IPL 2025: મેદાન પર ઉતરતાં જ વિરાટ કોહલીએ બનાવ્યો મોટો રેકોર્ડ


કોલકાતા, તા.22 માર્ચ, 2025: ક્રિકેટના મહાકુંભ ઈન્ડિયન પ્રીમિયર લીગ 2025ની આજથી શરૂઆત થઈ હતી. પ્રથમ મુકાબલો KKR અને RCB વચ્ચે રમાઈ રહ્યો છે. આરસીબીના કેપ્ટન રજત પાટીદારે ટોસ જીતીને પ્રથમ બોલિંગનો નિર્ણય કર્યો હતો. આ મેચમાં મેદાનમાં ઉતરતા જ વિરાટ કોહલીએ મોટો રેકોર્ડ બનાવ્યો હતો. તે 400 ટી20 મેચ રમાનારો ભારતનો ત્રીજો ક્રિકેટર બન્યો હતો.
સૌથી વધુ ટી20 મેચ રમનારા ભારતીય ખેલાડી
રોહિત શર્માઃ 448 મેચ
દિનેશ કાર્તિકઃ 412 મેચ
વિરાટ કોહલીઃ 400 મેચ
એમએસ ધોનીઃ 391 મેચ
સુરેશ રૈનાઃ 336 મેચ
કોહલી 400 ટી20 મેચ રમનારો વિશ્વનો 23મો ખેલાડી બન્યો હતો. વિશ્વમાં સૌથી વધુ ટી20 મેચ રમવામાં વેસ્ટ ઈન્ડિઝનો પોલાર્ડ પ્રથમ ક્રમે છે. તેણે 695 મેચ રમી છે. બીજા ક્રમે રહેલા ડ્વેન બ્રાવોએ 582 મેચ, ત્રીજા ક્રમે શોએબ મલિકે 554 મેચ, ચોથા ક્રમે આંદ્રે રસેલે 538 મેચ અને પાંચમા ક્રમે સુનીલ નરેને 536 મેચ રમી છે.
બે વખત ઓરેન્જ કેપ વિજેતા
કોહલી આઈપીએલનો એક લેજેન્ડ ખેલાડી, જેણે ટુર્નામેન્ટમાં સૌથી વધુ રન બનાવ્યા છે. તેણે 8004 રન બનાવ્યા છે અને શિખર ધવનના નામે 6769 રન છે, જે તેનાથી ઘણો પાછળ છે. કોહલી આઈપીએલમાં બે વખત ઓરેન્જ કેપ વિજેતા છે. 2016માં તે 973 રન સાથે ટોપ સ્કોરર હતો, જ્યારે 2024માં તેણે ફરીથી 741 રન બનાવ્યા હતા.
આ પણ વાંચોઃ IPL 2025: શાહરૂખ અને કોહલીએ ઝુમે જો પઠાણ પર કર્યો ડાંસ, જુઓ વીડિયો