IPL 2025ટોપ ન્યૂઝટ્રેન્ડિંગસ્પોર્ટસ

IPL 2025: ઈશાન કિશનની આંધીમાં ઉડ્યું રાજસ્થાન, 44 રનથી કારમી હાર

Text To Speech

હૈદરાબાદ, તા. 23 માર્ચ, 2025:IPL 2025નો બીજો મુકાબલો સનરાઈઝર્સ હૈદરાબાદ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે હૈદરાબાદના રાજીવ ગાંધી સ્ટેડિયમમાં રમાયો હતો. મેચમાં રાજસ્થાને ટોસ જીતીને પ્રથમ બોલિંગ લીધી હતી. સનરાઈઝર્સ હૈદરબાદે નિર્ધારીત 20 ઓવરમાં 6 વિકેટના નુકસાન પર 286 રનનો તોતિંગ સ્કોર ખડક્યો હતો.જેના જવાબ રાજસ્થાનની ટીમ 20 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને 242 રન બનાવી શકી હતી. સનરાઈઝર્સનો 44 રનથી વિજય થયો હતો.

આ મેચમાં આઈપીએલ 2025ની પ્રથમ સદી નોંધાઈ હતી. સનરાઇઝર્સ હૈદરાબાદના ઇશાન કિશન દ્વારા આ કારનામું કરવામાં આવ્યું હતું. રવિવારે તેણે રાજસ્થાન રોયલ્સ સામે સદી ફટકારી હતી. ઈશાન કિશને 47 બોલમાં અણનમ 106 રન બનાવ્યા હતા. તેણે 11 ચોગ્ગા અને છ તોતિંગ છગ્ગા ફટકાર્યા હતા. ટ્રેવિડ હેડે 31 બોલમાં 9 ચોગ્ગા અને 3 છગ્ગાથી 67 રન બનાવ્યા હતા.

રાજસ્થાન રોયલ્સ તરફથી ધ્રુવ જુરલે 35 બોલમાં 5 ચોગ્ગા અને 6 છગ્ગાની મદદથી 70 રન, સંજુ સેમસને 37 બોલમાં 7 ચોગ્ગા અને્ 4 છગ્ગાથી 66 રન, હેટ માયરે 23 બોલમાં 42 રન બનાવ્યા હતા. શિવમ દુબે 11 બોલમાં 1 ફોર અને 4 છગ્ગા ફટકારી 34 રન બનાવીને નોટ આઉટ રહ્યો હતો. હર્ષલ પટેલે 34 રનમાં 2 વિકેટ, સિમરજીત સિંહે 46 રનમાં 2 વિકેટ લીધી હતી.

જ્યારે સેમસન અને જુરેલ બેટિંગ કરી રહ્યા હતા, ત્યારે એવું લાગતું હતું કે રાજસ્થાન આઈપીએલના ઇતિહાસમાં સૌથી સફળ રન ચેઝ કરી શકે છે, પરંતુ સેમસન આઉટ થતાં જ આશા તૂટી ગઈ હતી. સેમસન પેવેલિયન પરત ફર્યા બાદ, જુરેલે પણ પોતાની વિકેટ ગુમાવી દીધી. અંતે, શિમરોન હેટમાયર અને શુભમ દુબેએ થોડો પ્રયાસ કર્યો, પરંતુ ટીમ ટાર્ગેટ સુધી પહોંચી શકી નહીં.

આ પણ વાંચોઃ ઈશાન કિશને આઈપીએલ 2025ની ફટકારી પ્રથમ સદી. રાજસ્થાનના બોલરોની નિર્દયતાથી કરી ધોલાઈ

Back to top button