IPL 2025ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલસ્પોર્ટસ

IPL 2025: શાહરૂખ અને કોહલીએ ઝુમે જો પઠાણ પર કર્યો ડાંસ, જુઓ વીડિયો

Text To Speech

કોલકાતા, તા. 25 માર્ચ, 2025: ક્રિકેટ કાર્નિવલ આઈપીએલ 2025નો આજથી રંગારંગ પ્રારંભ થયો હતો. ઓપનિંગ સેરેમનીની શરૂઆત શ્રેયા ઘોષાલના પરફોર્મંસથી થઈ હતી. તેણે મેરે ઢોલના ગીતથી શરૂઆત કરી હતી. પુષ્પા 2ના સોંગ પર કોલકાતાવાસીઓ ઝૂમી ઉઠ્યા હતા. જે બાદ દિશા પટણીએ શાનદાર ડાંસ મૂવ્સથી ફેંસના દિલ જીત્યા હતા. આ પછી આવેલા પંજાબી ગાયક કરણ ઔજલાએ હુસ્ન તેરા તૌબા-તૌબા ગાતા જ પ્રેક્ષકો નાચવા લાગ્યા હતા. દિશા પટણી પણ કરણ સાથે સ્ટેજ પર હતી અને તેના સૂર પર નાચતી જોવા મળી હતી.

IPL 2025 ના ઉદ્ઘાટન સમારોહમાં રંગબેરંગી પ્રસ્તુતિ બાદ શાહરૂખ ખાને દર્શકોને સંબોધન કર્યું હતું.. શાહરુખે કહ્યું, ‘કમોં આછો (કેમ છો) કોલકાતા. આજે IPL એ 18 વર્ષ પૂર્ણ કર્યા છે અને આ લીગે ઘણા બધા સ્ટાર્સને જન્મ આપ્યો છે જે હવે પિતા બની ગયા છે. શાહરુખે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) ના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલીને સ્ટેજ પર બોલાવ્યો. આ દરમિયાન શાહરુખે કોહલીની ખૂબ પ્રશંસા કરી અને દર્શકોને કોહલી-કોહલી નારો લગાવવા કહ્યું હતું.

શાહરૂખ સાથે સ્ટેજ પર કોલકાતા નાઈટ રાઈડર્સના બેટ્સમેન રિંકુ સિંહ પણ હતો. આ દરમિયાન શાહરુખે કહ્યું કે રિંકુ પણ કોહલીને જોઈને મોટો થયો છે. શાહરુખે રિંકુને તેના ગીત પર ડાન્સ કરવાનું કહ્યું છે. રિંકુ અને શાહરૂખે ‘લૂટ પુટ ગયા’ ગીત પર ડાન્સ કર્યો અને આ દરમિયાન કોહલી નજીકમાં ઊભો હતો. જે બાદ તેણે કોહલી સાથે ઝુમે જો પઠાણ ગીત પર ડાંસ કર્યો હતો.


આ પણ વાંચોઃ IPL 2025નો રંગારંગ પ્રારંભ, શ્રેયા ઘોષાલના ગીત પર ઝૂમ્યા ફેંસ, જુઓ વીડિયો

Back to top button