક યુવાનો માટે પ્રેરણા સ્ત્રોત છો.’

આ પણ વાંચો: મળો અસલી 12 ફેલ IPS અધિકારીને, શેર કરી પોતાની જૂની તસવીર, થઈ ગઈ વાયરલ

Back to top button