ટોપ ન્યૂઝટ્રેન્ડિંગસ્પોર્ટસ

IPL 2025 : મેગા ઓક્શનમાં આ 5 ફ્રેન્ચાઈઝી શોધશે પોતાની ટીમના કેપ્ટન

જેદ્દાહ, 24 નવેમ્બર : ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ) 2025 સીઝનની મેગા ઓક્શન શરૂ થઈ ગયું છે. આ હરાજી 24 અને 25 નવેમ્બરે સાઉદી અરેબિયાના જેદ્દાહમાં થઈ રહી છે. મેગા ઓક્શનમાં 577 ખેલાડીઓ પર બિડિંગ થશે. જો કે, વધુમાં વધુ 204 ખેલાડીઓ જ વેચી શકાશે.

હાલમાં જ IPLની તમામ 10 ફ્રેન્ચાઇઝીએ તેમના રિટેન કરાયેલા ખેલાડીઓની યાદી જાહેર કરી હતી. આની સૌથી મોટી વાત એ હતી કે રિષભ પંત, શ્રેયસ અય્યર, કેએલ રાહુલ, ફાફ ડુ પ્લેસિસને તેમની ટીમોએ જાળવી રાખ્યા નથી. આ તમામે આઈપીએલની છેલ્લી સીઝનમાં પોતપોતાની ટીમની કેપ્ટનશીપ કરી હતી.

આ વખતે 5 ટીમો કેપ્ટનની શોધમાં છે. આ ટીમો છે દિલ્હી કેપિટલ્સ (DC), પંજાબ કિંગ્સ (PBKS), કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR), રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB), લખનૌ સુપર જાયન્ટ્સ (LSG). ચાલો જાણીએ તમામ 10 ફ્રેન્ચાઈઝીના રિટેન કરાયેલા ખેલાડીઓ…

IPLના રિટેન ખેલાડીઓની યાદી

ગુજરાત ટાઇટન્સ (GT)

  • શુભમન ગિલ (16.5 કરોડ)
  • રાશિદ ખાન (18 કરોડ)
  • સાઈ સુદર્શન (8.5 કરોડ)
  • શાહરૂખ ખાન (4 કરોડ)
  • રાહુલ તેવટિયા (4 કરોડ)

લખનૌ સુપર જાયન્ટ્સ (LSG)

  • નિકોલસ પૂરન (21 કરોડ)
  • મયંક યાદવ (11 કરોડ)
  • રવિ બિશ્નોઈ (11 કરોડ)
  • આયુષ બદોની (4 કરોડ)
  • મોહસીન ખાન (4 કરોડ)

મુંબઈ ઈન્ડિયન્સ (MI)

  • હાર્દિક પંડ્યા (16.35 કરોડ)
  • રોહિત શર્મા (16.30 કરોડ)
  • જસપ્રિત બુમરાહ (18 કરોડ)
  • તિલક વર્મા (8 કરોડ)

ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK)

  • મતિશા પાથિરાના (13 કરોડ)
  • ઋતુરાજ ગાયકવાડ (18 કરોડ)
  • શિવમ દુબે (12 કરોડ)
  • રવિન્દ્ર જાડેજા (18 કરોડ)
  • મહેન્દ્ર સિંહ ધોની (4 કરોડ)

સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH)

  • પેટ કમિન્સ (18 કરોડ)
  • હેનરિક ક્લાસેન (23 કરોડ)
  • અભિષેક શર્મા (14 કરોડ)
  • ટ્રેવિસ હેડ (14 કરોડ)
  • નીતિશ કુમાર રેડ્ડી (6 કરોડ)

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB)

  • વિરાટ કોહલી (21 કરોડ)
  • રજત પાટીદાર (11 કરોડ)
  • યશ દયાલ (5 કરોડ)

દિલ્હી કેપિટલ્સ (DC)

  • અક્ષર પટેલ (16.50 કરોડ)
  • કુલદીપ યાદવ (13.25 કરોડ)
  • ટ્રિસ્ટન સ્ટબ્સ (10 કરોડ)
  • અભિષેક પોરેલ (4 કરોડ)

કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR)

  • સુનીલ નારાયણ (12 કરોડ)
  • રિંકુ સિંહ (13 કરોડ)
  • આન્દ્રે રસેલ (12 કરોડ)
  • વરુણ ચક્રવર્તી (12 કરોડ)
  • હર્ષિત રાણા (4 કરોડ)
  • રમનદીપ સિંહ (4 કરોડ)

પંજાબ કિંગ્સ (PBKS)

  • શશાંક સિંહ (5.5 કરોડ)
  • પ્રભસિમરન સિંહ (4 કરોડ)

રાજસ્થાન રોયલ્સ (RR)

  • સંજુ સેમસન (18 કરોડ)
  • યશસ્વી જયસ્વાલ (18 કરોડ)
  • રિયાન પરાગ (14 કરોડ)
  • ધ્રુવ જુરેલ (14 કરોડ)
  • શિમરોન હેટમાયર (11 કરોડ)
  • સંદીપ શર્મા (4 કરોડ)

આ પણ જુઓ :- મોન્ટ્રીયલ હિંસા પર કેનેડાનું રાજકારણ ગરમાયું! PM ટ્રુડો મુશ્કેલીમાં, જાણો કેમ

Back to top button