IPL 2025ટોપ ન્યૂઝટ્રેન્ડિંગવીડિયો સ્ટોરીસ્પોર્ટસ

VIDEO: ચાલુ મેચમાં કોહલીને મળવા ચાહક મેદાનમાં ઘૂસી આવ્યો, પ્રિય ખેલાડીને જોઈ પગે પડ્યો

Text To Speech

કોલકાતા, 23 માર્ચ 2025: ઈંડિયન પ્રીમિયર લીગની 18મી સીઝનની શરુઆત કેકેઆર અને આરસીબીની વચ્ચે મેચ સાથે થઈ ગઈ. જેમાં કોલકાતાના ઈડન ગાર્ડન્સ સ્ટેડિયમમાં રમાયેલી આ મેચમાં આરસીબીની ટીમનો દબદબો જોવા મળ્યો. જેમાં તેમણે 7 વિકેટે જીત પ્રાપ્ત કરી. કેકેઆરની મેચની શરુઆતમાં જરુર થોડી આક્રમક દેખાઈ, પણ ત્યાર બાદ આરસીબીના બોલર્સે શાનદાર વાપસી કરતા 174ના સ્કોર પર જ રોકી દીધા. ત્યાર બાદ આરસીબીએ ફક્ત 16.2 ઓવર્સમાં જ ટારગેટ સેટ કરી દીધો. જેમાં તેના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલીના બેટથી નોટઆઉટ 59 રનની ઈનિંગ્સ જોવા મળી. તો વળી કોહલી જ્યારે આ મેચમાં બેટીંગ કરી રહ્યો હતો, ત્યારે અચાનક મેદાનની અંદર એક ફેન ઘુસી આવ્યો, જેના કારણે મેચ થોડી વાર રોકવી પડી હતી.

કોહલીનો ચાહક મેદાનમાં ઘૂસી પગે પડ્યો

આ મેચમાં RCB માટે વિરાટ કોહલી સાથે ઇનિંગ્સની શરૂઆત કરવા માટે ફિલ સોલ્ટ મેદાનમાં ઉતર્યા હતા, જેમાં બંનેએ પ્રથમ વિકેટ માટે 95 રનની ભાગીદારી કરી હતી, જેમાં સોલ્ટ 56 રન બનાવીને પેવેલિયન પરત ફર્યા બાદ, કોહલીએ ટીમને જીત તરફ દોરી જવાની જવાબદારી લીધી હતી, જેમાં તેણે આ મેચમાં 31 બોલમાં પોતાની અડધી સદી પૂર્ણ કરી હતી. કોહલીએ પોતાના પચાસ રન પૂર્ણ કરતાની સાથે જ સ્ટેડિયમમાં મેચ જોવા માટે આવેલા તેના ચાહક મેદાનમાં ઘુસી આવ્યો, પીચ તરફ દોડ્યો અને કોહલી પાસે પહોંચ્યો અને પછી તેના પગે પડ્યો હતો. આ પછી, કોહલીએ તરત જ તેને ઉઠાવ્યો અને પછી સુરક્ષા કર્મચારીઓએ તે ચાહકને મેદાનની બહાર લઈ ગયા. આ ઘટના RCB ટીમની ઇનિંગની 12.5મી ઓવરમાં બની હતી.

આ મેચમાં આરસીબીએ માત્ર ૧૬.૨ ઓવરમાં લક્ષ્યનો પીછો કર્યો હતો, જે આઈપીએલના ઇતિહાસમાં ૧૭૫ કે તેથી વધુ રનના લક્ષ્યનો પીછો કરતી વખતે બોલની દ્રષ્ટિએ તેમની બીજી સૌથી મોટી જીત છે. આ પહેલા વર્ષ 2024 માં, RCB ટીમે ગુજરાત ટાઇટન્સ સામે 24 બોલ બાકી રહેતા માત્ર 16 ઓવરમાં 201 રનનો પીછો કર્યો હતો. જો આ મેચની વાત કરીએ તો, RCB ટીમે 22 બોલ પહેલા જ મેચ જીતી લીધી હતી.

આ પણ વાંચો: બેંગલુરુમાં રથયાત્રા દરમ્યાન મોટી દુર્ઘટના, 100 ફુટ ઊંચો રથ ભીડ પર પડ્યો, અનેક લોકો ઘાયલ થયા

Back to top button