IPL ઓક્શન : એક જ મેચમાં 10 વિકેટ લેનાર અને એક જ ઓવરમાં 6 સિક્સ ફટકારનાર આ ખેલાડીઓ ઉપર થયો પૈસાનો વરસાદ
જેદ્દાહ, 25 નવેમ્બર : IPL 2025 માટે જેદ્દાહમાં એક મેગા ઓક્શનનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ હરાજીનો આજે બીજો દિવસ છે. હરાજીના પ્રથમ દિવસે તમામ 10 ટીમોએ મળીને કુલ 72 ખેલાડીઓને ખરીદ્યા હતા. જેમાં 24 વિદેશી ખેલાડીઓ પણ સામેલ હતા. RCB પાસે બીજા દિવસે હરાજીમાં સૌથી વધુ 30.65 કરોડ રૂપિયા બાકી છે.
દરમિયાન બીજા દિવસે અનકેપ્ડ ઓલરાઉન્ડર અંશુલ કંબોજે ધૂમ મચાવી હતી. તે તેની મૂળ કિંમત કરતાં 11 ગણી વધુ કિંમતે વેચાયો હતો. આ વખતે અંશુલ કંબોજ 30 લાખની બેઝ પ્રાઈઝ સાથે મેગા ઓક્શનમાં ઉતર્યો હતો. ફાસ્ટ બોલિંગ ઓલરાઉન્ડર અંશુલે તાજેતરમાં રણજી ટ્રોફી મેચની એક ઇનિંગમાં 10 વિકેટ લીધી હતી. મેગા ઓક્શનમાં તેને તેનું ઈનામ મળ્યું છે.
દિલ્હી કેપિટલ્સ (DC), ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK), લખનૌ સુપર જાયન્ટ્સ (LSG) અને મુંબઈ ઈન્ડિયન્સ (MI) વચ્ચેની હરાજીમાં અંશુલ કંબોજ માટે લાંબી લડાઈ હતી. પરંતુ અંતે ચેન્નાઈની ટીમનો વિજય થયો હતો. મહેન્દ્ર સિંહ ધોનીની ટીમે અંશુલ કંબોજને 3.40 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો.
આઈપીએલમાં અંશુલનો આવો રેકોર્ડ છે
આ રીતે અંશુલને 30 લાખની બેઝ પ્રાઈસ કરતા 11.34 ગણા વધુ પૈસા મળ્યા હતા. ગત સિઝન સુધી અંશુલ કંબોજ મુંબઈની ટીમ તરફથી રમતા હતા. આ વખતે પણ મુંબઈની ટીમે ખરીદવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ સફળતા મળી ન હતી. અંશુલ કંબોજની આ બીજી આઈપીએલ સિઝન હશે. તેણે તેની પ્રથમ એટલે કે 2024 IPL સિઝનમાં 3 મેચ રમી હતી. આ સમયગાળા દરમિયાન, 60 બોલ ફેંકવામાં આવ્યા હતા અને 2 વિકેટો લેવામાં આવી હતી. એક ઇનિંગમાં બેટિંગ કરવાનો મોકો મળ્યો, જ્યાં તેણે 2 અણનમ રન બનાવ્યા હતા.
પંજાબ કિંગ્સે પ્રિયાંશને ખરીદ્યો
બીજી બાજુ દિલ્હીના વિસ્ફોટક અનકેપ્ડ ખેલાડી પ્રિયાંશ આર્ય માટે મજબૂત બોલી લગાવવામાં આવી છે. પ્રિયાંશ, જેની મૂળ કિંમત માત્ર 30 લાખ રૂપિયા હતી, તેને પંજાબ કિંગ્સે 3.80 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. મહત્વનું છે કે, પ્રિયાંશ આર્યએ થોડા મહિના પહેલા જ દિલ્હી પ્રીમિયર લીગમાં પોતાની તોફાની બેટિંગથી પોતાનું નામ બનાવ્યું હતું. ખાસ કરીને તેણે એક જ ઓવરમાં સતત 6 છગ્ગા ફટકારીને મેચ પોતાની ટીમ તરફ કરી હતી.
- ભારતીય સ્ટાર ટેસ્ટ ખેલાડી સરફરાઝ ખાન અનસોલ્ડ રહ્યો છે. તેની મૂળ કિંમત માત્ર 75 લાખ રૂપિયા હતી.
- મુંબઈ ઈન્ડિયન્સે મિશેલ સેન્ટનરને ખરીદ્યો છે. મિશેલ સેન્ટનરની બેઝ પ્રાઈસ 2 કરોડ રૂપિયા હતી, મુંબઈએ તેને તેની બેઝ પ્રાઈસ પર જ ખરીદ્યો છે.
- ગુર્જપનીત સિંહને ચેન્નાઈ સુપર કિંગ્સે 2.2 કરોડ રૂપિયામાં ખરીદ્યો છે. તેની મૂળ કિંમત 30 લાખ રૂપિયા હતી. ચેન્નાઈ સુપર કિંગ્સ ઉપરાંત લખનૌ સુપર જાયન્ટ્સ અને ગુજરાત ટાઇટન્સે પણ તેના પર બોલી લગાવી છે.
- ભારતના અનુભવી ખેલાડી ઈશાંત શર્માને ગુજરાત ટાઇટન્સે તેની મૂળ કિંમત 75 લાખ રૂપિયામાં ખરીદ્યો છે. ઈશાંત શર્મા ગત સિઝનમાં દિલ્હી કેપિટલ્સ તરફથી રમ્યો હતો.
- IPL 2025 માટે આયોજિત હરાજીમાં ઉમરાન મલિક અને મુસ્તફિઝુર રહેમાન વેચાયા વગરના રહ્યા હતા. ઉમરાન સનરાઇઝર્સ હૈદરાબાદનો ભાગ હતો અને મુસ્તાફિઝુર રહેમાન ગત સિઝનમાં ચેન્નાઇ સુપર કિંગ્સનો ભાગ હતો.
- ઓસ્ટ્રેલિયાના સ્પેન્સર જોન્સનને કોલકાતા નાઈટ રાઈડર્સે 2.8 કરોડ રૂપિયામાં ખરીદ્યો છે.
- ગુજરાત ટાઇટન્સ ટીમે આર સાઇ કિશોરને રૂ. 2 કરોડમાં RTMed કર્યો છે. પંજાબ કિંગ્સે તેના માટે 2 કરોડ રૂપિયાની બોલી લગાવી હતી. તેની મૂળ કિંમત માત્ર 75 લાખ રૂપિયા હતી.
- ઈંગ્લેન્ડના ઓલરાઉન્ડર વિલ જેક્સને મુંબઈ ઈન્ડિયન્સની ટીમે ખરીદ્યો છે. વિલ જેક્સ માટે મુંબઈએ 5.25 કરોડ રૂપિયા ખર્ચ્યા છે. તેની મૂળ કિંમત 2 કરોડ રૂપિયા હતી.
આ પણ વાંચો :- અદાણી ગ્રૂપ ઉપર લાગેલા આક્ષેપ બાદ તેલંગાણા સરકારનો મોટો નિર્ણય, જાણો શું કર્યું