IPL2022:મોહમ્મદ સિરાજના નામે અનોખો રેકોર્ડ, એક સિઝનમાં સૌથી વધુ છગ્ગા ખાનાર બોલર બન્યો


ઈન્ડિયન પ્રીમિયર લીગની આ સીઝનમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની સફર હવે પૂરી થઈ ગઈ છે. શુક્રવારે રમાયેલી ક્વોલિફાયર-2માં તેઓ રાજસ્થાન રોયલ્સ સામે 7 વિકેટથી પરાજય થયો હતો. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના બોલરો આ સીઝનમાં નિરાશાજનક પ્રદર્શન રહ્યું હતું. તેમા પણ ખાસ કરીને મોહમ્મદ સિરાજને ખુબ રન પડીયા હતા.આ ઉપરાંત ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજના નામે અનિચ્છનીય રેકોર્ડ નોંધાયો છે. સિરાજ એક જ સિઝનમાં સૌથી વધુ છગ્ગા ખાનાર બોલર બની ગયો છે, આ રેકોર્ડ તેમણે વેસ્ટ ઈન્ડિઝના પ્રખ્યાત ફાસ્ટ બોલિંગ ઓલરાઉન્ડર ડ્વેન બ્રાવોનો રેકોર્ડ તોડી નાખ્યો છે.
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર તરફથી રમી રહેલા મોહમ્મદ સિરાજે એક સિઝનમાં સૌથી વધુ સિક્સર ખાનાર બોલર બની ગયો છે. સિરાજે વર્તમાન સિઝનમાં કુલ 15 મેચ રમ્યો છે. જેમાં તેમની બોલીંગ પર સૌથી વધુ 31 સિક્સર ફટકારી હતી, જ્યારે બીજા નંબર પર બ્રાવો છે, તેણે 2018ની સિઝનમાં 29 સિક્સ તેમની બોલીંગ પર ફટકારી હતી. અનુક્રમે સ્પિનર્સ યુઝવેન્દ્ર ચહલ અને વાનિન્દુ હસરંગાનો નંબર આવે છે. ચહલે 2015ની સિઝનમાં 28 સિક્સર તેમની બોલીંગ પર ફટકારી હતી. જ્યારે હસરંગાએ આ સિઝનમાં 28 સિક્સર તેમની બોલીંગ પર ફટકારી હતી.

સિરાજે આ સીઝનમાં કુલ 15 મેચમાં માત્ર 9 વિકેટ ઝડપી હતી. જ્યારે ચાલુ સિઝનમાં અત્યાર સુધી ચહલ અને હસરંગાએ સૌથી વધુ વિકેટ ઝડપી છે. આરસીબીના સ્પિનર હસરંગા અને રાજસ્થાન રોયલ્સના લેગ સ્પિનર ચહલે 16-16 મેચમાં 26-26 વિકેટ લીધી છે, જ્યારે રબાડા, મલિક, કુલદીપ યાદવ અનુક્રમે ત્રીજા,ચોથી, અને પાંચમાં નંબરે છે. આ સિઝનમાં જોસ બટલરે 824 રન બનાવી પ્રથમ નંબરે છે, જ્યારે બીજા નંબર પર કે.એલ રાહુલ 616 રન બનાવી બીજા નંબરે છે, જ્યારે ડી કોક, ડુ પ્લેસીસ, શીખર ધવન અનુક્રમે ત્રીજા,ચોથી, અને પાંચમાં નંબરે છે.
એક સિઝનમાં સૌથી વધુ છગ્ગા ખાનાર બોલર
મોહમ્મદ સિરાજ – 31 છગ્ગા, 15 મેચ (2022)
ડ્વેન બ્રાવો – 29 છગ્ગા, 16 મેચ (2018)
યુઝવેન્દ્ર ચહલ – 28 સિક્સર 14 મેચ (2015)
વાનિંદુ હસરંગા – 28 છગ્ગા, 16 મેચ (2022)