IPL 2025ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલસ્પોર્ટસ

IPL 2025 SRH vs RR : રાજસ્થાને ટોસ જીત્યો, હૈદરાબાદને પ્રથમ બેટિંગ કરવા આમંત્રણ

Text To Speech

હૈદરાબાદ, 23 માર્ચ : આજે એટલે કે 23 માર્ચે બીજી મેચ સનરાઈઝર્સ હૈદરાબાદ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે રાજીવ ગાંધી ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ, હૈદરાબાદમાં રમાઈ રહી છે. જેમાં રાજસ્થાન રોયલ્સને રેયાન પરાગે ટોસ જીતને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે.

આ મેચમાં તમામની નજર ગત સિઝનની જેમ હૈદરાબાદની ટીમની બેટિંગ પર રહેશે, જેની પાસે ટ્રેવિસ હેડ અને અભિષેક શર્માના રૂપમાં બે વિસ્ફોટક ઓપનર છે. આવી સ્થિતિમાં રાજસ્થાન રોયલ્સની બોલિંગની પહેલી જ મેચમાં ખૂબ જ આકરી કસોટી થવાની છે. પેટ કમિન્સ આ સિઝનમાં સનરાઈઝર્સ હૈદરાબાદ માટે ફરીથી કેપ્ટનશિપની જવાબદારી સંભાળી રહ્યો છે, જ્યારે રેયાન પરાગ રાજસ્થાન રોયલ્સ માટે પ્રથમ ત્રણ મેચમાં કેપ્ટનશિપની જવાબદારી સંભાળતો જોવા મળશે.

મહત્વનું છે કે, ઈન્ડિયન પ્રીમિયર લીગની 18મી સીઝનની શરૂઆત ગઈકાલે 22મી માર્ચથી ધમાકેદાર રીતે થઈ હતી જેમાં KKRને પહેલી જ મેચમાં RCB સામે 7 વિકેટે હારનો સામનો કરવો પડ્યો હતો. આ મેચમાં વિરાટ કોહલી અને ફિલિપ સોલ્ટએ જોરદાર ફિફ્ટી ફટકારી હતી.

સનરાઇઝર્સ હૈદરાબાદ vs રાજસ્થાન રોયલ્સ હેડ ટુ હેડ રેકોર્ડ

આઈપીએલમાં અત્યાર સુધીમાં સનરાઈઝર્સ હૈદરાબાદ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે 20 ટક્કર થઈ છે, જેમાંથી સનરાઈઝર્સ હૈદરાબાદની ટીમ 11 વખત જીતી છે, જ્યારે રાજસ્થાન રોયલ્સ ટીમ 9 વખત મેચ જીતવામાં સફળ રહી છે.

રાજસ્થાન રોયલ્સ ટીમ

યશસ્વી જયસ્વાલ, શુભમ દુબે, નીતિશ રાણા, રિયાન પરાગ (કેપ્ટન), ધ્રુવ જુરેલ (વિકેટકીપર), શિમરોન હેટમાયર, જોફ્રા આર્ચર, મહેશ થીક્ષના, તુષાર દેશપાંડે, સંદીપ શર્મા, ફઝલહક ફારૂકી

સનરાઇઝર્સ હૈદરાબાદ ટીમ:

ટ્રેવિસ હેડ, અભિષેક શર્મા, ઇશાન કિશન, નીતિશ કુમાર રેડ્ડી, હેનરિક ક્લાસેન (વિકેટકીપર), અનિકેત વર્મા, અભિનવ મનોહર, પેટ કમિન્સ (કેપ્ટન), સિમરજીત સિંહ, હર્ષલ પટેલ, મોહમ્મદ શમી

Back to top button