IPL 2025: RCB એ KKR સામે ટોસ જીતી બોલિંગ લીધી, જાણો બંને ટીમોની પ્લેઈંગ ઈલેવન


કોલકાતા, તા. 22 માર્ચ, 2025ઃ ઈન્ડિયન પ્રીમિયર લીગ 2025નો પ્રથમ મુકાબલો કોલકાતમાં આરસીબી અને કેકેઆર વચ્ચે રમાશે. રજત પાટીદારના નેતૃત્વવાળી રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (આરસીબી)એ કોલકાતા નાઈટ રાઈડર્સ (કેકેઆર) સામે ટોસ જીતીને બોલિંગનો ફેંસલો કર્યો હતો.
ટીમો:
રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (પ્લેઈંગ ઈલેવન): વિરાટ કોહલી, ફિલિપ સોલ્ટ (વિકેટકીપર), રજત પાટીદાર (કેપ્ટન), લિયામ લિવિંગસ્ટોન, જીતેશ શર્મા, ટિમ ડેવિડ, ક્રુણાલ પંડ્યા, રસિક દાર સલામ, સુયશ શર્મા, જોશ હેઝલવુડ, યશ દયાલ
કોલકાતા નાઈટ રાઈડર્સ (પ્લેઈંગ ઈલેવન): ક્વિન્ટન ડી કોક (વિકેટકીપર), વેંકટેશ ઐયર, અજિંક્ય રહાણે (કેપ્ટન), રિંકુ સિંહ, અંગક્રિશ રઘુવંશી, સુનીલ નારાયણ, આન્દ્રે રસેલ, રમણદીપ સિંહ, સ્પેન્સર જોન્સન, હર્ષિત રાણા, વરુણ ચક્રવર્તી
🚨 Toss 🚨
It’s Game 1⃣ and @RCBTweets won the toss and elected to field against @KKRiders
Updates ▶️ https://t.co/C9xIFpQ63P#TATAIPL | #KKRvRCB pic.twitter.com/mWq8R4yOE6
— IndianPremierLeague (@IPL) March 22, 2025
બંને ટીમોના ઇમ્પેક્ટ પ્લેયર્સ
કોલકાતા નાઈટ રાઈડર્સ ઈમ્પેક્ટ સબ્સ: એનરિક નોર્ટજે, મનીષ પાંડે, વૈભવ અરોરા, અનુકુલ રોય, લુવનીથ સિસોદિયા
રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ ઈમ્પેક્ટ સબ્સ: દેવદત્ત પડિકલ, અભિનંદન સિંઘ, મનોજ ભંડાગે, રોમારિયો શેફર્ડ, સ્વપ્નિલ સિંહ
2008ની સૌપ્રથમ આઇપીએલની સૌથી પહેલી મેચ કેકેઆર-આરસીબી વચ્ચે રમાઈ હતી અને ત્યાર બાદ 18મા વર્ષે ફરી એકવાર આ ટૂર્નામેન્ટનો પ્રથમ મુકાબલો કેકેઆર-આરસીબી વચ્ચે રમાઈ રહ્યો છે. પાટીદારે કહ્યું હતું કે પિચ બહુ સારી લાગી રહી છે અને એના પર ફાસ્ટ બોલર્સને ઘણો ફાયદો થશે. આરસીબીનું નેતૃત્વ સંભાળવામાં ખૂબ આનંદ અનુભવી રહ્યો છું.
આ પણ વાંચોઃ IPL 2025: શાહરૂખ અને કોહલીએ ઝુમે જો પઠાણ પર કર્યો ડાંસ, જુઓ વીડિયો