IPL2023 : તમારા favourite ક્રિકેટર્સના શરીર પર કેટલા ટેટૂ છે અને તે શું દર્શાવે છે જાણો
સ્પોર્ટસ વર્લ્ડમાં બીજી રમત કરતા ક્રિકેટ તેમજ ક્રિકેટર્સ વારંવાર સોશિયલ મીડિયા પર સારા પર્ફોમન્સ, ફિટનેસ તેમજ લાઇફસ્ટાઇલ માટે ચર્ચાનું કારણ બને છે. લોકો તેમના ચહિતા ક્રિકેટરોને દિલ ખોલી પ્રેમ તેમજ એક રોલ મોડેલ માનીને ફોલો કરતા હોય છે ત્યારે ક્રિકેટર્સ હાલ તેમના ટેટૂ ક્રેજને લઈને ફરી એકવાર ચર્ચાનું કેન્દ્ર બન્યા છે .
જાણીતા ક્રિક્રેટરોનો ટેટૂ લુક
વિરાટ કોહલીથી લઈ હાર્દિક પડ્યા, કે એલ રાહુલ, શિખર ધવન, સૂર્યકુમાર યાદવ, યુઝવેન્દ્ર ચહલ, રવીન્દ્ર જાડેજા જેવા અનેકો ક્રિકેટેરો ટેટૂ લુકથી લોકો પર પ્રભાવ દર્શાવી રહ્યા છે જેથી તેવો આજકાલ ખૂબ ચર્ચામાં ચાલી રહ્યા છે.
હાર્દિક પંડયા: ગુજરાત ટાઇટન્સના કેપ્ટન હાર્દિક પંડયા જેમના 25.6M સાથે સૌથી વધુ સોશિયલ મીડિયા ફેન ફોલોઇંગસ છે તેમના ફેશનેબલ લુક માટે હમેશા ચર્ચામાં રહે છે તેના શરીર પર કુલ 12 ટેટૂ છે. જેમાં તેના જન્મનો સમય દર્શાવતું ઘડીયાળ તથા પિતા-પુત્રનો પ્રેમ દર્શાવતું, જેવા અનેક ખાસ ટેટૂ જોવા મળે છે.
વિરાટ કોહલી: “THE CHASER MASTER”,”THE RUN MACHINE” તારીખે પ્રખ્યાત જેમની રાહ ગ્રાઉંડ પર ફેન્સ ઉત્સુકતાથી જોતા હોય છે તેમના શરીર પર કુલ 12 ટેટૂ છે જેમાં તેમના મમ્મી પપ્પાના નામ, ભગવાન શિવ તેમજ અનેક ટેટૂ ચિત્રાવેલ જોવા મળે છે.
કે એલ રાહુલ : લખનઉ સુપર જાયન્ટ્સના કેપ્ટન કે એલ રાહુલ જે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે 1 મેના રોજ લખનૌમાં IPL મેચમાં ઇજાગ્રસ્ત હોવાથી IPLથી બહાર કરાઇ દેવાયા છે તેમને પણ ટેટૂનો ખૂબ શોખ છે અને તેના લીધે લોકોના આકર્ષણનું કારણ બને છે. તેમના શરીર પર કુલ 9 ટેટૂ છે.
રવીન્દ્ર જાડેજા : એમએસ ધોની અને રવીન્દ્ર જાડેજા (જડુ)ની જોડી હાલ iplમાં ધમાલ મચાવી રહી છે.તેવા રવીન્દ્ર જાડેજા પણ ટેટૂની લત લાગી છે. તેમના શરીર પર 4 ટેટૂ છે જેમાં ડ્રૈગન, jaadu, બટરફ્લાઇ જેવા ટેટૂનો સમાવેશ છે. ક્રિકેટેરમાં જોવા મળતો વેરાયટી ઓફ ટેટૂનો શોખ તેમનું વ્યક્તિત્વ, પસંદ-નાપસંદ તેમજ તેમના વિચારો તેમના ફેન્સ સમક્ષ રજૂ કરવાનો એક અંદાજ હોઈ શકે છે.
આ પણ વાંચો : શુભમન ગિલ હવે ફિલ્મોમાં જોવા મળશે , ભારતીય ક્રિકેટર બનશે Spider-Manનો અવાજ