IPL 2026: મેદાન પર ‘ખેલ ખતમ’ કરનારા 31 ધુરંધરો, જાણો કોની પાસે છે સૌથી મજબૂત ફિનિશિંગ યુનિટ?

IPL 2026: ક્રિકેટમાં રમત શરૂ કરનાર ‘ઓપનર’ કહેવાય છે, પરંતુ જે જીત સાથે રમત પૂરી કરે તે ખરો ‘ફિનિશર’ ગણાય છે. IPL 2026 ની 19મી સીઝન માટે તમામ 10 ટીમો પાસે મળીને કુલ 31 એવા ખેલાડીઓ છે જેઓ હારેલી બાજી પલટાવવાની ક્ષમતા ધરાવે છે. કઈ ટીમ પાસે કેટલા અને કયા મહારથીઓ છે? ચાલો વિગતવાર જાણીએ.
MI અને CSK: અનુભવ અને આક્રમકતાનો સંગમ
IPLની સૌથી સફળ ટીમ મુંબઈ ઈન્ડિયન્સ (MI) પાસે આ વખતે હાર્દિક પંડ્યા, નમન ધીર અને વિલ જેક્સ જેવા 3 મોટા ફિનિશર છે. બીજી તરફ, ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) પાસે સૌથી વધુ 4 તગડા ફિનિશર છે, જેમાં દિગ્ગજ એમ.એસ. ધોની, શિવમ દુબે, કાર્તિક શર્મા અને ડિવાલ્ડ બ્રેવિસ સામેલ છે.
RCB, DC અને SRH: મધ્યક્રમમાં મજબૂતી
ડિફેન્ડિંગ ચેમ્પિયન રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) પાસે આ સીઝનમાં ટીમ ડેવિડ, જીતેશ શર્મા અને રોમારિયો શેફર્ડ ની ત્રિપુટી છે. દિલ્હી કેપિટલ્સ (DC) એ ભલે હજુ સુધી ટ્રોફી ન જીતી હોય, પરંતુ તેમની પાસે ડેવિડ મિલર, સમીર રિઝવી અને આશુતોષ શર્મા જેવા મેચ વિનર્સ છે. સનરાઈઝર્સ હૈદરાબાદ (SRH) માં આ વર્ષે લાયમ લિવિંગસ્ટન નવું નામ જોડાયું છે, જેની સાથે હેનરિક ક્લાસેન અને અનિકેત વર્મા પણ છે.
GT, LSG અને RR: ઓલરાઉન્ડર્સનો દબદબો
ગુજરાત ટાઇટન્સ (GT) પાસે જેસન હોલ્ડર, રાહુલ તેવટિયા અને ગ્લેન ફિલિપ્સ જેવા ફિનિશર્સ છે, જેઓ અંતિમ ઓવરોમાં મોટા શોર્ટ્સ ફટકારવા માટે જાણીતા છે. લખનૌ સુપર જાયન્ટ્સ (LSG) માટે નિકોલસ પૂરન, આયુષ બદોની અને અબ્દુલ સમદ મેચ ફિનિશ કરતા જોવા મળશે. રાજસ્થાન રોયલ્સ (RR) પાસે જો વૈભવ સૂર્યવંશી જેવો ઓપનર છે, તો ફિનિશિંગમાં શિમરોન હેટમાયર, શુભમ દુબે અને ડોનોવન ફરેરા ની તાકાત છે.
KKR અને PBKS: નવા ચહેરા અને જૂના જોગીઓ
કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) ને આ વખતે આન્દ્રે રસેલની સેવાઓ નહીં મળે, પરંતુ તેમની પાસે રિંકુ સિંહ, રમનદીપ સિંહ અને રિકાર્ડો પોવેલ જેવા ભરોસાપાત્ર નામ છે. અંતમાં, પંજાબ કિંગ્સ (PBKS) પાસે શશાંક સિંહ, માર્કસ સ્ટોઈનિસ અને માર્કો યાનસન જેવા 3 પાવર હિટર્સ છે જેઓ વિરોધી ટીમના બોલરો માટે માથાનો દુખાવો સાબિત થઈ શકે છે.
આંકડાકીય રીતે જોઈએ તો તમામ 10 ટીમો સંતુલિત દેખાઈ રહી છે. હવે જોવાનું એ રહેશે કે IPL 2026 ના મેદાન પર કઈ ટીમનો ‘ફિનિશર’ સૌથી વધુ પ્રભાવશાળી સાબિત થાય છે અને પોતાની ટીમને વિજય અપાવે છે.
આ પણ વાંચોઃ રોકાણકારો માટે ચેતવણી: મહિનાના અંતે આ તારીખો પર શેરબજાર બંધ રહેશે
આ પણ વાંચોઃ Chaitra Navratri 2026: ચૈત્ર નવરાત્રીમાં પીળી રાઈના ઉપાયો, આર્થિક સમસ્યાથી રાહત મળશે
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો












