ટ્રેન્ડિંગસ્પોર્ટસ

IPL 2025: KKRમાં ગૌતમ ગંભીરની જગ્યા કોણ લેશે? આ ખેલાડીનું નામ રેસમાં

Text To Speech

HD ન્યૂઝ ડેસ્ક, 13 જુલાઈ: ભારતના નવા મુખ્ય કોચ તરીકે ગૌતમ ગંભીરની નિમણૂક થઈ ગઈ છે, તેનો અર્થ એ છે કે હવે કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) પાસે આગામી સિઝન માટે કોઈ મેન્ટર નથી. ગંભીરના કાર્યકાળે તેમને ત્રણ ઈન્ડિયન પ્રીમિયર લીગ ટાઈટલ (બે કેપ્ટન તરીકે અને એક માર્ગદર્શક તરીકે)માં જીત અપાવી છે. દરમિયાન કેટલાક મીડિયા રિપોર્ટ્સમાં ખુલાસો થયો છે કે કેકેઆર મેનેજમેન્ટ પહેલેથી જ ગંભીરના રિપ્લેસમેન્ટની શોધમાં છે.

ધ ટેલિગ્રાફના એક અહેવાલ મુજબ કેકેઆરના મેન્ટર ગંભીરની જગ્યાએ હવે દક્ષિણ આફ્રિકાના મહાન અને ભૂતપૂર્વ ફ્રેન્ચાઇઝી કોચ જેક કાલિસ (Jacques Kallis) લીસ્ટમાં સૌથી આગળ છે. જો કે ચંદ્રકાંત પંડિત ટીમના મુખ્ય કોચ રહેશે તે નિશ્ચિત છે, પરંતુ કાલિસની નિમણૂક સાથે તેણે ગંભીર જેવી જ ભૂમિકા ભજવવી પડી શકે છે.

જેક કાલિસ બની શકે છે IPL 2025 માટે KKRના મેન્ટર

અહેવાલમાં ઉમેર્યું હતું કે, “ફ્રેન્ચાઇઝી ગંભીરના સ્થાને કોઈ નવા માણસની શોધ કરી રહ્યું છે, જે આ વર્ષે તેમના ત્રીજા IPL ટાઇટલને જીતવામાં મદદ રુપ બને. દક્ષિણ આફ્રિકાના મહાન ઓલરાઉન્ડર જેક કાલિસનું નામ પણ ચર્ચામાં છે, જેણે 2019માં KKRને કોચિંગ આપ્યું હતું.

જેક કાલિસના પહેલેથી જ કેકેઆર સાથે છે સારા સબંધ

રસપ્રદ વાત એ છે કે જ્યારે ગંભીર ટીમનો કેપ્ટન હતો ત્યારે કાલિસ 2012 અને 2014 IPL ટાઇટલ વિજેતા કોલકાતા ટીમનો ભાગ હતો. 2014માં તેમની નિવૃત્તિ બાદ ટ્રેવર બેલિસની વિદાય બાદ ટીમના કોચ તરીકે તેમની નિમણૂકને પગલે કાલિસ 2015માં બેટિંગ સલાહકાર તરીકે KKR સાથે જોડાયો. તે 2019 સુધી KKR સાથે રહ્યો અને પછી બેટિંગ સલાહકાર તરીકે દક્ષિણ આફ્રિકાની ટીમમાં જોડાયો હતો.

કેકેઆરને બેટિંગ કોચની પણ પડી શકે છે જરુર

કેકેઆરને મેન્ટર સિવાય બેટિંગ કોચની પણ જરૂર પડી શકે છે. અહેવાલો અનુસાર KKRના બેટિંગ સલાહકાર અભિષેક નાયર પણ ટીમ ઈન્ડિયામાં આસિસ્ટન્ટ કોચ તરીકે ગંભીરના સપોર્ટ સ્ટાફમાં સામેલ થવાની રેસમાં છે. દરમિયાન, ગંભીર ભારતના મુખ્ય કોચ તરીકેનો કાર્યકાળ શ્રીલંકા પ્રવાસથી શરૂ કરશે. આ પોસ્ટ પર રાહુલ દ્રવિડની જગ્યાએ ભારતના ભૂતપૂર્વ ઓપનિંગ બેટ્સમેને સ્થાન લીધું હતું.

આ પણ વાંચો: જેમ્સ એન્ડરસનની વિદાય પર સચિન તેંડુલકર પણ થયા ભાવુક, કહ્યું- હવે તમે …

Back to top button