હાર્દિક પંડ્યાને શું થયું? તે દિલ્હી કેપિટલ્સ સામેની મેચમાં રમ્યો નહીં; સૂર્યાએ સંભાળી કેપ્ટનશીપ

ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) માં આજે શનિવારે દિલ્હી કેપિટલ્સ (DC) અને મુંબઈ ઈન્ડિયન્સ (MI) વચ્ચે રોમાંચક મુકાબલો રમાઈ રહ્યો છે. દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં રમાઈ રહેલી આ મેચમાં દિલ્હીના કેપ્ટન અક્ષર પટેલે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે.
હાર્દિક પંડ્યા કેમ નથી રમી રહ્યો?
મુંબઈ ઈન્ડિયન્સના ચાહકો માટે આંચકાજનક સમાચાર એ છે કે નિયમિત કેપ્ટન હાર્દિક પંડ્યા આ મેચમાં ઉપલબ્ધ નથી. તેની જગ્યાએ સૂર્યકુમાર યાદવ ટીમનું નેતૃત્વ કરી રહ્યો છે. સૂર્યાએ ટોસ દરમિયાન જણાવ્યું હતું કે, હાર્દિકની તબિયત સારી ન હોવાથી તે મેચ રમવા માટે ફિટ નથી.
મુંબઈની ટીમમાં આ મેચ માટે ઘણા ફેરફારો કરવામાં આવ્યા છે, જેમાં દીપક ચાહર અને મિશેલ સેન્ટનરને તક મળી છે.
દિલ્હીનો હોમ ગ્રાઉન્ડ પર દબદબો
દિલ્હી કેપિટલ્સ માટે આ સિઝનની પ્રથમ હોમ મેચ છે. કેપ્ટન અક્ષર પટેલે જણાવ્યું હતું કે પિચ થોડી સૂકી અને કઠણ હોવાથી રનનો પીછો કરવો વધુ સારો વિકલ્પ હોઈ શકે છે. દિલ્હીની ટીમે તેમની પ્લેઈંગ ઈલેવનમાં કોઈ ફેરફાર કર્યો નથી અને તેઓ જૂના આત્મવિશ્વાસ સાથે મેદાનમાં ઉતર્યા છે.
બંને ટીમોની પ્લેઈંગ-11
દિલ્હી કેપિટલ્સ: કેએલ રાહુલ (વિકેટકીપર), પથુમ નિસંકા, નીતિશ રાણા, અક્ષર પટેલ (કેપ્ટન), ટ્રિસ્ટન સ્ટબ્સ, ડેવિડ મિલર, વિપ્રજ નિગમ, લુંગી એનગિડી, કુલદીપ યાદવ, ટી નટરાજન અને મુકેશ કુમાર.
મુંબઈ ઈન્ડિયન્સ: રોહિત શર્મા, રયાન રિકેલ્ટન (વિકેટકીપર), તિલક વર્મા, સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), નમન ધીર, શેરફેન રધરફોર્ડ, મિશેલ સેન્ટનર, કોર્બિન બોશ, શાર્દુલ ઠાકુર, દીપક ચાહર અને જસપ્રીત બુમરાહ.
આ પણ વાંચોઃ વાસ્તુ ટિપ્સ: ઘરમાં આ દિશામાં રાખો ‘જેડ પ્લાન્ટ’, ચુંબકની જેમ ખેંચાઈને આવશે લક્ષ્મી!
આ પણ વાંચોઃ 700 ડમી ખાતા, કરોડોની હેરાફેરી: ગાજીપુરમાં સાયબર ગેંગનો પર્દાફાશ
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X












